ફેશન બિઝનેસ સમિટ 2025 ઉદ્યોગજગતના અગ્રણીઓની આંતરદ્રષ્ટિથી ઉદ્યોગસાહસિકોને સશકત બનાવશે

Spread the love

ગુજરાત, અમદાવાદ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫: પ્રખ્યાત ફેશન બિઝનેસ કોચ હાર્વી શાહ દ્વારા આયોજિત ફેશન બિઝનેસ સમિટ 2025, કોર્ટયાર્ડ બાય મેરિયોટ, મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે શાનદાર રીતે સંપન્ન થઈ. 20 અને 21 ફેબ્રુઆરીના રોજ આયોજીત બે દિવસની પાવર-પેક કાર્યક્રમમાં ફેશન, ઉદ્યોગસાહસિકતા અને વ્યક્તિગત વિકાસના ક્ષેત્રની કેટલીક સૌથી પ્રભાવશાળી હસતીઓ એકસાથે આવી, જેમણે મહત્વાકાંક્ષી અને સ્થાપિત ફેશનપ્રેન્યોર્સ બંનેને સમાન રીતે અમૂલ્ય માહિતી આપી.

આ સમિટમાં કાર્મેસીના સહ-સંસ્થાપક તન્વી જોહરી, હીલિંગ અને મેનિફેસ્ટેશન કોચ ગાયત્રી શિવરામ અને માઇન્ડવેલીના ચીફ ગ્રોથ ઓફિસર મારીશા લાખિયાનીની સાથે ખુદ હાર્વી શાહ પણ હાજર રહ્યા હતા. ઉદ્યોગ જગતના દિગ્ગજોએ તેમની કુશળતા શેર કરી, ઉપસ્થિત લોકોને વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસને એકીકૃત કરતા ટકાઉ ફેશન વ્યવસાયોનું નિર્માણ અને વિસ્તાર કરવા માટે કાર્યક્ષમ વ્યૂહરચનાઓ પૂરી પાડી.

હાર્વી શાહે કહ્યું, “આ સમિટ ફેશન ઉદ્યોગસાહસિકતા અને વ્યવસાયિક કુશળતાની વચ્ચેના અંતરને દૂર કરવા માટે આયોજીત કરવામાં આવી હતી.” “અમારું લક્ષ્ય સ્પર્ધાત્મક ફેશન ઉદ્યોગમાં સફળ થવા માટે જરૂરી સાધનો, માનસિકતા અને નેટવર્કથી સજ્જ કરવાનું હતું. પ્રેક્ષકો તરફથી મળેલો જબરદસ્ત પ્રતિસાદ અને જોડાણ એ વાતની પુષ્ટિ કરે છે કે ફેશન બિઝનેસનું ભવિષ્ય પહેલા કરતાં વધુ ઉજ્જવળ છે.”

એક સમૃદ્ધ સમુદાયને સશકત બનાવવો

કોવિડ પછી શરૂ થયેલી હાર્વી શાહની કોચિંગ પહેલ 10,000 થી વધુ સભ્યોના સમૃદ્ધ સમુદાયમાં વિકસ્યું છે. આમાંથી લગભગ 900 સભ્યોએ સફળતાપૂર્વક પોતાની D2C ફેશન બ્રાન્ડ્સ લોન્ચ કરી છે, જેમાંથી ઘણાએ પ્રભાવશાળી વ્યવસાયિક વૃદ્ધિ જોઈ છે. સમિટમાં 200 સમુદાયના સભ્યોએ ભાગ લીધો અને 70 થી વધુ વ્યક્તિઓને તેમની સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં 10 ઉદ્યોગસાહસિકોનો સમાવેશ થાય છે જેમણે સમુદાયમાં જોડાયા પછી તેમના બિઝનેસે 1 કરોડ રૂપિયાથી વધુની આવક કરી હતી.

હાર્વી પોતે છેલ્લા 10 વર્ષથી એક સફળ D2C ફેશન જ્વેલરી બ્રાન્ડ, બ્લિંગબેગ ચલાવી રહ્યા છે અને તેઓ પોતાના પહેલા અનુભવમાંથી શીખવાડી રહ્યા છે. એક ફેશન ઉદ્યોગસાહસિક તરીકેની તેમની સફર તેમના માર્ગદર્શનમાં એક અનોખા ઊંડાણને ઉમેરે છે, જેનાથી તેમને વાસ્તવિક વ્યવસાયિક પડકારો અને સફળતાઓમાં રહેલા વ્યવહારુ આંતરદૃષ્ટિને શેર કરવાની તક મળે છે.

મુખ્ય સત્રોમાં બ્રાન્ડ-બિલ્ડિંગ વ્યૂહરચનાઓ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, વિચારશીલ ઉદ્યોગસાહસિકતા અને અભિવ્યક્તિ તકનીકો દ્વારા વ્યવસાયિક સંભાવનાઓને ઉજાગર કરવા પર ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત લોકોને નેટવર્કિંગ સેશન, નિષ્ણાતોની આગેવાની હેઠળની વર્કશોપ અને ઇન્ટરેક્ટિવ પેનલ ચર્ચાઓમાં ભાગ લેવાની તક મળી હતી, જેમાં ઉદ્યોગની ઊંડી સમજ અને વ્યવહારુ બાબતનો સમાવેશ થતો હતો.

ઇવેન્ટની મુખ્ય વાતો અને માન્યતા

સમિટની શરૂઆત એક આકર્ષક લાઇટ શો અને હાર્વી શાહ દ્વારા પરિચય સત્ર સાથે થઈ, ત્યારબાદ ઇવેન્ટની થીમ પર ભાર મૂકતી એક ઉચ્ચ-પ્રભાવશાળી ગતિવિધિ થઈ. ઉલ્લેખનીય ક્ષણોમાં મનીષની સાથે પ્રેરણાદાયક ફાયરસાઇડ ચેટ અને હાર્વીના માર્ગદર્શન દ્વારા પોતાના બિઝનેસમાં પરિવર્તન લાવનારા સમુદાયના સભ્યોના શક્તિશાળી પ્રશંસાપત્રોનો સમાવેશ થયો. ગાયત્રી શિવરામના હીલિંગ અને અભિવ્યક્તિ પરના સેશન અને ફેશનમાં AI પર મારિષા લાખિયાનીની આંતરદૃષ્ટિએ શીખવાના અનુભવને વધુ સમૃદ્ધ બનાવ્યો.

આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એવોર્ડ્સ અને માન્યતા સેગમેન્ટ હતું, જેમાં એવા ઉદ્યોગસાહસિકોને સમ્માનિત કરવામાં આવ્યા હતા જેમણે મહત્વપૂર્ણ વ્યવસાયિક ઉપલ્બિઓ પ્રાપ્ત કરી છે. જેમણે તાજેતરમાં જ પોતાનું વેન્ચર શરૂ કર્યું હોય ત્યાંથી લઈને કરોડો રૂપિયાની આવક મેળવનારાઓ સુધીના સામેલ હતા. આ સમિટે હાર્વી શાહના માર્ગદર્શનની સફળતા અને પ્રભાવનો પુરાવો રજૂ કર્યો હતો.

આ વર્ષના સમિટના સમાપનની સાથે હાર્વી શાહ અને તેમની ટીમ આ પહેલની પહોંચ અને અસરને વિસ્તૃત કરવા માટે આતુર છે, જેથી કરીને એ સુનિશ્ચિત કરી શકાય કે ફેશન ઉદ્યમીઓને તેમના સાહસોને આગળ વધારવા માટે જરૂરી જ્ઞાન અને સમર્થન મળતું રહે.


Spread the love

Check Also

ટાટા મોટર્સે ભારતની ગ્રીન ફ્રેઇટ ક્રાંતિનો માર્ગ મોકળો કર્યો

Spread the loveગુજરાત, અમદાવાદ ૦૧ એપ્રિલ ૨૦૨૫: ભારતનું ટ્રકિંગ ક્ષેત્ર, જે દેશના 60% થી વધુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *