ડ્રાઇવિંગ બ્લોકચેન ઇનોવેશને પ્રોત્સાહન આપવું : અલ્ગો ભારતનો રોડ ટુ ઈમ્પેક્ટ ભારતનાવેબ3 ફ્યુચરને આકાર આપશે

Spread the love

ભારતીય બ્લોકચેન ઇકોસિસ્ટમનાફ્યુચરને આકાર આપવામાટે સમગ્ર ભારતમાં સ્ટાર્ટઅપ્સ અને ડેવલપર્સને પ્રોત્સાહન આપશે

સુરત 04 સપ્ટેમ્બર 2024: અલ્ગોરેન્ડ ફાઉન્ડેશનની ભારત પહેલ અલ્ગોભારત એ તાજેતરમાં રોડ ટુ ઇમ્પેક્ટ પહેલની સેકન્ડ એડીશનનો પ્રારંભ કર્યો છે. એલ્ગોરેન્ડ ફાઉન્ડેશન્સના ટેક લીડ ફોર ઈન્ડિયાના ડૉ. નિખિલ વર્માની નેતૃત્વમાં એક ટીમે દરેક કાર્યક્ર્મ સાથે આઠ શહેરોમાં પ્રવાસ કર્યો અને પ્રત્યેક કાર્યક્રમમાં યંગ Web3 ડેવલપર્સ અને સ્ટાર્ટઅપ ટીમો જોડાઈ છે. આ કાર્યક્રમ અંતર્ગત વર્કશોપની ચાર મહિનાની લાંબી પ્રક્રિયામાં સ્પર્ધા થશે. આ કાર્યક્રમનું સમાપન ડિસેમ્બરના શરૂઆતમાં ફાઉન્ડેશનની ઈન્ડિયા સમિટમાં થશે.

ભારત Web3 ડેવલપર્સ અને ઇનોવેશન માટે એક મહત્વપૂર્ણ હબ તરીકે ઉભરી રહ્યું છે. ઘણા બધા રિપોર્ટ્સ અનુસાર ભારત ઊભરતાં બજારોમાં અગ્રેસર છે અને કેટલાક રિસર્ચ દર્શાવે છે કે, બ્લોકચેન ડેવલપર્સમાં તેનો હિસ્સો 2018માં 3 ટકા હતો જે વધીને ગયા વર્ષે 12 ટકા થયો છે. ઘણા હેકાથોન અને અન્ય સામુદાયિક કાર્યક્રમોથી વિપરીત અલ્ગોભારત એ ભારતના વેબ3 ડેવલપર અને સ્ટાર્ટઅપ સમુદાયોને તેની રોડ ટુ ઈમ્પેક્ટ પહેલ સાથે જોડવા અને સમર્થન આપવા માટે વધુ વ્યાપક અભિગમને આગળ ધપાવ્યો છે, જે ડેવલપર્સને તેમની કુશળતાને આગળ વધારવા અને માર્કેટિંગ કરવામાં મદદ કરવા માટે ઊંડા સતત જોડાણની ફિલસૂફી પર આધારિત છે. આ મોડેલ ગ્રાઉન્ડ સપોર્ટ અને તાલીમ અને ઓપન સોર્સ પ્લેટફોર્મનો ઉપયોગ સતત પ્રદાન કરવા માટે રચાયેલ છે, જેથી સહભાગીઓ પોતાના કૌશલ્યને વાસ્તવિક દુનિયાના પ્રભાવની સાથે સ્કેલેબલ સોલ્યુશન્સમાં સમાવેશ કરવામાં સક્ષમ બની શકે. સ્કેલેબલ, સસ્ટેનેબલ, રીયલ વર્લ્ડ બ્લોકચેન સોલ્યુશન્સ માટે ઇકોસિસ્ટમ બનાવવાના ઉદ્દેશ્ય સાથે અલ્ગોભારત રોડ ટુ ઇમ્પેક્ટ, સામાજિક પડકારોને સંબોધીને આર્થિક વિકાસને આગળ ધપાવતા અને ટેકનોલોજીમાં વૈશ્વિક નેતૃત્વને પ્રોત્સાહન આપતા ડિજિટલી સશક્ત સમાજને પ્રોત્સાહન આપવાના ભારતના 2047ના વિઝન સાથે સંરેખિત થાય છે. સ્ટાર્ટઅપ્સ અને ડેવલપર્સને પ્રોત્સાહન આપવાની આ પહેલ બ્લોકચેન સોલ્યુશન્સના વિકાસને સમર્થન આપે છે, જે નવા બિઝનેસ મોડલ્સને સક્ષમ કરે છે અને ભારતને વેબ3 ઇનોવેશન માટે વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરે છે.

ભારતમાં અલ્ગોરેન્ડ ફાઉન્ડેશનના ટેક લીડ નિખિલ વર્માએ પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું કે, “ભારતના ડેવલપર કોમ્યુનિટીમાંથી ઉભરનારા જુનુન અને રચનાત્મકતા વાસ્તવમાં ખરેખર પ્રભાવશાળી છે. સુરતથી લઇને ત્રિવેન્દ્રમ શહેરો બ્લોકચેન સોલ્યુશન્સ પ્રદર્શિત કરી રહ્યાં છે, જે સ્થાનિક ઉદ્યોગોમાં ક્રાંતિ લાવી રહ્યાં છે. પછી ભલે એ સપ્લાય ચેઇનને આગળ વધારતા હોય અથવા આરોગ્ય સેવા અથવા MSME ધિરાણની ઍક્સેસમાં સુધારો કરતા હોય. આ ઈનોવેશન ગેમ ચેન્જર્સ છે, જે દર્શાવે છે કે ભારત બ્લોકચેન ક્રાંતિનો માત્ર ભાગ નથી પરંતુ તેનું નેતૃત્વ કરી રહ્યું છે. આ સ્વપ્નદ્રષ્ટા પ્રોજેક્ટ્સનું સમર્થન કરવા માટે અમે ગર્વ અનુભવી રહ્યા છીએ અને તેમને અલ્ગોરેન્ડ ઇકોસિસ્ટમમાં ખીલતા જોઈને રોમાંચિત છીએ.”

સ્ટાર્ટઅપ્સ માટે 2023ની ક્રિએટિંગ ઈમ્પેક્ટ ! પિચ કોમ્પિટિશનની સફળતાના આધાર પર અલ્ગોભારત પર્સનલ ડેવલપર્સની કુશળતાને પ્રોત્સાહન આપવા અને વેબ3 ડેવલપર પ્રતિભાની વધતી જતી વૈશ્વિક માંગને પહોંચી વળવા પોતાના કૌશલ્યનું માર્કેટિંગ કરવામાં મદદ કરવા માટે ડેવલપર ટ્રેક ઉમેરી રહ્યું છે.

અલ્ગોભારત રોડ ટુ ઇમ્પેક્ટ જર્ની આઠ શહેરો જેમ કે ,ઇન્દોર, સુરત, દિલ્હી, ત્રિવેન્દ્રમ, પુણે, બેંગ્લોર, હૈદરાબાદ અને કોલકાતામાંથી પસાર થઈ છે અને આખરે એલ્ગોરેન્ડ ઈન્ડિયા સમિટમાં ડેવલપર્સ, આંત્રપ્રિન્યોર્સ, એક્ઝિક્યુટિવ્સ, ઇન્વેસ્ટર, પોલીસી ઓફિસિયલ અને અન્ય વિચારશીલ લીડર્સને એકસાથે લાવશે. હૈદરાબાદમાં 7 અને 8 ડિસેમ્બરે સમિટ બ્લોકચેન સોલ્યુશન્સની સંભવિતતા પર પ્રકાશ પાડશે, જેમાં સ્ટાર્ટઅપ કોમ્પિટિશન અને ડેવલપર ટ્રેકના વિજેતાઓ તેમના વિચારોનું પ્રદર્શન કરશે. જેમાં સહભાગીઓ નાણાકીય પુરસ્કારો અને મેઈનનેટ ડિપ્લોયમેન્ટ સપોર્ટ માટે ALGO ક્રેડિટ સહિત રોમાંચક પુરસ્કારો માટે પ્રતિસ્પર્ધા કરશે.


Spread the love

Check Also

સત્યા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના લોકો માટે મફત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Spread the loveસત્યા શક્તિ ફાઉન્ડેશને સત્યા માઇક્રોકેપિટલ લિમિટેડ સાથે મળીને મફત મેગા હેલ્થ ચેક-અપ અભિયાનનું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *