આણંદ 03 ઓક્ટોબર 2024: સામાન્ય જનતામાં વ્યસનની બદી અંગે સમજણ કેળવાય અને સમાજ વ્યસન મુક્ત બને અને સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ર ઓક્ટોબર થી ૮ ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
જે અન્વયે આણંદ જિલ્લામાં નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી દ્વારા આ વર્ષે ર ઓક્ટોબર થી ૮ ઓક્ટોબર સુધી નશાબંધીના ઘનિષ્ટ પ્રચાર પ્રસાર અર્થે જનજાગૃત્તિ માટે જિલ્લામાં વ્યસનમુક્તિના વિવિધ કાર્યક્રમો યોજેલા છે.
જેના ભાગરૂપે વાસદ ખાતે આવેલ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, ખાતે આજરોજ વ્યસનમુક્તિ જાગૃત્તિ માટેનો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સમાજમાં દારૂ, તમાકુ, ગુટખા, નશીલા પદાર્થોથી દુર રહેવા માટે અનુરોધ કરવાના આશયથી વિદ્યાર્થીઓને નશામુક્તી અંગેનો સંદેશો આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે બ્રહ્માકુમારી સંસ્થાના પ્રિતીબેન અને દીપાબેનએ વિદ્યાર્થીઓને “નશાકારક પદાર્થોથી દૂર રહેવા” વિષય પર પ્રેરક વ્યાખ્યાન આપ્યું હતું .
-૦-૦-૦-