ગ્રાહકોને ડેબિટ કાર્ડ પર રૂ. 2 લાખ સુધીનું વીમા કવર અને વ્યાજની માસિક ચુકવણી મળશે
અમદાવાદ 11 નવેમ્બર 2024: બેંકિંગને આસાન, સરળ અને સુવિધાજનક બનાવ્યા બાદ ફિનો પેમેન્ટ્સ બેંક હવે ગ્રાહકોને વધુ બચત કરાવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગ્રાહકો માટે મૂલ્ય સર્જનની દિશામાં પોતાના પ્રયાસોને ચાલુ રાખતા ફિનો બેંકે આજે એક નવા બચત એકાઉન્ટ ‘ગુલ્લક’ને શરૂ કરવાાની જાહેરાત કરી છે, જેનો ઉદ્દેશય ગ્રાહકોની અનોખી જરૂરિયાતોને પૂરી કરવા માટે ડિઝાઈન કરાયેલ ઘણા પ્રકાારના લાભ આપીને બચતમાં સુધારો કરવાનો છે.
કોઈ પણ વ્યક્તિ ગુજરાત રાજ્યમાં ફેલાયેલ ફિનો બેન્કના આસપાસ 27500 મર્ચન્ટ પોઇન્ટસમાંથી કોઇપણ પર ગુલ્લક ખાતું ખોલાવી શકે છે અને તેનો લાભ ઉઠાવી શકે છે. 1000 રૂપિયાના ન્યૂનતમ એકાઉન્ટ બેલેન્સ સાથે ગુલક ખાતેદારને કોઈપણ વાર્ષિક પ્લાન ફી ચૂકવવાની જરૂર નથી, કોઈપણ ચાર્જ ચૂકવ્યા વિના રોકડ ડિપોઝિટ કરવાની સુવિધા મળે છે, નોન-મેટ્રો સ્થળોએ 7 મફત ATM લેવડ-દેવડનો લાભ મળે છે અને Rupay ડેબિટ કાર્ડ પર ઑફર્સનો આનંદ લો. એક આકર્ષક દરખાસ્ત એ છે કે ચોક્કસ માપદંડોને પૂર્ણ કરવા પર મિનિમમ એકાઉન્ટ બેલેન્સની માફી છે.
તેમાં ફિનોપે મોબાઇલ એપ દ્વારા મહિનામાં રૂ.500ના મૂલ્યના પાંચ UPI ટ્રાન્ઝેકશન અથવા ફિનોની ભાગીદાર બેન્ક દ્વારા રજૂ કરાયેલ ઓછામાં ઓછી રૂ. 5000ની એક વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ બુક કરાવવી અથવા ખાતામાં કોઈપણ સરકારી કલ્યાણકારી યોજનાનો લાભ જમા કરાવવાનું સામેલ છે. જો ગ્રાહકો ત્રણમાંથી કોઈ એક માપદંડને પૂર્ણ કરે છે તો પછી એકાઉન્ટ બેલેન્સ 1000 રૂપિયાથી ઓછું હોય તો પણ મિનિમમ બેલેન્સ ન રાખવા માટે કોઈ ચાર્જ લાગશે નહીં.
ગુલ્લક (પિગી બેંક) આજના સંદર્ભમાં મહત્વ ધરાવે છે જ્યાં મોટાભાગના લોકો તેમના બેંક ખાતામાંથી તમામ અથવા મોટા ભાગના નાણાં ઉપાડી લે છે, જેનાથી બચત અને રોકાણ કરવાની તક ગુમાવે છે.
ગુલ્લક બચત ખાતાની શરૂઆતની જાહેરાત કરતાં ફિનો પેમેન્ટ્સ બેંકના ઝોનલ હેડ શ્રી ઉમેશ કદમે જણાવ્યું હતું કે, “ગ્રાહકોએ ભવિષ્યના ખર્ચની સાથો સાથ કોઈપણ આકસ્મિક જરૂરિયાતો માટે કોર્પસ બનાવવા માટે વધુ બચત તરફ લક્ષ્ય રાખવું જરૂરી છે. ગુલ્લકની સાથે અમારો પ્રયાસ ખાતાધારકોને સુરક્ષા અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને બચતને પ્રાથમિકતા આપવાની માનસિકતા વિકસાવવામાં મદદ કરવાનો છે. ઊંચી થાપણો ગ્રાહકોને વાર્ષિક 7.75% સુધીના આકર્ષક વ્યાજ દરો મેળવવાની મંજૂરી આપે છે. ખાતામાં 1000 રૂપિયાના મિનિમમ બેલેન્સ સાથે ગ્રાહકોને ત્વરિત રૂ. 2 લાખ સુધીના વીમા કવરની હાથો હાથ ડેબિટ કાર્ડ મળે છે, સાથો સાથ વ્યાજની માસિક ચૂકવણી સહિત ઘણા બધા લાભો મળે છે.”
ગુલ્લક સેવિંગ્સ એકાઉન્ટ સાથે ફિનો બેંકનો ઉદ્દેશ્ય એવા ગ્રાહકોને લક્ષ્ય બનાવવાનો છે જે વધુ બેલેન્સ અને બચત આધારિત વૃદ્ધિને મહત્તવ આપપવાની ક્ષમતા ધરાવે છે. મુખ્યત્વે તેઓ યુવા વ્યાવસાયિકો, નાના ઉદ્યોગસાહસિકો, કામ કરતી મહિલાઓ તેમજ સ્વ-રોજગાર ધરાવતા હોઈ શકે છે. રૂ. 2 લાખથી વધુની બચત કરવાની ક્ષમતા ધરાવતા ગ્રાહકો ગુલ્લક સાથે આમ કરી શકે છે, જેમાં રૂ. 2 લાખથી વધુ રકમ ઊંચા વ્યાજ દર ઓફર કરતી ભાગીદાર બેંકના સ્વીપ ખાતામાં જમા થાય છે. ગુલ્લકની સાથે ફિનોની પડોશી બેંકિંગ સેવાઓનો હેતુ ગ્રાહકોની સંલગ્નતા અને નાણાંકીય સુખાકારીમાં વધારો કરવાનો છે.
આ સિવાય ફિનોના પડોશના પૉઇન્ટ્સ વિસ્તૃત કલાકો માટે ખુલ્લા છે જ્યાં કોઈપણ બેંકના ગ્રાહક લેવડ-દેવડ, ડિપોઝિટ, ઉપાડ કરી શકે છે, મની ટ્રાન્સફર કરી શકે છે અને જીવન, આરોગ્ય અને મોટર વીમો, રેફરલ લોન અને યુટિલિટી બિલ્સ જેવી થર્ડ પાર્ટી પ્રોડક્ટ્સ એક્સેસ કરી શકે છે. #હમેશા!