ડ્રીમ ટેકનોલોજીએ ક્રૉમા સાથે સહભાગીદારી કરીને ભારતમાં તેની ઑફલાઇન હાજરી વિસ્તારી

Spread the love

નવી દિલ્હી, ભારત | ૧૫ જુલાઈ ૨૦૨૫: સ્માર્ટ હૉમ એપ્લાયન્સિસમાં વૈશ્વિક અગ્રણી ગણાતી ડ્રીમ ટેકનોલોજીએ ક્રૉમા સાથે સહભાગીદારી કરીને ભારતમાં સત્તાવાર રીતે ઑફલાઇન રીટેલ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે અને આ માર્કેટમાં તેની વૃદ્ધિની વ્યૂહરચના ઘડવામાં એક મહત્વનું પગલું લીધું છે. એમેઝોન ઇન્ડિયા પર મજબૂત માગ અને નિરંતર સફળતાને પગલે, આ બ્રાન્ડ હવે તેના ઇન્ટેલિજેન્ટ ક્લીનિંગ અને ગ્રૂમિંગના નવીનીકરણોને સીધા ફીઝિકલ રીટેઇલમાં લાવી રહી છે, જેથી તેના ઉત્પાદનો ભારતીય ગ્રાહકો માટે વધુ સુલભ બની શકે, ગ્રાહકો તેને અનુભવી અને સ્પર્શીને જોઈ શકે.

તેની વિસ્તરણ યોજનાના ભાગરૂપે, ડ્રીમની પ્રોડક્ટ રેન્જ મેટ્રો, ટિયર 1 અને ટિયર 2 સહિત 20થી વધારે શહેરોમાં આવેલા ક્રૉમાના પસંદગીના સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે. ગ્રાહકો આજથી જ ક્રૉમા સ્ટોર્સ પરના ડ્રીમ ઝોનની મુલાકાત લઈ શકે છે અને ડ્રીમના અદ્યતન અને નવીન ઉત્પાદનો, જેમ કે રોબોટિક વેક્યુમ, કોર્ડલેસ સ્ટિક વેક્યુમ, વેટ-એન્ડ-ડ્રાય વેક્યુમ અને ગ્રૂમિંગ ઉત્પાદનોનો અનુભવ મેળવી શકે છે. ડ્રીમની નવીન પ્રોડક્ટ ઇકોસિસ્ટમનો પ્રત્યક્ષ અનુભવ પૂરો પાડીને, આ બ્રાન્ડ ભારતીય ઘરોની વધુ નજીક પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે. પર્ફોર્મન્સનું પરીક્ષણ કરવું હોય કે તેની વિગતોને સમજવી હોય, ગ્રાહકો હવે ખરીદી કરતાં પહેલાં ડ્રીમના ઇન્ટેલિજેન્ટ હૉમ સોલ્યુશન્સ સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે.

ડ્રીમ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મનુ શર્માએ જણાવ્યું હતું કે, ‘ભારત અમારા માટે વૈશ્વિક સ્તરે સૌથી આકર્ષક બજારોમાંથી એક છે. ક્રૉમા સાથેની અમારી ભાગીદારી ભારતમાં ડ્રીમની વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. પહેલીવાર, ગ્રાહકો સ્ટોર્સમાં આવીને અમારા ઉત્પાદનોનો રૂબરૂ અનુભવ મેળવી શકે છે, વાસ્તવિક માહોલમાં ઉત્પાદનની વિશેષતાઓ, રચના અને પર્ફોર્મન્સને સમજી શકે છે. આ ઑફલાઇન હાજરી માત્ર જાગૃતિ વધારવા માટે નથી, તેનો હેતુ વિશ્વાસ કેળવવાનો, ક્રિયાપ્રતિક્રિયાને પ્રોત્સાહન આપવાનો અને ડ્રીમ તેના ઇન્ટેલિજેન્ટ ઇનોવેશન દ્વારા ભારતીય ગ્રાહકોના દૈનિક જીવનને કેવી રીતે સુધારી શકે છે, તેની જાણકારી પૂરી પાડવાનો છે. ગ્રાહકો ક્રૉમાના સ્ટોર્સમાં પ્રવેશીને ડ્રીમના ઉત્પાદનોના પર્ફોર્મન્સ, સુંદરતા અને ઇન્ટેલિજેન્ટ ડિઝાઇન જેવી વિશેષતાઓનો પ્રત્યક્ષ અનુભવ મેળવી શકે, એની અમે તક પૂરી પાડી રહ્યાં છીએ.’

આ પગલું ભારતીય ગ્રાહકોની પસંદગીઓમાં હાઈ-ટૅક, ડીઝાઇન પર આધારિત હૉમ સોલ્યુશન્સ તરફના વધી રહેલા ઝુકાવને પ્રતિબિંબિત કરે છે, જે દૈનિક જીવનમાં વાસ્તવિક મૂલ્ય પૂરું પાડે છે. ઑનલાઇન ગતિવિધિને ઑફલાઇન સુલભતા સાથે જોડીને, ડ્રીમ ભારતીયોની ખરીદીની વર્તણૂકોને અનુરૂપ એક ફીજિટલ બ્રાન્ડ અનુભવ તૈયાર કરી રહી છે. ડ્રીમે કૃતિ સેનનને તેની પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરી તે પછી આ થયું છે, જેણે ભારતીય બજારમાં કંપનીના ગંભીર, લાંબાગાળાના રોકાણને સુદ્રઢ બનાવ્યું છે.

પ્રારંભિક ઑફરના ભાગ રૂપે, 15 જુલાઈથી 20 જુલાઈ સુધી ગ્રાહકો ક્રૉમા સ્ટોર્સ પર ડ્રીમના ઉત્પાદનો પર આકર્ષક ઑફરોનો લાભ લઈ શકશે તથા આઇડીએફસી બેંક, એમેક્સ, એચએસબીસી અને બેંક ઑફ બરોડાના કેટલાક પસંદગીના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 10% સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકશે. આ ઉપરાંત, કેટલાક પસંદગીના મોડલો પર નો કોસ્ટ ઇએમઆઈનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. તમે તમારા સફાઈની દિનચર્યાને અપગ્રેડ કરી રહ્યાં હો કે પછી સ્માર્ટ હૉમ એપ્લાયેન્સિસમાં રોકાણ કરી રહ્યાં હો, ખૂબ જ પરવડે તેવી કિંમતોએ ડ્રીમના પ્રીમિયમ નવીનીકરણો ઘરે લઈ આવવાનો આ ઉત્તમ સમય છે.

રીટેઇલ નિષ્ણાતોને જાણવા મળ્યું છે કે, ઑફલાઇન ઉપલબ્ધતા ઘણીવાર બ્રાન્ડ પ્રત્યેની વફાદારી કેળવવામાં અને તેને અપનાવવામાં વેગ લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, ખાસ કરીને સ્માર્ટ હૉમ એપ્લાયન્સિસ જેવી હાઈ-ઇન્વોલ્વમેન્ટ કેટેગરીઓમાં. આ લૉન્ચ ડિજિટલ વેચાણને ફીઝિકલ ટચપોઇન્ટ્સની સાથે પૂરક બનાવવાનો એક વ્યૂહાત્મક પ્રયાસ છે, જે ગ્રાહકોમાં વિશ્વાસ કેળવે છે અને રૂપાંતરણને વેગ આપે છે.

આ પગલાંને સમર્થન પૂરું પાડવા માટે, ડ્રીમે વેચાણ પછીની અલાયદી માળખાગત સુવિધાઓ પણ રજૂ કરી છે, જેમાં ટૉલ-ફ્રી કસ્ટમર હેલ્પલાઇન, પિકઅપ અને ડ્રોપ સપોર્ટ તથા સ્થળ પર ઇન્સ્ટોલેશનનો સમાવેશ થાય છે અને તેની સાથે ગ્રૂમિંગના ઉત્પાદનો પર 2-વર્ષની વૉરંટી અને સફાઈના ઉપકરણો પર 1-વર્ષનું કવરેજ પણ પૂરું પાડવામાં આવે છે, જેથી કરીને એ વાતની ખાતરી કરી શકાય કે, કોઈ પણ વસ્તુનો ઉપભોગ કરવાનો અનુભવ તેની ખરીદી જેટલો જ સરળ બની રહે.

ઑફલાઇન માર્કેટમાં પ્રવેશવાની સાથે જ, ડ્રીમ ભારતમાં ઘરે-ઘરે જાણીતું નામ બનવા માટે આત્મવિશ્વાસભેર આગળ વધી રહી છે, જે ખાસ કરીને આધુનિક ભારતીય ઘરો માટે તૈયાર કરવામાં આવેલા વધુ સ્માર્ટ, સ્વચ્છ અને વધુ કનેક્ટેડ જીવનનો અનુભવ પૂરો પાડે છે.


Spread the love

Check Also

જેનામાં કુટુંબ પ્રીતિ ન હોય તે રાષ્ટ્ર પ્રીતિમાં પ્રવેશી ન શકે

Spread the love ખુમારી ક્યારેક હિંસક બને,નમ્રતા સાધુતાનું અવતરણ કરે. પત્રકારે સત્તા અને સંપત્તિનીશેહમાં ન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *