ગ્રાન્ડ શોપ્સી મેલાનો સમગ્ર ભારતમાં લાખો વિક્રેતાઓ અને ગ્રાહકોએ લાભ લીધો, મધ્ય-વર્ષની શરૂઆત સારી વૃદ્ધિનો રેકોર્ડ બનાવ્યો

Spread the love

  • પાંચમી આવૃત્તિમાં દૈનિક માંગમાં 50% વધારો થયો
  • અદભુત વિકલ્પો અને શ્રેષ્ઠ ઓફર્સ; કોમર્સનો પ્રથમ વખત ઉપયોગ કરી રહ્યા 43% નવા ગ્રાહકોને આકર્ષ્યા
  • સૌથી વધુ માંગ ફેશન, હાઉઝહોલ્ડ, કિડ્સ કલેક્શન અને બજેટ મોબાઇલની શ્રેણીઓના ઉત્પાદનોની રહી હતી
  • શોપ્સી પર 70% ગ્રાહકોને રૂ.200/- થી નીચેની ડિલ્સ મળી

બેંગલુરુ – 27 જૂન, 2024: ભારતના સૌથી ઝડપથી વિકસતા હાઇપર-વેલ્યુ ઇ-કોમર્સ પ્લેટફોર્મ, એટલે કે ફ્લિપકાર્ટ દ્વારા શોપ્સીએ તાજેતરમાં તેના મોસ્ટ-અવેઇટેડ શોપિંગ કાર્નિવલની પાંચમી આવૃત્તિ – ગ્રાન્ડ શોપ્સી મેળાનું સમાપન કર્યું. 11-16 જૂન દરમિયાન છ-દિવસીય ઇવેન્ટમાં શોપ્સી પર ગ્રાહકોમાં 50% વૃદ્ધિ જોવા મળી હતી, જેમાંથી 43% પ્રથમ વખતના ઈ-કોમર્સ શોપર્સ હતા. સેલ દરમિયાન, શોપ્સી સાથે લાખો ગ્રાહકોને સેવા આપવા માટે દેશભરના વિક્રેતાઓ સહીત ભારત તરફથી રેકોર્ડ-બ્રેકિંગ ભાગીદારી જોવા મળી.

ટાયર 2 અને ટાયર 3 ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો પુરી કરવી

સમજી-વિચારીને ખરીદી કરતા ગ્રાહકોની સતત વિકસતી માર્કેટની જરૂરિયાતો પુરી કરવા માટે, ભારતીય પરિવારોની તમામ જરૂરિયાતો માટે ગ્રાન્ડ શોપ્સી મેલા દ્વારા વિવિધ ઓફર્સ રજૂ કરવામાં આવી, જેમાં ફ્રી ડિલિવરીની સાથે 16 કરોડથી વધુ પ્રોડક્ટ્સ ઓફર કરવામાં આવ્યા હતા. ટાયર 2 અને ટાયર 3 માર્કેટમાં ગ્રાહકોએ ફેશન, હાઉઝહોલ્ડ ઇટેમ્સ, કિડ્સ કલેક્શન અને બજેટ મોબાઈલ માટે ઉત્સાહપૂર્વક ખરીદી કરી હતી જેનાથી મહત્તમ વૃદ્ધિ પ્રાપ્ત થઇ. શોર્ટ્સ, સ્પોર્ટ્સ શૂઝ અને ફ્લિપ-ફ્લોપ્સ એ પુરુષોમાં સૌથી વધુ વેચાતા પ્રોડક્ટ્સ અને સ્ત્રીઓમાં સૌથી વધુ વેચાતા પ્રોડક્ટ્સ એથનિક સેટ, સાડી અને એરિંગ્સ હતી. લખનૌ, પટના, નાગપુર, કાનપુર અને વિશાખાપટ્ટનમે વેચાણમાં સૌથી વધુ યોગદાન આપ્યું હતું. કટક, ગુવાહાટી, ભાગલપુર અને બાંકુરા જેવા ટાયર 2 અને ટાયર 3 માર્કેટમાં ગ્રાહકોની માંગમાં વધારો જોવા મળ્યો હતો, જેમાં 43% નવા વપરાશકર્તાઓ પ્રથમ વખત ખરીદનારા હતા અને 60% થી વધુ ટાયર 3+ શહેરોમાંથી હતા.

આકર્ષક ડીલ્સ અને શોપિંગમાં સરળતાથી ગ્રાહકો થયો આનંદ

ગ્રાહકોના આનંદમાં વધારો કરવા માટે, દરેક કલાકે આકર્ષક ડીલ્સ ઓફર કરવામાં આવી હતી. આમાં ઝટપટ ડીલ્સ, પ્રાઇસ ક્રેશ ડીલ્સ અને ગ્રાન્ડ લૂટ અવર્સનો સમાવેશ થયો, જે ઓફર્સ તમામ શ્રેણીમાં આકર્ષક કિંમત સાથે લાઈવ હતી – જેમાં ગ્રાહકોને રૂ. 79/-થી શરૂ થતા ટ્રેન્ડી ટી-શર્ટ, રૂ. 80/-થી શરૂ થતી આકર્ષક કુર્તીઓ અને રૂ. 129/-થી શરુ થતા મેન્સ શૂઝ જેવી શ્રેષ્ઠ ઓફરનો લાભ લેવાની તક મળી. શોપિંગ કાર્નિવલમાં નવા વપરાશકર્તાઓ માટે પ્રથમ વખતની ખરીદી પર ઓફર કૂપન સહિત આકર્ષક ડિલ્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા. આનાથી પ્લેટફોર્મ પર નવા વપરાશકર્તાઓ લાવવામાં મદદ મળી. આકર્ષક ઑફર્સ ઉપરાંત, વૉઇસ સર્ચ, ઇમેજ સર્ચ અને AI ચેટબોટ સહિતની ટેક્નોલોજીમાં ઈન્વોવેશન દ્વારા તેના શોપ્સીના પ્લેટફોર્મ અને એપ્લિકેશન પર શોપિંગ અનુભવ વધુ સારો બાંધો. ગ્રાહકોને આકર્ષવા અને તેઓને ઓર્ડર કરવામાં સરળતા થાય તે માટે પ્લેટફોર્મ પર કેશ ઓન ડિલિવરી અને ફ્રી ડિલિવરીની ઓફર્સ પણ હતી.

વધતી માંગને પહોંચી વળવાથી ખુશ થયા વિક્રેતાઓ

આ સિઝનમાં, સેલ દરમિયાન ઘણા વિક્રેતાઓના વેચાણમાં 2x-3x વૃદ્ધિ થઇ, જેમાં રાજકોટ, ગાઝિયાબાદ, પાણીપત અને જયપુર જેવા શહેરોના વિક્રેતારો મુખ્ય યોગદાનકર્તા હતા. હાઉઝહોલ્ડ શ્રેણીના વિક્રેતાઓ મુખ્ય વિક્રેતાઓ તરીકે ઉભરી આવ્યા હતા, જેમાં હાઉઝહોલ્ડ પ્રોડક્ટ્સની માંગ સતત વધારે રહી અને તેનાથી નોંધપાત્ર આવક થઇ.

શોપ્સીના બિઝનેસ હેડ પ્રથ્યુષા અગ્રવાલે જણાવ્યું હતું કે, અમારી સૌથી મોટી સેલ ઇવેન્ટ, ગ્રાન્ડ શોપ્સી મેલાની સતત સફળતાથી અમને ખુશી થઇ રહી છે. દર વર્ષે તે મોટું થઇ રહ્યું છે અને અમે ગ્રાહકોને તેની રાહ જોતા જોયા છે. એક શ્રેષ્ઠ હાયપર વેલ્યુ શોપિંગ ડેસ્ટિનેશન તરીકે ગ્રાહકો  જે અમારા પર વિશ્વાસ મૂકે છે તેને પણ પ્રતિબિંબિત કરે છે. શ્રેષ્ઠ કિંમતે શ્રેષ્ઠ પ્રોડક્ટ પ્રદાન કરવાના અમારા મિશનમાં પ્રગતિ કરવાની સાથે, અમે એન્ડટુએન્ડ ઇનોવેશનવાઈડ કલેક્શનથી લઈને સીમલેસ બ્રાઉઝિંગ એક્સપિરિયન્સ માટે પ્રતિબદ્ધ રહીએ છીએ. માર્કેટના સંપૂર્ણ વિશ્લેષણ દ્વારા, અમે નવીનતા લાવવાનું ચાલુ રાખીશું અને ગ્રાહકની બદલાતી પસંદગીઓને અપનાવવાનું કરવાનું ચાલુ રાખીશું, જેથી અમારી વૃદ્ધિનો માર્ગ મજબૂત રહે.”

શૉપ્સીનો ઉદ્દેશ્ય શ્રેષ્ઠ કિંમતે શ્રેષ્ઠ પ્રોડક્ટ પ્રદાન કરવાનો અને ભરોસાપાત્ર પ્લેટફોર્મ હોવા સાથે ગ્રાહકોને સસ્તા ભાવે વિવિધ આકર્ષક પ્રોડક્ટ્સ ઓફર કરવાનું ચાલુ રાખવાનું છે.

 

 

 

 


Spread the love

Check Also

સત્યા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના લોકો માટે મફત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Spread the loveસત્યા શક્તિ ફાઉન્ડેશને સત્યા માઇક્રોકેપિટલ લિમિટેડ સાથે મળીને મફત મેગા હેલ્થ ચેક-અપ અભિયાનનું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *