EaseMyTripએ અત્યાર સુધીમાં સૌથી વધુ ઇબીઆઇટીડીએ હાંસલ કરી

Spread the love

FY24ની ઇબીઆઇટીડીએ રૂ. 2282 મિલીયન

ભારતમાં અનેક ઓનલાઇન ટ્રાવેલ ટેક પ્લેટફોર્મ્સમાંની એક EaseMyTrip.comએ આ ત્રિમાસિક ગાળા દરમિયાન પોતાની ગતિ ટકાવી રાખી છે. જેમાં Q4FY24 માટે પ્રવૃત્તિઓમાંથી થયેલી આવક રૂ. 1,640 મિલીયન થઇ છે, જે વાર્ષિક ધોરણે 41%ની વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે ઇબીઆઇટીડીએ વાર્ષિક ધોરણે 24% વધીને રૂ. 577 મિલીયન થઇ છે અને કર પૂર્વેનો નફો વાર્ષિક 24%ની વૃદ્ધિ સાથે રૂ. 577 મિલીયન થયો છે. વધુમાં કુલ બુકીંગ આવક (જીબીઆર) Q4FY24માં રૂ. 20,900ની રહી હતી.

Q4 FY24માં અમારા હવાઇ સિવાયના સેગમેન્ટમાં તંદુરસ્ત વૃદ્ધિ જોવા મળી હતી, જેમાં કુલ હોટેલ બુકીંગ્સ 39% વધીને 1.4 લાખ થયા હતા, અને અન્ય બુકીંગ્સ 53% વધીને 2.7 લાખ થયા હતા. FY24 માટે હોટેલ નાઇટ બુકીંગ્સ અન્ય બુકીંગ્સ અનુક્રમે 49% વધીને 5.2 લાખ અને 67% વધીને 10.4 લાખ થયા હતા.

FY24માં પ્રવૃત્તિઓમાંથી થયેલી આવક વાર્ષિક ધોરણે 32% વધીને રૂ. 5906 મિલીયન થઇ હતી. જ્યારે ઇબીઆઇટીડીએ વાર્ષિક ધોરણે 19% વધીને રૂ, 2,282 મિલીયન થઇ છે અને કર પૂર્વેનો નફો વાર્ષિક ધોરણે 16% વધીને રૂ. 2,151 મિલીયન થયો છે. આ મજબૂત પ્રદર્શન EaseMyTripની સતત ગતિ પર ભાર મુકે છે અને ઉદ્યોગમાં બહુ ઓછી આધુનિક ટેક કંપનીઓમાંની એક તરીકેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. વધુમાં, કંપનીએ FY24માં રૂ. 85,126 મિલીયનની જીબીઆર હાંસલ કરી છે જે તેની માર્કેટ સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.

આ ત્રિમાસિક ગાળામાં અને FY24માં મજબૂત નાણાંકીય પ્રદર્શન હાંસલ કરવા ઉપરાંત EaseMyTripએ પોતાની જાતને વૃદ્ધિલક્ષી કંપની તરીકે સ્થિત કરવા માટે નોંધપાત્ર સહયોગો કરવાનો પ્રારંભ કર્યો છે. ભારતના ઇતિહાસમાં એક નોંધપાત્ર કહી શકાય તેવી ઘટનામાં કંપનીએ જીવાણી હોસ્પિટાલિટીમાં 50% હિસ્સો ખરીદ્યો હતો અને અયોધ્યા સિટીમાં 150 રુમની રેડીસન બ્લ્યુ હોટેલ વિકસાવવા માટે રેડીસન હોટેલ ગ્રુપ સાથે ભાગીદારી કરી છે. આ વ્યૂહાત્મક પગલું હોટેલને તાજેતરમા સ્થપાયેલા રામ મંદિરની નજીક લઇ જાય છે, તેમજ તેના આકર્ષણ અને દૈનિક 1.5 લાખ મુલાકાતીઓ માટે ઉપભોગ્યતા (ઍક્સેસિબીલીટી) ઊભી કરે છે.

આ ત્રિમાસિક ગાળામાં, EaseMyTripએ રૂ. 7.9 ટિર્લીયન ઇન્સ્યોરન્સ માર્કેટમાં પોતાની સેવાઓને લઇ જવા માટે તેની નવી સંપૂર્ણ માલિકીની પેટાકંપની, EaseMyTrip ઇન્સ્યોરન્સ બ્રોકર પ્રાયવેટ લિમીટેની પણ સ્થાપના કરી છે.

EaseMyTrip એ સરકાર સાથે પોતાનો સહયોગ વધુ ગાઢ બનાવ્યો છે, જે વિઙાજિત ઉદ્દેશોને સંયુક્ત ધોરણે અનુસરવા માટે એક મજબૂત જોડાણની સ્થાપના કરે છે. તે CS ઇ-ગવર્નન્સ સર્વિસીઝ લિમીટેડ માટે સૌપ્રથમ ટ્રાવેલ ભાગીદાર તરીકે ઉભરી આવી છે, જે ફ્લાઇટ, હોટેલ, બસ, કેબ, હોલિડે અને એક્ટીવિટી સહિતની ટ્રાવેલ સેવાઓ 8 લાખ વિલેજ લેવલ એન્યરપ્રિન્યોર્સ (VLE)ને પ્રદાન કરે છે. આ સમર્પિત VLEs, CSCનું પ્રતિનિધિત્વ કરે છે, જે નાગરિકોને મુખ્ય ઓફરિગ્સમાં ટ્રાવેલ સેવાઓમાંની એક ટ્રાવેલ સેવાઓ સાથે વિવિધ પ્રકારની સેવાઓ પ્રદાન કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. વધુમાં તેણે લખપતિ દીદી યોજના હેઠળ કૌશલ્ય તાલીમ મારફતે મહિલાઓના સ્વ-સહાય જૂથોને સશક્ત બનાવવા ગ્રામિણ વિકાસ મંત્રાલય સાથે ભાગીદારી કરી છે. જે મહિલા સશક્તીકરણની દિશામાં એક આગવુ કદમ છે.

પોતાના EaseMyTrip ફાઉન્ડેશન અને CSRમાં યોગદાન મારફતે કંપનીએ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI) સાથે એક સમજૂતિ કરાર પણ કર્યા છે. આ ભાગીદારીનો હેતુ સરકારના એડોપ્ટ  હેરિટેજ 2.0 પ્રોગ્રામના ભાગરૂપે EaseMyTrip ફાઉન્ડેશનને ભારતના ચાર ઐતિહાસિક સ્મારકો તરીકે Smārak Särathi (મોન્યુમેન્ટ મિત્ર) તરીકે નિર્દિષ્ટ કરવાનો છે. નિર્દિષ્ટ Smārak Särathi તરીકે, EaseMyTrip ચાર પ્રતિષ્ઠિત ઐતિહાસિક સ્મારકો જેમ કે દિલ્હીના કુતુબ મિનાર, કોણાર્કના સૂર્ય મંદિર, આગ્રાનો કિલ્લો અને ખજુરાહોના મંદિરોના પશ્ચિમી જૂથ જે વાર્ષિક 60 લાખ મુલાકાતીઓની હાજરી અનુભવે છે તેની જાળવણી અને વિસ્તરણ માટે જવાબદાર રહેશે.

કંપનીએ પોતાના પ્રોડક્ટ્સ અને સેવાઓની અસંખ્ય શ્રેણીને વિસ્તારવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે જેથી ટ્રાવેલ જરૂરિયાતો માટે વ્યાપક ઉકેલ પૂરો પાડી શકાય. આ અભિગમને અપનાવતા, EaseMyTripએ પંજાબ નેશનલ બેન્કના સહયોગથી “PNB EMT ક્રેડિટ કાર્ડ” રજૂ કર્યુ છે જેથી પીએનબીની દેશભમાં 10,100થી વધુ શાખા નેટવર્ક દ્વારા પીએનબીના કરોડો ગ્રાહકો સુધી પહોંચવામાં EaseMyTripને મદદ મળી રહેશે.

વધુમાં, EaseMyTripએ પોતાના પ્લેટફોર્મ મારફતે સેલ્ફ કાર રેન્ટલ્સ પ્રદાન કરવા માટે ઝૂમ કાર સાથે ભાગીદારી કરીને પોતાના ગ્રાહકો માટે ટ્રાવેલ સુગમતામાં વધારો કર્યો છે.

EaseMyTrip આ ત્રિમાસિક ગાળામાં ઈન્દોર, ગુરુગ્રામ અને જલગાંવમાં 4 ફ્રેન્ચાઈઝી સ્ટોર્સ શરૂ કરીને દેશભરમાં વ્યૂહાત્મક રીતે ફિઝીકલ ફ્રેન્ચાઈઝી સ્ટોર્સ ખોલીને તેની સ્થાનિક હાજરીમાં વધારો કરવા માટે સમર્પિત છે, જે ટ્રાવેલ સેવાઓની સુલભતા વધારવા માટે કંપનીની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

કંપનીએ તેનો પ્રથમ રાષ્ટ્રવ્યાપી રોડ શો યોજ્યો હતો જેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રના સમૃદ્ધ પ્રવાસન ઉદ્યોગમાં વ્યવસાયિક જોડાણો અને સંવાદને પ્રોત્સાહન આપવાનો હતો. આ પહેલમાં કોલકાતા, રાયપુર, નાગપુર, ઇન્દોર સહિતના શહેરોમાં રોડ શો જોવા મળ્યો અને 1800+ B2B એજન્ટોએ ભાગ લીધો હતો. આ પહેલ EaseMyTrip દ્વારા તાજેતરમાં હસ્તગત કરેલી સ્થાનિક ટ્રાવેલ બ્રાન્ડ્સ, ગાઈડલાઈન ટ્રાવેલ્સ અને ડૂક ટ્રાવેલ્સ સાથેના ગાઢ સહયોગથી હાથ ધરવામાં આવી હતી.

છેલ્લે, EaseMyTripને SATTE ઈન્ડિયા એવોર્ડ્સ દ્વારા ઓનલાઈન ટ્રાવેલ એજન્ટ ઓફ ધ યરના પ્રતિષ્ઠિત ટાઇટલથી સન્માનિત કરવામાં આવી છે અને શ્રેષ્ઠ ઓનલાઈન ટ્રાવેલ એજન્સી માટે વર્સેટાઈલ એક્સેલન્સ ટ્રાવેલ એવોર્ડ (VETA) 2024થી પણ ઓળખવામાં આવી છે. આ પ્રશસ્તિઓ EaseMyTripની શ્રેષ્ઠતા, નવીનતા અને સમગ્ર રાષ્ટ્રના પ્રવાસીઓની જરૂરિયાતોને પૂરી કરતી વ્યાપક ટ્રાવેલ ઇકોસિસ્ટમની રચના માટે પ્રતિબદ્ધતાનો પુરાવો છે. 

Q4 FY24 મુખ્ય પ્રગતિઓ

બિઝનેસ વિસ્તરણ

EaseMyTripએ પોતાની તાજેતરની પેટાકંપની EaseMyTrip ઇન્સ્યોરન્સ બ્રોકર પ્રાયવેટ લિમીટેડ શરૂ કરી છે. આ પહેલ કંપનીના પોતાના પોર્ટફોલિયો વિસ્તૃત બનાવવાની પ્રતિબદ્ધતા અને ઉદભવતી ગ્રાહકોની માંગને સંબોધિત કરતા ખાસ ઉકેલ સાથે ઇન્સ્યોરન્સ સેકટરમાં ઝંપલાવવાની પ્રતિબદ્ધતા પર ભાર મુકે છે. નવા સાહસની સ્થાપના EaseMyTripની માર્કેટમાં હાજરીને વધુ મજબૂત બનાવવા સજ્જ છે, જે પ્રવર્તમાન ~26 વપરાશકર્તાઓની સંખ્યાં સાથે રૂ. 7.9 ટ્રિલીયનનું ટર્નઓવર ધરાવતા ઉદ્યોગને લક્ષ્યાંક બનાવે છે. ઇન્સ્યોરન્સ બ્રોકરેજમાં ઝંપલાવતા કંપની ફક્ત પોતાની સેવાઓના વ્યાપને વિસ્તૃત બનાવે છે તેવુ નથી પરંતુ વૈવિધ્યકૃત્ત બિઝનેસ ઓપરેશન્સ અને આવક વૃદ્ધિ માટે પણ માર્ગ મોકળો કરે છે.

વ્યૂહાત્મક ભાગીદારી

EaseMyTripએ જીવાણી ગ્રુપમાં 50% હિસ્સો ખરીદ્યો છે અને રેડીસન હોટેલ ગ્રુપ સાથે અયોધ્યા શહેરમાં 150 રુમની રેડીસન બ્લ્યુ હોટેલ વિકસાવવા માટે ભાગીદારી કરી છે. આકાર લેનારી રેડીસન બ્લ્યુ હોટેલ 2027માં ખુલે તેવી સંભાવના છે જે અયોધ્યાની મુલાકાત લેતા દૈનિક 1.5 લાખ મુસાફરોની નોધપાત્ર માંગને સંતોષે તે પ્રકારેનો ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ રજૂ કરે છે.

સરકાર સાથે જોડાણો

EaseMyTriએ લખપતિ દીદી યોજના હેઠળ દીનદયાળ અંત્યોદય યોજના – નેશનલ રુરલ લાઇવલીહૂડ મિશન સેલ્ફ-હેલ્પ ગ્રુપના સભ્યોને તાલીમ પૂરી પાડવા માટે ગ્રામિણ વિકાસ મંત્રાલય સાથે એમઓયુ કર્યા છે. આ પહેલની ડિઝાઇન ~1.8 કરોડથી વધુ દીદીઓઓને તેમની ઉદ્યોગસાહસિક ક્ષમતાઓ વિકસાવવા અને તેમને નાણાંકીય સ્વતંત્રતા હાંસલ કરવા સશક્ત બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે.

EaseMyTripએ કોમન સર્વિસ સેન્ટર (CSC) ઇ-કોમર્સ સર્વિસીઝ લિમીટેડ સાથે સહયોગ કર્યો છે જે તેને પ્રથમ ટ્રાવેલ ભાગીદાર તરીકે સ્થિત કરે છે જેથી ફ્લાઇટ, હોટેલ, હોલિડે, બસ, કેબ અને CSCની પ્રવૃત્તિઓ અને 8 લાખ જેટલા VLEના વિસ્તૃત નેટવર્ક સહિત વ્યાપક મુસાફરી ઉકેલો પૂરા પાડી શકાય.  સમર્પિત VLEs નાગરિકોને વિવિધ સેવાઓ પૂરી પાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, જેમાં ટ્રાવેલ સેવા મુખ્ય ઓફરિંગ છે.

EaseMyTripની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, EaseMyTrip ફાઉન્ડેશને હેરિટેજ સ્મારકોની જાળવણી, નિભાવ અને મુલાકાતીઓના અનુભવને વધારવાના ઉદ્દેશ્યથી એક વ્યાપક યોજનાનું નેતૃત્વ કરવા માટે સરકારના એડોપ્ટ અ હેરિટેજ 2.0 પ્રોગ્રામના ભાગ રૂપે સરકાર સાથે ભાગીદારી કરી છે. આ સહયોગી પ્રયાસમાં આ સ્થળોના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ, ઓન-સાઈટ સુવિધાઓની જોગવાઈ અને શૈક્ષણિક પહેલનો સમાવેશ થાય છે. નિર્દિષ્ટ Smārak Särathi તરીકે, EaseMyTrip ચાર પ્રતિષ્ઠિત ઐતિહાસિક સ્મારકોની જાળવણી અને વિસ્તરણ માટે જવાબદાર રહેશે: જેમા દિલ્હીમાં કુતુબ મિનાર, કોણાર્કમાં સૂર્ય મંદિર, આગ્રાનો કિલ્લો અને ખજુરાહોમાં વેસ્ટર્ન ગ્રૂપ ઑફ ટેમ્પલ્સ, જે વાર્ષિક 60 લાખથી વધુ મુલાકાતીઓની હાજરી અનુભવી રહ્યા છે તેનો સમાવેશ થાય છે..

કોર્પોરેટ ટ્રાવેલ સોલ્યુશન્સ

EaseMyTripએ SaaS ફિનટેક કંપની ઝેગ્ગલ પ્રિપેડ ઓશન સર્વિસીઝ લિમીટેડ સાથે પોતાની ભાગીદારીની ઘોષણા કરી છે, જે કોર્પોરેટસ માટે ખર્ચ વ્યવસ્થાપન ઉકેલોમાં નિષ્ણાત છે. આ સહયોગનો હેતુ સંકલિત ટ્રાવેલ અને ખર્ચ વ્યવસ્થાપન ઉકેલો EaseMyTripના કોર્પોરેટ ગ્રાહકોને આપવાનો છે. આ ભાગીદારી દ્વારા EaseMyTripના કોર્પોરેટ ગ્રાહકો ઝેગલ એક્સપેન્સ મેનેજમેન્ટ સિસ્ટમ (EMS) પ્લેટફોર્મ પર સરળતાથી પ્રવેશી શકશે.

નવી પ્રોડક્ટનું લોન્ચીંગ

EaseMyTrip એ PNB EMT ક્રેડિટ કાર્ડ રજૂ કરવા માટે પંજાબ નેશનલ બેંક (PNB) સાથે સહયોગ કર્યો છે. આ કાર્ડ ફ્લાઇટ બુકિંગ પર 10% ડિસ્કાઉન્ટ, હોટેલ બુકિંગ પર 20% ડિસ્કાઉન્ટ અને બસ બુકિંગ પર ફ્લેટ રૂ. 125ની છૂટ આપે છે. વધુમાં, PNB EMT ક્રેડિટ કાર્ડ સુરક્ષિત અને મુશ્કેલી-મુક્ત કોન્ટેક્ટલેસ ચૂકવણી માટે બિલ્ટ-ઇન વૉલેટ ધરાવે છે.  પીએનબી તેની 10,000થી વધુ દેશભરમાં સ્થાનિક શાખાઓના નેટવર્ક દ્વારા લાખ્ખો ગ્રાહકો ધરાવે છે.

રોડશો

EaseMyTripએ પ્રથમ રાષ્ટ્રવ્યાપી રોડ શો યોજ્યો હતો જેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રના સમૃદ્ધ પ્રવાસન ઉદ્યોગમાં વ્યવસાયિક જોડાણો અને સંવાદનું સંવર્ધન કરવાનો હતો. આ પહેલમાં કોલકાતાથી શરૂ થતા 12 શહેરોમાં રોડ શો અનુભવાયા હતા અને 1800થી વધુ B2B એજન્ટોએ ભાગ લીધો હતો. આ પહેલ EaseMyTrip દ્વારા તાજેતરમાં હસ્તગત કરેલી સ્થાનિક ટ્રાવેલ બ્રાન્ડ્સ, ગાઈડલાઈન ટ્રાવેલ્સ અને ડૂક ટ્રાવેલ્સ સાથેના ગાઢ સહયોગથી હાથ ધરવામાં આવી હતી.

ફ્રેંચાઇજી બિઝનેસને વિસ્તૃત બનાવવો

EaseMyTripએ ગુરુગ્રામમાં બે ફ્રેન્ચાઇઝી સ્ટોર્સની શરૂઆત સાથે ઇન્દોર અને જલગાંવમાં તેના પ્રથમ ફિઝીકલ સ્ટોર્સનું ઉદઘાટન કર્યું હતુ. આ ફ્રેન્ચાઇઝ સ્ટોર્સનું લોન્ચિંગ ડિજિટલ અને ફિઝીકલ ચેનલોના મિશ્રણ દ્વારા મુસાફરી સેવાઓની સુલભતા વધારવા માટે EaseMyTripની સમર્પિતતાને દર્શાવે છે. ગ્રાહકો હવે હવાઈ અને હોટેલ બુકિંગ, બસ અને રેલ રિઝર્વેશન, ગ્રુપ ટ્રાવેલ પેકેજ, વિઝા એપ્લિકેશન્સ અને વિશિષ્ટ વેકેશન, ક્રૂઝ અને ચાર્ટર વિકલ્પો સહિતની મુસાફરી સંબંધિત સેવાઓની વિશાળ શ્રેણીમાં ઍક્સેસ કરી શકે છે.

એવોર્ડઝ અને માન્યતા

EaseMyTrip એ નોંધપાત્ર માન્યતા હાંસલ કરી છે, જેને SATTE ઇન્ડિયા એવોર્ડ્સ દ્વારા ઓનલાઈન ટ્રાવેલ એજન્ટ ઓફ ધ યર તરીકે સન્માનિત કરવામાં આવી છે અને શ્રેષ્ઠ ઓનલાઈન ટ્રાવેલ એજન્સી માટે વર્સેટાઈલ એક્સેલન્સ ટ્રાવેલ એવોર્ડ (VETA) 2024 પ્રાપ્ત થયો છે. આ પ્રતિષ્ઠિત પ્રશસ્તિઓ EaseMyTripના ઉત્કૃષ્ટતા, નવીનતા અને પ્રવાસીઓની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે તૈયાર કરાયેલ વ્યાપક ટ્રાવેલ ઇકોસિસ્ટમના વિકાસ માટેની સમર્પિતતા પર ભાર મુકે છે. 

EaseMyTripએ ત્યાર સુધીમાં સૌથી વધુ ઇબીઆઇટીડીએ હાંસલ કરી

FY24 EBITDA રૂ. 2282 મિલીયન

FY24ની પ્રવૃત્તિમાંથી થયેલી સંયુક્ત આવક રૂ. 5,906 મિલીયન; વાર્ષિક ધોરણે 32% વધુ

FY24ની ઇબીઆઇટીડીએ રૂ. 2,282 મિલીયન; વાર્ષિક ધોરણે 19% વધુ અને માર્જિન 37%

શેરદીઠ પુનઃદર્શાવેલી કમાણી રૂ. 0.89

નવી દિલ્હી, 24 મે, 2024: ઇઝી ટ્રીપ પ્લાનર્સ (BSE: 543272 | NSE: EASEMYTRIP)એ પોતાના Q4 અને FY24 પરિણામોની ઘોષણા કરી છે. કંપની ટ્રાવેલ બુકીંગ્સ સેવાઓના વિસ્તૃત વ્યાપને રજૂ કરે છે, તેમજ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ~26 મિલીયન ગ્રાહકોની માંગને કુશળતાથી પૂરી કરે છે. ફ્લાઇટ, હોટેલ, ગોલિડેઝ, બસ, કેબ્સ અને વધુ જેવી અસંખ્ય ટ્રાવેલ સેવાઓ પૂરી પાડે છે. EaseMyTrip ગ્રાહકોને કાર્યક્ષમતાપૂર્વ શોધ કરવા, આયોજન કરવા અને ટ્રાવેલ સંબંધિત સેવાઓ ભારતમાં અને આંતરરાષ્ટ્રીય એમ બન્ને સ્તરે પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

Q4 FY24 વિ Q4 FY23 પર્ફોમન્સના મુખ્ય અંશો

  • હોટેલ નાઇટ બુકીંગ્સ 39% વધીને 4 લાખ થયા હતા અને સેગમેન્ટની આવકમાં 12% યોગદાન આપે છે
  • ટ્રેઇન, બસ અને અન્ય સેગમેન્ટના બુકીંગ્સમાં 53%નો વધારો થઇને 2.7 લાખ થયા, જે સેગમેન્ટની આવકમાં 8%નો હિસ્સો આપે છે
  • કુલ બુકીંગ આવક રૂ. 20,900 મિલીયન હતી
  • ઇબીઆઇટીડીએ 24% વધીને રૂ. 577 મિલીયન થઇ હતી
  • PBT 24% વધીને રૂ. 551 મિલીયન થયો હતો

FY24 વિ FY23 પર્ફોમન્સના મુખ્ય અંશો

  • હોટેલ નાઇટ બુકીંગ્સ 49% વધીને 2 લાખ થયા હતા અને સેગમેન્ટની આવકમાં 9% યોગદાન આપે છે
  • ટ્રેઇન, બસ અને અન્ય સેગમેન્ટના બુકીંગ્સમાં 67%નો વધારો થઇને 4 લાખ થયા, જે સેગમેન્ટની આવકમાં 9%નો હિસ્સો આપે છે
  • કુલ બુકીંગ આવક 6% વધીને રૂ. 85,126 મિલીયન હતી
  • ઇબીઆઇટીડીએ 19% વધીને રૂ. 2,282 મિલીયન થઇ હતી
  • PBT 16% વધીને રૂ. 2,151 મિલીયન થયો હતો

પરિણામોની ઘોષણા કરતા ઇઝી ટ્રીપ પ્લાનર્સના સીઇઓ અને સહ-સ્થાપક નિશાંત પીત્તીએ ટિપ્પણી કરતા જણાવ્યુ હતુ કે:

“અમને એ ઘોષણા કરતા ખુશી થાય છે કે ત્રિમાસિક ગાળા દરમિયાન પ્રવૃત્તિઓમાંથી થયેલી આવક વાર્ષિક ધોરણે 41% વધીને રૂ. 1,640 મિલીયન થઇ છે. જ્યારે ઇબીઆઇટીડીએ વાર્ષિક ધોરણે 24% વધીને રૂ. 577 મિલીયન થઇ છે અને અમારો પીબીટી વાર્ષિક ધોરણે 24% વધીને રૂ. 550.7 મિલીયનનો થયો હતો, જે નફાકારતા પરત્વેની અમારા પ્રતિબદ્ધતા દર્શાવે છે. તે જ રીતે FY24માં પ્રવૃત્તિઓમાંથી થયેલી અમારી આવકમાં 32%નો વધારો થઇને રૂ. 5,906 મિલીયન થઇ છે. FY2024 દરમિયાન ઇબીઆઇટીડીએ રૂ. 2,282 મિલીયન હતી જેમાં વાર્ષિક 19%ની વૃદ્ધિ થઇ હતી અને અમારો PBT વાર્ષિક ધોરણે 16% વધીને રૂ. 2,151 મિલીયન થયો હતો. જ્યારે કુલ બુકીંગ આવક Q4FY24 અને FY24માં અનુક્રમે રૂ. 20,900 મિલીયન અને રૂ. 85,126 મિલીયન છે.

Q4FY24માં અમે અયોધ્યામાં 150 રુમની લક્ઝુરિયસ રેડીસન બ્લ્યુ હોટેલ વિકસાવવા માટે જીવાણી હોસ્પિટલિટીમાં 50% હિસ્સો ખરીદ્યો છે, તે રીતે 1.5 લાખ દૈનિક મુસાફરોને સેવા પ્રદાન કરવા અમારા પોર્ટફોલિયોને ઉચ્ચ ગુણવત્તાવાળી હોસ્પિટલાલિટી સાથે વિસ્તૃત બનાવ્યો છે. અમે અમારા બિઝનેસને વૈવિધ્યકૃત્ત કર્યો છે અને નવી પેટાકંપની EaseMyTrip ઇન્સ્યોરન્સ બ્રોકર પ્રાયવેટ લિમીટેડને લોન્ચ કરીને અમારા ગ્રાહકોને વધુ સારી સેવા આપવા માટે અમારી સેવામાં વધારો કર્યો છે, જે રૂ. 7.9 ટ્રિલીયનનું ટર્નઓવર ધરાવતા ઇન્સ્યોરન્સ ઉદ્યોગમાં અમારા પ્રવેશને અંકિત કરે છે. આ પગલું અમને ગ્રાહકોની મુસાફરી ઉપરાંતની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપે છે. વધુમાં અમે સરકાર અને સંસ્થાઓ સાથે ભાગીદારીનું નિર્માણ કરવાં સક્રિય છીએ અને અમારી ઓફલાઇન ઘરેલુ હાજરીમાં ફ્રેંચાઇઝી સ્ટોર્સ મારફતે વધારો પણ કર્યો છે.’’

‘’આ અનેક પહેલ ટ્રાવેલ અને નાણાંકીય સેવા ક્ષેત્રોમાં ભાગીદારીને મજબૂત બનાવવાની અમારી પ્રતિબદ્ધતા પર ભાર મુકે છે અને ગ્રાહક સંતોષમાં વધારો કરે છે. અમે અમારા ગ્રાહકોને ઉત્કૃષ્ટતા સાથે સેવા આપવાનું ચાલુ રાખવાની અપેક્ષા સેવીએ છીએ અને માર્કેટમાં વિકસતી જરૂરિયાતોને પહોંચી વળવા અમારી ઓફરિંગ્સમાં વધારો કરી રહ્યા છીએ.”

Q4 FY24ના સંયુક્ત પર્ફોમન્સના મુખ્ય અંશો

સંયુક્ત Q4 Y-o-Y Q3 Q-o-Q FY24 FY23 Y-o-Y
(રૂ. મિલી.) FY24 FY23 FY24
પ્રવૃત્તિઓમાંથી થયેલી આવક 1,640.4 1,165.9 40.7% 1,607.9 2.0% 5,905.8 4,488.3 31.6%
કુલ આવક 1,725.7 1,207.9 42.9% 1,653.1 4.4% 6,090.9 4,642.0 31.2%
ઇબીઆઇટીડીએ 576.7 466.3 23.7% 653.7 (11.8)% 2,281.9 1,912.5 19.3%
ઇબીઆઇટીડીએ માર્જિન% 33.4% 38.6%   39.5%   37.5% 41.2%  
PBT 550.7 444.3 24.0% 602.6 (8.6)% 2,150.6 1,849.4 16.3%
PBT માર્જિન% 31.9% 36.8%   36.5%   35.3% 39.8%  
PAT 391.2 310.6 26.0% 456.8 (14.4)% 1,576.7 1,341.0 17.6%
PAT માર્જિન% 22.7% 25.7%   27.6%   25.9% 28.9%  

 


Spread the love

Check Also

સત્યા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના લોકો માટે મફત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Spread the loveસત્યા શક્તિ ફાઉન્ડેશને સત્યા માઇક્રોકેપિટલ લિમિટેડ સાથે મળીને મફત મેગા હેલ્થ ચેક-અપ અભિયાનનું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *