ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમાં નવસારી જીલ્લામા સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

Spread the love

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દિવ્યાંગ ભાઇ-બહેનોને ફ્રીમાં અનાજ આપવાની યોજના અને મહિલા દિન નિમિત્તે લખપતિ દીદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓનુ સન્માન કરશે. – શ્રી સી.આર.પાટીલ

નવસારી સંસદીય મતવિસ્તાર સૌના સાથ સહકારથી દરેક ક્ષેત્રમાં આગળ રહેવા ટેવાયેલો છે. – શ્રી સી.આર.પાટીલ

કાર્યકર્તાઓ તેમના ગામમાં અને વિસ્તારમાં એક પણ બાળક કુપોષીત ન રહે તેનો સંકલ્પ કરે. – શ્રી સી.આર.પાટીલ


ગુજરાત, અમદાવાદ ૦૨ માર્ચ ૨૦૨૫: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમાં નવસારી જીલ્લામા સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો . આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સરકારી યોજનાના લાભાર્થીઓને શ્રમિક કાર્ડ લાલ ચોપડી ધારકોને તેમના વરદ હસ્તે કાર્ડ આપવામાં આવ્યું હતું.

શ્રી સી.આર.પાટીલજીએ સંબોધનમાં આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના ગુજરાતના કાર્યક્રમો અંગે વાત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ એક લોકસભામાં બે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે દિવ્યાંગ ભાઇ-બહેનો અને તેમના પરિવારજનોને અનાજ આપવાની યોજના શરૂ કરશે જે યોજનામાં સુરત જીલ્લા અને શહેરના મળીને 41 હજાર ભાઇ-બહેનોને મળી કુલ 2 લાખ લોકોને લાભ મળશે, જેમા તેમને 5 કિલો મફત અનાજ દર મહિને મળશે તેની શરૂઆત સુરત ખાતેથી થવા જઇ રહી છે જે કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ 7મી તારીખે ઉપસ્થિત રહેશે અને 8 માર્ચે મહિલા દિન નિમિત્તે ડાંગ અને નવસારી અને વલસાડના મળી અંદાજે 85 હજાર જેટલી લખપતી દીદી બની છે તેમના સન્માનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના આગમન પહેલા જીલ્લાના તમામ ગામોમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ હાથ ધરાય તે માટે સુચન કર્યુ હતું. નવસારી સંસદીય મતવિસ્તાર સૌના સાથ સહકારથી દરેક ક્ષેત્રમાં આગળ રહેવા ટેવાયેલો છે. આદર્શ ગામ પહેલુ ચિખલી બન્યુ ત્યાર બાદ ગણદેવી બન્યુ હતું ત્યાર બાદ ધુમાડા રહીત ગામ સૌ પ્રથમ આપણે ચિખલી બનાવ્યું હતું અને નવસારી જીલ્લો ધુમાડારહીત બનાવ્યો હતો. મહિલા મોરચાના કાર્યકર્તાઓ એ તેમના મતવિસ્તારના કુપોષિત બાળકોને દૂધ અને પૌષ્ટીક આહર મળી રહે તે પ્રથા શરૂ કરી તેના કારણે આખા રાજયમાં 3 લાખ જેટલા બાળકોને કુપોષણથી દુર કરી શક્યા છીએ. કાર્યકર્તાઓ તેમના ગામમાં અને વિસ્તારમાં એક પણ બાળક કુપોષીત ન રહે તેનો સંકલ્પ કરે.

શ્રી પાટીલજીએ રેઇન વોટર હાર્વેસ્ટ્રીગ અંગે વાત કરતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દિકરીઓની સંખ્યા વધારવા સુકન્યા સમૃદ્ધી યોજના જાહેર કરી. દિકરીઓની સંખ્યા ઓછી થાય તો અસલામત સમાજની રચના ન થાય તે માટે આ યોજના જાહેર કરી હતી.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આપણને સૌને વરસાદી પાણીના સંગ્રહ માટે જળ સંચય એ જન ભાગીદારી તરીકે જનઆંદોલનમાં પરિવર્તીત કરવા સૂચન કર્યુ હતું જેના ભાગરૂપે ગુજરાતમાં આજ વરસાદી પાણીના બોર બનાવવાનું કામ શરૂ થયું છે. વરસાદી પાણીના બોર બનાવવાની કામગીરીમાં નવસારી જીલ્લો પહેલા નંબરે છે,જિલ્લામાં અંદાજે સાડા પાંચ હજાર જેટલા બોર કર્યા છે. વરસાદી પાણીનો સંગ્રહ જમીનમાં ઉતારવાથી જરૂર સમયે આપણને ઓછી કિંમતે પાણી પાછુ મળી રહે છે એટલે વધુમાં વધુ બોર આપણે સૌ સાથે મળી બનાવીએ.

આ કાર્યક્રમમાં નવસારી જીલ્લાના પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ, નવસારી જીલ્લાના પ્રભારીશ્રી જનકભાઇ બગદાણા,પ્રદેશના મંત્રીશ્રી શિતલબેન સોની,ધારાસભ્યશ્રીઓ શ્રી આર.સી.પટેલ,શ્રી નરેશભાઇ પટેલ,શ્રી રાકેશભાઇ દેસાઇ,જીલ્લાના પુર્વ ધારાસભ્યશ્રીઓ સહિત જિલ્લાના અને પ્રદેશના હોદ્દેદારશ્રીઓ તેમજ સરપંચશ્રીઓ તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

……


Spread the love

Check Also

ડીસામાં ફેક્ટરી દુર્ઘટનામાં, જમ્મુમાં તેમજ અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Spread the loveગુજરાત, અમદાવાદ ૦૨ એપ્રિલ ૨૦૨૫: ગઈકાલે બનાસકાંઠાના ડીસામાં એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *