ગ્લોબ ટેક્સટાઇલ્સે ત્રીજા ત્રિમાસિક ગાળાના ઉત્કૃષ્ઠ પરિણામો જાહેર કર્યા : નફામાં 53.7% અને આવકમાં 46.2% વધારો નોંધાયો

Spread the love

કંપની/પરિણામોની મુખ્ય હાઇલાઇટ્સ :

— ત્રીજા ત્રિમાસિક ગાળામાં આવક વાર્ષિક ધોરણે 46.2% વધીને ₹15,159.21 લાખ થઈ, જ્યારે નવ મહિનાની આવક વાર્ષિક ધોરણે 20.8% વધીને ₹42,397.79 લાખ થઈ

— ₹4,504 લાખનો રાઈટ્સ ઈશ્યૂ ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો, જે કંપનીમાં રોકાણકારોનો મજબૂત વિશ્વાસ દર્શાવે છે

— ગ્લોબ ડેનવોશના અધીગ્રહણે આવક અને નફાકારકતા વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી

— કંપની સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉત્પાદનો, ટેકનોલોજી અને બજાર વિસ્તરણમાં રોકાણ કરી રહી છે

— ફેશન-આધારિત ટોપ્સ માટે ક્ષમતા વધારવા અને બજાર મૂલ્ય વધારવા માટે ટેકનોલોજી ટ્રાન્સફરનો લાભ લેવાની કંપનીની યોજના

અમદાવાદ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૫: દેશમાં ટેક્સટાઇલ ક્ષેત્રે જાણીતી અગ્રણી ગ્લોબ ટેક્સટાઇલ્સ કંપનીએ 31 ડિસેમ્બર, 2024 ના રોજ પૂરા થતા ત્રીજા ત્રિમાસિક ગાળા અને નવ મહિના માટેના તેના શાનદાર નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ આવક અને ચોખ્ખા નફામાં ઉલ્લેખનીય વૃદ્ધિ નોંધાવી છે, જે તેની શ્રેષ્ઠ વ્યવસાયિક વ્યૂહરચના અને સારી કામગીરી દર્શાવે છે.

31 ડિસેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં, આવક 46.2% વધીને ₹15,159.21 લાખ થઈ હતી, જે પાછલા વર્ષના સમાન સમયગાળામાં ₹10,367.19 લાખ હતી. ચોખ્ખો નફો 53.7% વધીને ₹291.42 લાખ થયો હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹189.55 લાખ હતો.

31 ડિસેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા નવ મહિના માટે, આવક 20.8% વધીને ₹42,397.79 લાખ થઈ હતી, જે પાછલા વર્ષે ₹35,095.74 લાખ હતી. ચોખ્ખો નફો 56.6% વધીને ₹943.55 લાખ થયો, જે કંપનીના સતત વિકાસની ગતિ દર્શાવે છે.

ગ્લોબ ટેક્સટાઇલ્સના ₹4,504 લાખના રાઇટ્સ ઇશ્યૂને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો, જે કંપનીના વિકાસ અને નાણાકીય મજબૂતાઈમાં રોકાણકારોનો મજબૂત વિશ્વાસ દર્શાવે છે. આ ઓવરસબ્સ્ક્રિપ્શન કંપનીના મેનેજમેન્ટ, વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ અને કાર્યકારી કુશળતામાં વિશ્વાસ પ્રદર્શિત કરે છે. એકત્ર કરાયેલ ફંડ, વ્યવસાય વિસ્તરણ, R&D અને કાર્યકારી મૂડીને ટેકો આપશે, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં નવીન અને પર્યાવરણની દ્રષ્ટિએ અનુકૂળ, ટકાઉ ઉકેલો દ્વારા વિકાસને ગતિ આપશે.

કંપનીના પ્રદર્શન અંગે ગ્લોબ ટેક્સટાઇલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ભાવિક પરીખે જણાવ્યું હતું કે, “દરેક ત્રિમાસિક ગાળામાં અમારું સતત સ્થિર પ્રદર્શન, અમારી વ્યૂહરચના, કાર્યક્ષમ કામગીરી અને વિકાસ માટેનો નિરંતર પ્રયાસ દર્શાવે છે. ગ્લોબ ડેનવોશના અધીગ્રહણ સાથે-સાથે નવીનતા, બજાર વિસ્તરણ અને ટકાઉપણું પરના અમારા ફોકસથી, કાપડ ઉદ્યોગમાં એક ગતિશીલ શક્તિ તરીકે અમારી સ્થિતિ વધુ મજબૂત બની છે. અમે અમારા હિતધારકો/હિસ્સેદારો માટે લાંબા ગાળાના મૂલ્ય ઉપલબ્ધ કરાવવા અને નફામાં વધારો કરતી તેમજ ટકાઉ સફળતા સુનિશ્ચિત કરતી નવી તકોનો લાભ લેવા માટે પ્રતિબદ્ધ છીએ.”

ગ્લોબ ટેક્સટાઇલ્સની ઉત્તમ અને સ્થિર કામગીરી વાસ્તવમાં વ્યૂહાત્મક પહેલ, વધતી માંગ, સુધારેલ કાર્યકારી કાર્યક્ષમતા અને લક્ષિત બજાર વિસ્તરણને આભારી છે. નફાકારકતામાં વધારો એ ખરેખર, નોંધપાત્ર વોલ્યુમ વૃદ્ધિ, અસરકારક ખર્ચ અનુકૂળતા અને સારી રીતે વ્યાખ્યાયિત ઉત્પાદન મિશ્રણ દ્વારા સમર્થિત છે.

કંપનીનું વિકસિત થઈ રહેલું, નેવો ડિવિઝન, બજારના બદલાતા વલણો સાથે સુસંગત છે અને ફેશન-આધારિત ટોપ્સ માટેની તેની ક્ષમતા વધારવા માટે તૈયાર છે.આ ઉપરાંત, ગ્લોબ ટેક્સટાઇલ્સ હાલના અને નવા બજારો માટે મૂલ્ય વધારવા માટે ટેકનોલોજી ટ્રાન્સફર અને સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ વ્યૂહરચનાઓનો લાભ લેતાં, કંપની લાંબાગાળાની ટકાઉ વૃદ્ધિ સુનિશ્ચિત કરીને બદલાતી ઉદ્યોગ ગતિશીલતા સાથે અનુકૂળતા સાધી રહી છે.

ગ્લોબ ટેક્સટાઇ કંપની, કાપડ ઉદ્યોગમાં શ્રેષ્ઠ રીતે સ્થાપિત અને સંચાલિત છે તેમજ હમેશા ફેરફારોને અનુરૂપ બનવાનો તેનો ઇતિહાસ રહ્યો છે. ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરીને, નવા બજારોમાં વિસ્તરણ અને ટકાઉપણાને કારણે આ કંપની, વિકાસની સંભાવના શોધતા રોકાણકારો માટે એક વિશ્વસનીય વિકલ્પ છે.


Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *