ગાય આપણો હાથ ચાટે ત્યારે હથેળીની તમામ લકીરોમીટાવી દે છે.
પાંચ મિનિટ પણ ગાય પાસે બેસવાથીચારેધામની યાત્રા થઈ જાય છે,કારણ કે ગાયના ચાર ચરણ એ ચાર ધામ છે.
રામકથાબીંબ છે,પ્રતિબિંબ નથી.
રામકથા સુરધેનુ છે,ક્યારેય વસુકે નહિ એવી ગાય છે.
કથા સ્વયં આપણને શીલવંત બનાવશે.
શ્રી રાધારાણીના પ્રેમથી છલકાતીબરસાનાની ભૂમિ પર અહીંની સંતસભા તેમજ પ્રગટ-અપ્રગટ ચેતનાઓને પ્રણામ કરીને રામકથાનાંપાંચમા દિવસે ત્રીજા નોરતે ગૌ-સૂક્તનાં એક મંત્રનું ગાન થયું.
તુલસીજી તો શ્રોતા અને વક્તાને જ્ઞાનનિધિ કહે છે. આપણે કૃત-કૃત્ય થઈ જઈએ છીએ .
કૃષ્ણ શંકર દાદા કહેતા કે જો શક્ય હોય તો દરેક કથાકારે પોતાની ઘરે એક ગાય પાળવી જોઈએ. જૂનાગઢનાં વનરાજ બાપુ એવું કહેતા કે ગાયને આપણા હાથથી ગોળ ખવડાવીએ ત્યારે ગાય હાથ ચાટે છે અને ગાયની જીભ ખરબચડી હોય છે એ જીભ આપણા હાથની લકીરો મિટાવી આપે છે! વક્તાએ એકાદ વેદ મંત્ર વાંચીને અથવા તો કોઈ યુવા વિપ્ર આચાર્ય પાસેથી મંત્ર સાંભળીને કથામાં આવવું જોઈએ,તો કથામાંથી શીલ પ્રગટ થાય છે.
જો આપણામાં આઠ પ્રકારના શીલ હશે તો કથા આપણને લિફ્ટ કરી દેશે.
જ્યારથી હું કથા કરી રહ્યો છું,હજી હું શોધું છું કે કોઈ એકાદ ગુણાતિતસ્ત્રોતા મળી જાય! અને કદાચ કોઈ નહીં મળે તો હું પોતે જ ગુણાતિત શ્રોતા બનીને હું જ મને સાંભળીશ! તમોગુણી શ્રોતાઓ કથામાં લડાઈ ઝઘડાઓ કરે છે.રજોગુણીશ્રોતાઓ સરખા બેસવાને બદલે સતત આમથી તેમ રખડપટ્ટી કરતા હોય છે.કથામાં રજોગુણી પણ ન બનો.કથા માટે જ કથામાં બેસો.
આમ ગાયનું રણકવું સાંભળીને,સુંદર બનીને કથામાં પ્રવેશ કરશો તો ભગવતી કથાનાઅષ્ટશીલ-જેમાં: સમયશીલતા,સ્થાનશીલતા,સમજ શીલતા, શ્રવણશીલતા,શબ્દશીલતા,સ્વરશીલતા,સુરશીલતા અને શરીરશીલતાનું નિર્માણ થશે.
રામકથાબીંબ છે,પ્રતિબિંબ નથી.રામકથા સુરધેનુ છે એ કોઈ પણ પ્રકારનો ચારો ચર્યા વગર પણ પુષ્ટ છે રામકથા-હરિકથા ક્યારેય વસુકે નહિ એવા પ્રકારની ગાય છે.કથા સ્વયં આપણને શીલવંત બનાવશે. આજે ચંદ્રઘંટા મા નું ત્રીજું નોરતું છે.ચંદ્ર એ મન સાથે સંબંધ ધરાવે છે.
ગીતાજીમાં ત્રણ વખત ગૌ શબ્દનો અને રામચરિતમાનસમાં લગભગ ૬૦ વખત ગૌ શબ્દ લખાયો છે. ભગવાન મહાદેવ સમાધિમાં બેસે છે:
સંકર સહજ સરૂપ સમ્હારા;
લાગી સમાધિ અખંડ અપારા.
૮૭ હજાર વર્ષ સુધીની સમાધિ પછી સમાધિ છૂટી તો એનું ફળ શું મળ્યું?
રામ નામ સિવસુમીરન લાગે;
જાનેવું સતી જગતપતિ જાગે.
સમાધિનું ફળ છે રામનામ,હરિનામ.આ પરિણામ છે.
બાદમાં દક્ષયજ્ઞમાં આમંત્રણ ન હોવા છતા જવાની સતી જીદ કરે છે,જાય છે,શિવનું સ્થાન,માન અને ભાગ ન જોતાં અપમાનિત થાય છે.દક્ષયજ્ઞમાં કૂદીને પોતાનો પ્રાણ આપીને યજ્ઞનો ધ્વંસ કરે છે.બીજા જન્મે શૈલરાજ હિમાચલને ત્યાં જન્મ લે છે.
Box
ગાયનું ભાંભરવું અષ્ટશીલ પ્રદાન કરે છે.
સૂક્તનાં વધુ એક શ્લોકનું બાપુએ ઉચ્ચારણ કરાવ્યું:
યૂયં ગાવો મેદયથાકૃશંચિદશ્રીરં
ચિત્કૃણુથાસુપ્રતીકમ્
ભદ્રંગૃહંકૃણુથભદ્રવાચોબૃહદ્
વો વય ઉચ્યતેસભાસુ
આ શ્લોકનાં અનેક ભાષ્ય થયા છે.પણ ત્રણ વાત મુખ્ય છે.આ મંત્રમાં,ગાય જ્યારે ભાંભરે છે અને ગાય આપણું શરીર જ્યારે વધારે કૃષ-દૂર્બળ થઈ જાય છે તો ગૌ માતા આપણને પુષ્ટ કરે છે.એનું દૂધ, ઘી,પંચગવ્ય આપણને પુષ્ટ કરે છે.મેદસ્વી નહીં પણ ઓજસ્વી,ચમકદાર ઉર્જાવાન બનાવે છે .
કારણ કે ગૌમાતા સર્વ ધર્મમયી છે,ગૌમાતા સર્વ ઔષધમયી છે,ગૌમાતા સર્વ દેવમયી છે,ગૌમાતા સર્વ ધામમયી છે.
પાંચ મિનિટ પણ ગાય પાસે બેસવાથી ચારો ધામની યાત્રા થઈ જાય છે.કારણ કે ગાયના ચાર ચરણ એ ચાર ધામ છે એવું માનવામાં આવે છે.
ગાય આપણને પુષ્ટ તો કરે જ છે બીજી વાત એ છે કે માત્ર શરીરને નહીં ચિત્ત અને મનને પણ સુંદર બનાવે છે.વિશેષ રૂપમાં આ મંત્ર આકર્ષણ એટલા માટે છે કે ગાય આપણા આંગણામાં હોય અને કોઈ ભદ્ર શબ્દ એટલે કે એનો રણકાર,એનું ભાંભરવું,એ ઉચ્ચાર,આ ભદ્ર અવાજ આપણા કાનમાં આવે છે અને પછી આપણે કોઈ સભામાં કે કથામાં જઈએ છીએ તો આપણામાં શીલ પ્રગટ થાય છે.
Aajna Samachar