અમદાવાદ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૫: દેવભૂમિ ઉદ્યમિતા યોજના(DUY), ઉચ્ચ શિક્ષણ વિભાગ, ઉત્તરાખંડ સરકાર દ્વારા શરૂ કરાયેલ અને સમર્થિત અને ભારતીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન, અમદાવાદ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી પહેલ છે જેને સ્કોચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.આ પ્રોજેક્ટને એજ્યુકેશન કેટેગરીમાં ગોલ્ડ એવાર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ DUY એ આ એવોર્ડ મેળવવા માટે 40 થી વધુ એન્ટ્રીઓ સામે સ્પર્ધા કરી છે.
સ્કોચ એવોર્ડ એ ભારતનું સર્વોચ્ચ સ્વતંત્ર નાગરિક સન્માન છે. સ્કોચ એવોર્ડ લોકો, પ્રોજેક્ટ્સ અને સંસ્થાઓને સમાજમાં યોગદાન આપવામાં તેમની અસાધારણ સિદ્ધિઓ માટે આપવામાં આવે છે.
સપ્ટેમ્બર 2023 માં શરૂ કરાયેલ, દેવભૂમિ ઉદ્યમિતા યોજના એ એક મહત્વપૂર્ણ પહેલ છે જેનો ઉદ્દેશ્ય ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે અને ઉત્તરાખંડ રાજ્યમાં મહત્વાકાંક્ષી સાહસિકોને એક શક્તિશાળી પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
EDII, પ્રોજેક્ટ માટે અમલીકરણ એજન્સી તરીકે, વિવિધ પહેલો દ્વારા સાહસિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા અને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે, જેનો હેતુ નવીનતાઓ, કૌશલ્ય વિકાસ અને તાલીમને પ્રોત્સાહન આપવાના માધ્યમથી ઇચ્છુક યુવા ઉદ્યોગસાહસિકો દ્વારા નવા સાહસનું નિર્માણ કરવાનું છે.
સ્ટાર્ટઅપ બુટકેમ્પ એ મુખ્ય પહેલોમાંથી એક છે, જે વિદ્યાર્થીઓને વ્યવસાયિક વિચારો વિકસાવવામાં, સરકારી યોજનાઓથી અવગત અને આવશ્યક કાનૂની, ઉદ્યોગસાહસિક અને વ્યવસ્થાપક જ્ઞાન મેળવવામાં મદદ કરે છે.વધુમાં, ફેકલ્ટી મેન્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ફેકલ્ટી મેમ્બર્સને તાલીમ આપવામાં આવે છે, જે તેમને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના યુવાનોમાં ઉદ્યોગસાહસિક પ્રતિભાને તાલીમ, માર્ગદર્શન અને સંવર્ધન કરવા સક્ષમ બનાવે છે. DUY યુવાનો માટે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ (EDPs) પણ ચલાવે છે, જે તેમને બિઝનેસ મેનેજમેન્ટ, માર્કેટિંગ, ફાઇનાન્સ અને અન્ય મુખ્ય ઉદ્યોગસાહસિક કૌશલ્યો અને યોગ્યતાઓમાં વ્યવહારુ કુશળતા પ્રદાન કરે છે.
સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ સીડ ફંડ શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ વિચારોને નાણાકીય સહાય પૂરી પાડે છે,જ્યારે સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના (વિવિધ ક્ષેત્રો, કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર, પ્રવાસન, ખાદ્ય પ્રક્રિયા, કલા અને હસ્તકલા વગેરે) માં નવીનતા અને સ્ટાર્ટઅપ સપોર્ટ માટે હબ તરીકે કાર્ય કરે છે.
નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020 ને અનુરૂપ, DUY ટૂંકા ગાળાના વ્યાવસાયિક અભ્યાસક્રમો દ્વારા ઉદ્યોગસાહસિકતા શિક્ષણને મુખ્ય પ્રવાહના અભ્યાસક્રમમાં એકીકૃત કરી રહ્યું છે.
આ પહેલ ઉત્તરાખંડમાં એક સમૃદ્ધ ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ બનાવવા માટે બનાવવામાં આવેલ છે. અત્યાર સુધીમાં EDII એ 185 પ્રશિક્ષિત ફેકલ્ટી માર્ગદર્શકોની કેડરની રચના કરવામાં આવી છે; 12300 વિદ્યાર્થીઓને આંત્રપ્રિન્યોરશિપ અપનાવવાના ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા છે અને 4059 વિદ્યાર્થીઓને આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ તાલીમ આપવામાં આવી છે.
સિદ્ધિઓ….
- ઉદ્યમોની સ્થાપનાઃ 370 (128 પુરૂષો અને 278 મહિલાઓ)
- ઉત્પ્ન્ન આવક : રૂ. 462 લાખ
- રોજગાર સર્જન:
- પ્રત્યક્ષ: 397
- પરોક્ષ: 545+
- કુલ મૂડીરોકાણ (વિદ્યાર્થી સાહસિકો દ્વારા પોતે અને સરકારી સહાયથી એકત્ર કરવામાં આવેલ): રૂ. 333.89 લાખ
- 124 દેવભૂમિ ઉદ્યોગ સાહસિકતા કેન્દ્રો (DUK) ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સ્થાપિત.
- પેટન્ટ
- ફાઇલ્ડ : 7
- પ્રક્રિયા હેઠળ: 20
- ટ્રેડમાર્ક એપ્લાઇડ :
પ્રાપ્ત પ્રતિષ્ઠિત સન્માન અંગે પ્રતિક્રિયા આપતા, ડૉ. રંજીત કુમાર સિન્હા, સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ, ઉત્તરાખંડ સરકારે જણાવ્યું હતું કે, “દેવભૂમિ ઉદ્યમિતા યોજનાને શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત સ્કોચ ગોલ્ડ એવોર્ડ મળતા જોઈને અમને અત્યંત ગર્વની લાગણી થાય છે, આ રાજ્યમાં ઉદ્યોગસાહસિકતા સ્થાપિત કરવામાં ઉત્તરાખંડ સરકાર અને અમારા ભાગીદાર EDII ની સખત મહેનત દર્શાવે છે. આ પ્રોજેક્ટ યુવા સશક્તિકરણ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ સાબિત થયો છે.”‘
ડૉ. સુનિલ શુક્લા, ડાયરેક્ટર જનરલ, EDIIના જણાવ્યા અનુસાર, “આપણા યુવાઓમાં અપાર શક્યતાઓ છે. આ ઉપરાંત, ઉત્તરાખંડ એક એવું રાજ્ય છે જે સંસાધનોથી સમૃદ્ધ છે અને અહીંના યુવાનો નવીન વિચારોથી ભરેલા છે. EDII એ તેમના વિચારોની તાલીમ અને સંવર્ધન કર્યું છે, ઉદ્યોગસાહસિકતા-મૈત્રીપૂર્ણ વાતાવરણમાં નવા ટકાઉ સાહસોને સુનિશ્ચિત કરવા માટે તેમને નવી તકનીકીઓ સાથે જોડાણ કરીએ છીએ .”
એવોર્ડ અને પ્રોજેક્ટની સિદ્ધિઓ પર પ્રતિબિંબિત કરતાં, ડૉ. અમિત કુમાર દ્વિવેદી, પ્રોજેક્ટ ડાયરેક્ટરે જણાવ્યું કે, “એક સારી રીતે વિચારેલ, અનુરૂપ અભ્યાસક્રમ યોજના થકી યુવાનોને કર્મચારીઓને બદલે રોજગાર સર્જકો બનવા માટે પ્રતિબદ્ધ છે.ઉત્તરાખંડના ઉચ્ચ શિક્ષણ વિભાગના સતત સહયોગ વિના આ સિદ્ધિ શક્ય ન બની હોત. અમે તેમના આભારી છીએ અને આવનારા સમયમાં ઘણી વધુ સિદ્ધિઓની આશા રાખીએ છીએ.”