ફ્લો અમદાવાદે ડો. રક્ષિત ટંડન અને ડીસીપી લવીના સિન્હા સાથે સાયબર સિક્યુરિટી ઉપર સત્રનું આયોજન કર્યું

Spread the love

અમદાવાદઃ ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન (ફ્લો) અમદાવાદ ચેપ્ટરે સાયબર સિક્યુરિટી, છેતરપિંડીની ઓળખ, પર્સનલ ડેટાને સુરક્ષિત રાખવા વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ‘થિંક બિફોર યુ ક્લિક’ શિર્ષક હેઠળ એક માહિતીસભર સત્રનું આયોજન કર્યું હતું.

આ સત્રમાં જાણીતા સાયબર સિક્યુરિટીના પ્રચારક, સાયબર સિક્યુરિટી નિષ્ણાંત તથા કાયદાનું પાલન કરાવતી વિવિધ એજન્સીઓ માટે સાયબર ફોરેન્સિક અને એથિકલ હેકિંગમાં કુશળતા ધરાવતા ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર ડો. રક્ષિત ટંડને પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ સાયબર ક્રાઇમના ડેપ્યુટી કમીશનર ઓફ પોલીસ લવીના સિન્હા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કાર્યક્રમને સંબોધન કરતાં ફ્લો અમદાવાદ ચેપ્ટરના ચેરપર્સન કિરણ સેવાનીએ આજના ડિજિટલ યુગમાં સાયબર સિક્યુરિટીની મહત્વતા ઉપર ભાર મૂક્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, આજના યુગમાં આપણું જીવન ડિજિટલ વિશ્વ સાથે વધુ જોડાઇ રહ્યું છે ત્યારે સાયબર સિક્યુરિટીની જાણકારી રાખવી આવશ્યક જ નહીં, પરંતુ એક મહત્વપૂર્ણ કૌશલ્ય છે. ડો. રક્ષિત ટંડનની કુશળતા અને આંતરદ્રષ્ટિએ આપણા સદસ્યોને ડિજિટલ લેન્ડસ્કેપમાં સુરક્ષિત રીતે આગળ વધવા જરૂરી મૂલ્યવાન માહિતી પ્રદાન કરી છે. અમારા સદસ્યોને જાગૃત કરવા માટે હું ડો. લવીના સિન્હાનો આભાર વ્યક્ત કરું છું.

આ માહિતીસભર સત્રમાં ડો. ટંડને ડિજિટલ છેતરપિંડી, પર્સનલ વિગતોને સુરક્ષિત રાખવા તથા ઓનલાઇન સિક્યુરિટી માટે બેસ્ટ પ્રેક્ટિસ સહિતના સાયબર સિક્યુરિટીના વિવિધ મહત્વપૂર્ણ પાસાઓ વિશે જાણકારી આપી હતી. તેમને પ્રેક્ટિલ સલાહ અને રિયલ-લાઇફ ઉદાહરણો આપ્યાં હતાં, જેથી ડિજિટલ વિશ્વમાં સુરક્ષિત રહેવા માટે તકેદારી અને સક્રિય પગલાં ભરી શકાય.

ડીસીપી લવીના સિન્હાએ આ કાર્યક્રમનું આયોજન કરવા માટે ફ્લો અમદાવાદના પ્રયાસોની પ્રશંસા કરી ગતી તથા સાયબર ક્રાઇમને અંકુશમાં લેવા સામુદાયિક જાગૃકતાની મહત્વતા હાઇલાઇટ કરી હતી.

તેમણે ઉમેર્યું હતું કે, કાયદાનું પાલન કરાવતી એજન્સીઓ તથા ફ્લો જેવી સંસ્થાઓ સાયબર ક્રાઇમના જોખમો સામે મજબૂત સુરક્ષા નિર્મિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. જાહેર જનતાને શિક્ષિત કરવી આ દિશામાં એક નક્કર કદમ છે.

પ્રશ્નોત્તરી સેશન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું, જેમાં ડો. ટંડન અને ડીસીપી લવીના સિન્હાએ વિવિધ સાયબર સિક્યુરિટી ચિંતાઓ વિશે જાણકારી આપી હતી. દરેક વ્યક્તિ માટે આ સત્ર એક યાદગાર અનુભવ સાબિત થયું હતું.

ફ્લો અમદાવાદ તેના સદસ્યો માટે સમકાલીન પડકારોનો સામનો કેવી રીતે કરવો તેના વિશે માહિતીસભર સત્રોનું આયોજન કરીને તેમને સશક્ત કરવા કટીબદ્ધ રહ્યું છે, જેથી આજના ઉભરતાં ડિજિટલ વિશ્વમાં પર્સનલ અને પ્રોફેશ્નલ વૃદ્ધિની ખાતરી કરી શકાય.


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *