નવી દિલ્હી, ભારત 25 સપ્ટેમ્બર 2024: GE એરોસ્પેસએ પોતાના GEnx કોમર્શિયલ એવિયેશન એન્જિન ફેમિલીએ સાઉથ એશિયન એરલાઇન્સ સાથે 2 મિલીયન ફ્લાઇટ કલાકો પૂર્ણ કર્યા હોવાની સિદ્ધિ હાંસલ કરી હોવાની આજે ઘોષણા કરી છે. સૌપ્રથમ GEnx2012ના સમયગાળામાં 90GEnx એન્જિન્સ સાથે ડિલીવર કરવામાં આવ્યુ હતુ જે હાલમાં એર ઇન્ડિયા, વિસ્તારા અને બિમાન બાંગ્લાદેશ ફ્લાઇટ્સને શક્તિ પૂરી પાડે છે.
“GEnxએન્જિન સાઉથ એશિયન વૃદ્ધિને ટેકો પૂરો પાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ સિદ્ધિ તેની એન્જિનીયરીંગ શ્રેષ્ઠતા અને ટેકનોલોજીની પરિપક્વતાનું પ્રમાણ છે,” એમ GE એરોસ્પેસ ખાતેના કોમર્શિયલ પ્રોગ્રામ માટેના ગ્રુપ વાઇસ પ્રેસિડન્ટ મહેન્દ્ર નાયરે નવી દિલ્હીની મુલાકાત વેળાએ જણાવતા ઉમેર્યુ હતુ કે“અમે અમારા ગ્રાહકોના બિઝનેસ લક્ષ્યાંકોને અમારી શ્રેષ્ઠ ટેકનોલોજી અને સર્વિસ ઓફરિંગ્સ સાથે ટેકો આપવાનું સતત રાખીએ છીએ.”
“સાઉથ એશિયન એરલાઇન્સ સાથે અમારા લાંબા સંબંધોનો અમને ગર્વ છે, જેમાં તાજેતરના એર ઇન્ડિયાનો પણ સમાવેશ થાય છે કેમ કે તે 40GEnxએન્જિન્સથી સજ્જ 20 નવા પહોળી બોડી વાળા એરક્રાફ્ટ સાથે ઓપરેશન્સમાં વધારો કરવાનું વિચારી રહી છે,” એમ GE એરોસ્પેસના સાઉથ એશિયા ચિફ એક્ઝિક્યુટીવ ઓફિસર વિક્રમ રાઇએ જણાવ્યું હતુ.
“GE એરોસ્પેસ અમારા પહોળી બોડીવાળા ઓપરેશન્સ તરફેની અમારી મુસાફરીમાં એક વિશ્વસનીય ભાગીદાર રહી છે અને GEnxએન્જિનએ વિશ્વસનીયતા, કાર્યક્ષમતા અને ટકાઉતાની દ્રષ્ટિએ સાતત્યતા પૂરી પાડી છે,” એમ એર ઇન્ડિયાના ચિફ કોમર્શિયલ ઓફિસર નિપુણ અગ્ગરવાલએ જણાવતા ઉમેર્યુ હતુ કે “અમે જ્યારે અમારા ઉડાન કાફલામાં વધારો કરવાનુ સતત રાખ્યુ છે ત્યારે GEnxએન્જિન અમારા ઓપરેશનલ લક્ષ્યાંકોને હાંસલ કરવા મદદ કરવામાં નિર્ણાય ભૂમિકા ભજવશે.”
વિશ્વસનીય અને ટકાઉ ટેકનોલોજી
વિશ્વભરની એરલાઇન્સન અગ્રમિ પસંદગી જેમ બોઇંગ 787 ડ્રીમલાઇનર અને 747-8ને સજ્જ કરે છે ત્યારે GEnxએન્જિન ટેકનોલોજીને આગળ ધપાવવામાં ઘણી આગળ છે. એન્જિનનું ચડીયાતુ પર્ફોમન્સ ઓપરેટિંગ ખર્ચમાં ઘટાડો કરવામાં અને કાર્બન હાજરીને નીચી રાખવામાં યોગદાન આપે છે, જે વૈશ્વિક ઉડ્ડન ઉદ્યોગના અગાઉના CF6 એન્જિનની તુલનામાં 15% વધુ ઇંધણ કાર્યક્ષમ અને 15% ઓછો CO2 બહાર કાઢવા લક્ષ્યાંક સાથે સમાયોજિત છે.GEnxએન્જિન એ દાયકાઓની ઓપરેશનલ જાણકારી અને અનુભવની પ્રોડક્ટ છે, જેને GE90 એન્જિનમાંથી પ્રાપ્ત કરવામાં આવી છે. તેના નવા નવીન twin-annular pre-swirl(TAPS) કોમ્બ્યુસ્ટર સાથે, એન્જિન હાલની રેગ્યુલેટરી મર્યાદાથી નીચે 60% સુધી નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx)ના ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. બેંગલુરુમાં GE એરોસ્પેસ ટેકનોલોજી સેન્ટર ખાતેના સંશોધકો અને એન્જિનીયર્સ પ્રાદેશિક ગ્રાહકો સાથે ગાઢ રીતે કામ કરે છે અને તેમમે વિવિધ પર્ફોમન્સમાં સુધારો કરતા ઉકેલો અમલી બનાવ્યા છે અને વોશ, એડવાન્સ-બ્લેડ ઇન્સ્પેક્શન જેવી ઓન-વિંગ ટેકનોલોજીઓ અને ઓપરેશનલ ડેટા-આધારિત ઇનસાઇટ્સને લાગુ પાડ્યા છે જેથી એન્જિનના ટાઇમ-ઓન-વિંગમાં સુધારો કરી શકાય અને નિભાવ બોજમાં ઘટાડો કરી શકાય.
