લાસ્ટ માઇલ પરિવહનનું વિદ્યુતીકરણ: ટાટા મોટર્સ અને મેજેન્ટા મોબિલિટી આ ક્ષેત્રમાં અગ્રણી

Spread the love

મુંબઈ, 15 નવેમ્બર 2024: ભારતીય લાસ્ટ-માઈલ લોજિસ્ટિક્સ સેકટરમાં ઝડપી પરિવર્તન થઇ રહ્યું છે, તેનું કારણ કાર્યક્ષમ, અસરકારક- ખર્ચ અને ટકાઉ ઉકેલોની વધતી માંગ છે. આ ફેરફારમાં મોખરે મેજેન્ટા મોબિલિટી છે – એક સંકલિત ઇલેક્ટ્રિક મોબિલિટી સમાધાન પ્રદાતા, જે ટાટા મોટર્સના ‘એસ ઇવી-ઇન્ડિયા’ના સૌથી અદ્યતન, શૂન્ય-ઉત્સર્જન, ફોરવ્હિલના નાના કોમર્શિયલ વાહનની ઉચ્ચ કમાણી ક્ષમતાઓ અને માલિકીની ઓછી કુલ કિંમત (TCO)નો લાભ ઉઠાવીને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં એક મુખ્ય ખેલાડી તરીકે ઉભરી આવી છે. Ace EV ને તેમના કાફલામાં સામેલ કરીને મેજેન્ટા મોબિલિટી છેલ્લા-માઈલ ડિલિવરીના ધોરણોને ફરીથી વ્યાખ્યાયિત કરી રહી છે, જે ઓપરેશનલ કાર્યક્ષમતા અને ટકાઉપણુંમાં બેજોડ સફળતા પ્રાપ્ત કરી રહી છે.

ટાટા એસ ઇવી એ મેજેન્ટા મોબિલિટીને ઉચ્ચ પ્રદર્શન અને વિશ્વસનીયતા જાળવી રાખીને ઓછા કાર્બન ફૂટપ્રિન્ટ સાથે તેમના સંચાલનને ચલાવવામાં સક્ષમ બનાવ્યું છે. Ace EV વિવિધ રૂટ પર સુસંગત, અસરકારક-ખર્ચ અને સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરીને છેલ્લા-માઇલ લોજિસ્ટિક્સ ક્ષેત્રની માંગને પૂરી કરવા માટે આદર્શ રીતે અનુકૂળ છે.

મેજેન્ટા મોબિલિટીના સ્થાપક અને સીઇઓ શ્રી મેક્સસન લુઇસે જણાવ્યું હતું કે, “એક જન્મજાત ઇલેક્ટ્રિક કાર્ગો ફ્લીટ ઓપરેટર તરીકે અમે બજારમાં હલચલ મચાવવા માટે યોગ્ય વાહનની રાહ જોઈ રહ્યા હતા. Ace EV આ જરૂરિયાત માટે સંપૂર્ણ રીતે અનુરૂપ છે, જે ફોર-વ્હિલ ઇલેક્ટ્રિક સેગમેન્ટની જરૂરિયાત પ્રમાણે વધુ પેલોડ ક્ષમતા અને લાંબી રેન્જ પૂરી પાાડે છે. એસ ઇવી એ અમારા સંચાલનને કેટલીક હદ સુધી વધારી દીધું છે, જેનાથી અમને એક સ્થાયી સમાધાન અને બેજોડ ક્ષમતા, ઉચ્ચ અપટાઇમ અને નફાકારકતા મળી છે. એસ ઇવીની શ્રેષ્ઠ રેન્જ અને પેલોડ ક્ષમતાની સાથે અમે લોજિસ્ટિક્સને ડીકાર્બોનાઈઝ કરતા અમારા વ્યવસાયને અનુકૂલિત કરવામાં સક્ષમ થયા છીએ. ટાટા મોટર્સની સાથે આ સહયોગે અમારા વ્યવસાયિક લક્ષ્યોને નેટ-જીરો કાર્બન ભવિષ્ય પ્રાપ્ત કરવાના વ્યાપક મિશનની સાથે સંરેખિત કરવાની મંજૂરી આપી છે.

અમારા ગ્રાહકોના સહયોગથી વિકસિત ટાટા એસ ઈવી જે આધુનિક વ્યવસાયની માંગને સંતોષતા નવીન, શૂન્ય-ઉત્સર્જન ઉકેલો ઓફર કરવા માટે ટાટા મોટર્સની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. દેશભરમાં 200 થી વધુ સમર્પિત ઇલેક્ટ્રિક વાહન સેવા કેન્દ્રો દ્વારા સમર્થિત એસ ઇવીમાં એક અદ્યતન બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ અને ‘ફ્લીટ એજ’ ટેલિમેટિક્સ છે, જે વાહનની સ્થિતિ, આરોગ્ય, સ્થાન અને ડ્રાઇવરની વાસ્તવિક સમયની માહિતીની સાથે વાહનના અપટાઇમ અને માર્ગ સલામતીને સુધારવા માટે સ્માર્ટ તકનીકોનો ઉપયોગ કરે છે. Ace EVs એ કુલ મળીને ~99% અપટાઇમ સાથે કુલ 5 કરોડ કિમીથી વધુનું અંતર કવર કર્યું છે, જે વાસ્તવિક દુનિયાની કામગીરીમાં તેમની વિશ્વસનીયતા અને કાર્યક્ષમતા દર્શાવે છે. એસ ઇવી 600kg અને 1000kg પેલોડ વિકલ્પોમાં ઉપલબ્ધ છે, જેને ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો અને એપ્લિકેશનો માટે તૈયાર કરવામાં આવી છે. એસ ઇવી ને તેના ગ્રાહકો તરફથી નોંધપાત્ર સફળતા અને પ્રશંસા મળી છે અને તે ભારતની સૌથી પ્રિય ઇલેક્ટ્રિક SCV બની રહી છે.


Spread the love

Check Also

ઝેવિયર એપ્ટિટ્યુડ ટેસ્ટ 2025 રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 30મી નવેમ્બર, 5મી જાન્યુઆરીએ એક્ઝામ યોજાશે

Spread the loveભારત 20મી નવેમ્બર 2024: ઝેવિયર એપ્ટિટ્યુડ ટેસ્ટ (XAT), એક પ્રીમિયર નેશનલ લેવલની MBA …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *