અમદાવાદ 04 ઓક્ટોબર 2024: ફ્રીડમ એટ મિડનાઈટના નિર્માણકારોએ સિરીઝનું બીજું ટીઝર રજૂ કર્યું છે, જે ભારતીય ઈતિહાસમાં દાખલારૂપ અવસરને આલેખિત કરે છે. ડોમિનિક લેપિયર અને લેરી કોલિન્સના પ્રસિદ્ધ પુસ્તક પર આધારિત ફ્રીડમ એટ મિડનાઈટ એપિક પોલિટિકલ થ્રિલર છે, જે ૧૯૪૭માં ભારતની આઝાદી આશપાસના મહત્ત્વપૂર્ણ ઘટનાઓને શક્તિશાળી રીતે જીવંત કરે છે.
ડાયરેક્ટર નિખિલ અડવાણી ટિપ્પણી કરે છે, “ફ્રીડમ એટ મિડનાઈટ ભારતના ઈતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ ઘટનામાંથી એક પર શક્તિશાળી લૂક છે. શો કાળજીપૂર્વક કરાયેલા સંશોધન પર આધારિત છે અને તે સમયની ભાવનાત્મક અને રાજકીય ઉતારચઢાવ દર્શાવે છે. તે મુખ્ય ઐતિહાસિક હસ્તીઓમાં ઊંડાણથી ડોકિયું કરે છે. દરેક પાત્ર એ રીતે વિકસાવવામાં આવ્યું છે કે કલાકારો તેમની ભૂમિકામાં સહજ બંધબેસી જાય છે. વાર્તા ફક્ત રાજકારણ નથી, પરંતુ તે યુગને આકાર આપનારા અને રાષ્ટ્ર પર અમીટ છાપ છોડનારા માનવી અનુભવો, ભાવનાઓ અને પડકારોમાં ડોકિયું કરે છે.”
સ્ટુડિયોનેક્સ્ટ સાથે સહયોગમાં એમ્મે એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત (મોનિશા અડવાણી અને મધુ ભોજવાની) શોમાં ડાયરેક્ટર નિખિલ અડવાણી છે, જ્યારે વાર્તા અભિનંદન ગુપ્તા, અદ્વિતીય કરેંગ દાસ, ગુણદીપ કૌર, દિવ્યા નિધિ શરમા, રેવંતા સારાભાઈ અને ઈથેન ટેલરની છે.
સિરીઝમાં સિદ્ધાંત ગુપ્તા જવાહરલાલ નેહરુ તરીકે, ચિરાગ વોહરા મહાત્મા ગાંધી તરીકે, રાજેન્દ્ર ચાવલા સરદાર વલ્લભાઈ પટેલ, આરીફ ઝકરિયા મહંમદ અલી ઝીણા, ઈરા દુબે ફાતિમા ઝીણા, મલિશ્કા મેંડોંસા સરોજિની નાયડુ, રાજેશ કુમાર લિયાકત અલી ખાન, કેસી શંકર વી.પી. મેનન, લ્યુક મેકગિબ્ની લોર્ડ લુઈસ માઉન્ટબેટન, કોર્ડેલિયા બુગેજા લેડી એડવિના માઉન્ટબટન, અલીસ્ટેર ફિનલે આર્ચિબાલ્ડ વેવેલ, એન્ડ્રયુ ક્યુલમ ક્લેમેન્ટ એટલી અને રિચર્જ તેવરસન સિરિલ રેડક્લિફફ તરીકે મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.
Teaser Link: https://youtu.be/k3aSbt3PrzI?si=rfOYiwHWH_s3sQww
જોતા રહો ફ્રીડમ એટ મિડનાઈટ, ટૂંક સમયમાં જ સોની લાઈવ પરથી સ્ટ્રીમ થશે.