માર્ચ 2023માં, GEnxએન્જિન્સે ભારત તરફના લાંબા રુટ પર સૌપ્રથમ પહોળી બોડી ધરાવતા એરક્રાફ્ટને સસ્ટેનેબલ એવિયેશન ફ્યૂઅલ (SAF)નો ઉપયોગ કરીને સજ્જ કર્યુ હતું. વિસ્તારાનું બોઇંગ 787-9 ડ્રીમલાઇનર ચાર્લ્સસ્ટોન, દક્ષિણ કેરોલીનાથી નવી દિલ્હી સુધી પરંપરાગત જેટ ફ્યૂઅલ સાથે 30% SAFના મિશ્રણ સાથે ઉડે છે.
એન્જિન્સની કાર્યક્ષમતા અને ટકાઉતામાં વધારો કરવા માટે, GE એરોસ્પેસએ 360 ફોમ વોશ રજૂ કર્યુ છે, જે પરંપરાગત પાણીથી સાફ કરવાની પદ્ધતિઓમાં એક અદ્યતન વિકલ્પ છે. આ એડવાન્સ્ડ સફાઇ પ્રક્રિયા કચરો અને નકામા ભાગોને દૂર કરીને ઇષ્ટતમ એન્જિન પર્ફોમન્સ જાળવવામાં મદદ કરે છે અને તે રીતે ઇંદણ કાર્યક્ષમતામાં સુધારો કરે છે અને નિભાવ સાયકલ વચ્ચેના સમયમાં વધારો કરે છે. 360 ફોમ વોશનું પહેલેથી જ એર ઇન્ડિયા, એમિરેટ્સ, ઇતિહાદ એરવેઝ, જાપાન એરલાઇન્સ, કતાર એરવેઝ, રોયલ જોર્ડીયન, સાઉદી અરેબિયન એરલાઇન્સ અને સ્કાયવેસ્ટ સહિત સાત એરલાઇન્સમાં અમલીકરણ કરવામાં આવ્યુ છે.ગ્રાહકો સાથે ફિલ્ડમાં હજ્જારો ફોન વોશીઝ હાથ ધરવામાં આવે છે, જે વધુમાં ઓપરેશન ખર્ચ અને પર્યાવરણીય અસરને નીચુ લાવે છે.
AI સાથે સેવા ગુણવત્તામાં સુધારો કરતા
GE એરોસ્પેસ સેવામાં તેના GEnxકોમર્શિયલ એન્જિનોનું સતત નિરીક્ષણ કરે છે અને સેવાની ગુણવત્તાને વધારવા માટે અનુમાનિત જાળવણીના પગલાંને ઓળખવામાં મદદ કરવા માટે ડિજિટલ આંતરદૃષ્ટિનો ઉપયોગ કરે છે. આ પ્રયાસને ટેકો આપવા માટે, કંપની એડવાન્સ્ડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ (ML) સંચાલિત મોડલ્સનો ઉપયોગ કરે છે જેથી વધુ ચોકસાઈ સાથે દેખરેખ રાખી શકાય તેવી પરિસ્થિતિઓની સંખ્યા વધારી શકાય. GE એરોસ્પેસનું AI-સક્ષમ બ્લેડ ઇન્સ્પેક્શન ટૂલ (BIT) ઝડપી, વધુ સચોટ તપાસ માટે ટેકનિશિયનો માટે GEnxકોમર્શિયલ એન્જિનમાં સ્ટેજ 1 અને 2 હાઇ પ્રેશર ટર્બાઇન એન્જિન બ્લેડ ઇમેજની પસંદગીનું માર્ગદર્શન આપે છે. આ સુસંગત છબીઓ મેળવવામાં મદદ કરે છે, જે અનુમાનિત મોડલ્સ બનાવવા માટે મુખ્ય ઇનપુટ છે.