ડેટોલ બનેગા સ્વસ્થ ઇન્ડિયાના ભાગરૂપે ગ્લોબલ હેન્ડવૉશિંગ ડે 2024ની ઉજવણી, રાષ્ટ્રભરમાં 30 મિલિયન બાળકો સુધી પહોચશે

Spread the love

નવી દિલ્હી 18 ઓક્ટોબર 2024 – રેકિટ્ટની આગેવાનીમાં ચલાવવામાં આવી રહેલી ડેટોલ બનેગા સ્વસ્થ ઇન્ડિયા (BSI) ઝૂંબેશ ગ્લોબલ હેન્ડવૉશિંગ ડે 2024ની ઉજવણી કરી રહ્યું છે, જે અંતર્ગત સ્વસ્થ ભવિષ્ય માટે હાથ ધોવાના મહત્ત્વ અંગે સમગ્ર ભારતમાં 30 મિલિયન બાળકોને શિક્ષિત કરવામાં આવ્યાં હતાં. આ ઝૂંબેશની થીમ ‘તમામ માટે સ્વસ્થ હાથઃ સ્વચ્છતા થકી આરોગ્ય સમાનતામાં વધારો’ છે. આ કાર્યક્રમ તમામ પૃષ્ઠભૂમી ધરાવતાં બાળકોમાંથી કોઇપણ બાળક બાકી ન રહી જાય અને સ્વચ્છતા સંબંધિત આવશ્યક જ્ઞાનની ઉપલબ્ધતા મળી રહે તે સુનિશ્ચિત કરવાની BSIની કટિબદ્ધતા વ્યક્ત કરે છે.

ગ્લોબલ હેન્ડવૉશિંગ ડે 2024ના પ્રસંગે BSI અંતર્ગત ડેટોલ સ્કૂલ હાઇજિન એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત 100+ ભાગીદારોની સહાયતા સાથે 29 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 30 મિલિયન જેટલા બાળકોને ઝૂંબેશ સાથે સાંકળી લેવામાં આવ્યાં હતાં. આ ઝૂંબેશમાં સમગ્ર ભારતમાંથી સર્વોદય વિદ્યાલય, નવોદય વિદ્યાલય, સૈન્ય સ્કૂલો અને કેન્દ્રિય વિદ્યાલયો સહિત જાહેર, ખાનગી, સરકારી અનુદાનિત અને બિનઅનુદાનિત શાળાઓ સાથે ભાગીદારી કરીને યોગ્ય રીતે હાથ ધોવાની રીતોનો પ્રચાર કરવામાં આવ્યો હતો.

ડેટોલ BSIએ આરોગ્ય, સફાઇ અને સ્વચ્છતાની ગ્રીક દેવી હાઇજિયાથી પ્રેરિત થઇને નવીન ખ્યાલોને પ્રોત્સાહન આપવાની પહેલના અવિરત પ્રયાસોના ભાગરૂપે, ડેટોલ હાઇજિન ચેટબોટ ‘હાઇજિયા ફોર ગૂડ હાઇજિન’ શરૂ કર્યુ હતું. આ AI સંચાલિત વૉટ્સએપ ચેટબોટ ભારતની તમામ સત્તાવાર 22 ભાષાઓમાં વિકસાવવાના આયોજન સાથે હિંદી, અંગ્રેજી, તમિલ, કન્નડ, ઓડિયા, ગુજરાતી અને તેલુગુ એમ 7 જેટલી ભાષાઓમાં હાઇજિન સંબંધિત અત્યંત મહત્ત્વપૂર્ણ જાણકારી ઉપલબ્ધ કરાવે છે. આ ચેટબોટ સ્વશિક્ષણ, સ્વસહાયના સાધનો અને ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ માટેની વધી રહેલી જરૂરિયાતો રેખાંકિત કરે છે જે વ્યાપક જોડાણ અને જાગૃતિને પ્રેરિત કરે છે.

આ પ્રસંગે પ્રતિક્રિયા આપતાં રેકિટ્ટ સાઉથ એશિયાના એક્સટર્નલ અફેર્સ અને પાર્ટનરશિપના ડિરેક્ટર રવી ભટનાગરે જણાવ્યું હતું કે ,”રેકિટ્ટ ખાતે અમે સ્વચ્છતા સંબંધિત શિક્ષણના પડકારો દૂર કરવા અને દરેક બાળકો તંદુરસ્ત ભવિષ્યનું સર્જન કરવા માટે કટિબદ્ધ છીએ. સ્વચ્છતા સમાનતા પ્રત્યે અમે લાંબા સમયથી દર્શાવેલી અમારી કટિબદ્ધતા ભારત સરકારની એક દાયકાથી ચાલી રહેલી સ્વચ્છ ભારત અભિયાનને અનુરૂપ છે, જે તે બાબત સુનિશ્ચિત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે કે દરેક બાળક – ભલે તે ગમે ત્યાં હોય- હાથ ધોવાની જીવન રક્ષક આદતો શીખી શકે. અમે તાજેતરમાં જ આ પહેલાના 11માં વર્ષમાં પ્રવેશ કર્યો હોવાથી સ્વચ્છતા સમાનતા માટેના અમારા પ્રયાસો અભૂતપૂર્વ રીતે મજબૂત બન્યાં છે, જે ‘કોઇને પણ પાછળ નહીં છોડવાના’ અમારા બૃહદ ખ્યાલને સમર્થન કરે છે.”

માત્ર 2023ના વર્ષમાં જ, ઝૂંબેશે 34 બિલિયનથી વધુ હેન્ડવૉશિંગ પ્રસંગોની સુવિધા પૂરી પાડીને રાષ્ટ્રભરમાં સ્વચ્છતાની સારી આદતોને પ્રોત્સાહન આપવાની પોતાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ ઝૂંબેશ તેની અત્યારે ચાલી રહેલી ‘વન વર્લ્ડ હાઇજિન’ થીમ અંતર્ગત શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ, ખાતા પહેલા, ખોરાક તૈયાર કરતાં પહેલા અને ઉધરસ અથવા છિંક ખાધા પછી વગેરે જેવા છે જેટલા મહત્ત્વના પ્રસંગો પર બાળકોને શિક્ષિત કરે છે.

ગ્રામલયના સ્થાપક પદ્મશ્રી એસ.દામોદરને ગ્રામીણ સમુદાયોમાં સ્વચ્છતા સંબંધિત શિક્ષણના મહત્ત્વ ઉપર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, “ઋગવેદમાં જણાવવામાં આવ્યું છે કે પાણી રોગ દૂર કરે છે અને જીવન ટકાવે છે. સલામત પાણી, સફાઇ અને સ્વચ્છતા – ખાસ કરીને સાબુથી હાથ ધોવા બિમારી નિવારવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વૈશ્વિક હેન્ડવૉશિંગ ઝૂંબેશ મારફતે ડેટોલ બનેગા સ્વસ્થ ઇન્ડિયા અને ગ્રામાલય વધુ સારા આરોગ્ય અને સ્વચ્છતા માટે 1 કરોડ બાળકોને હાથ ધોવાની તકનિક શિખવવાનો ઉદ્દેશ ધરાવે છે.”

પ્લાન ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મોહમ્મદ આસિફે જણાવ્યું હતું કે, “સાબુ દ્વારા હાથ ધોવા તે દરેક બાળકો અને લોકો માટે મૂળભૂત અધિકાર અને આવશ્યકતા છે. પ્લાન ઇન્ડિયા ખાતે અમે દરેક બાળક, દરેક પરિવાર અને દરેક સમુદાય સ્વચ્છતા સુવિધાઓ પ્રાપ્ત કરી શકે અને તે અંગે જાગૃત બની શકે તે સુનિશ્ચિત કરવા અવિરત કામગીરી કરીએ છીએ જેથી કોઇપણ વ્યક્તિ બાકી ન રહી જાય. ચાલો આપણે સ્વસ્થતા અને સ્વચ્છતા પ્રત્યે જાગૃત દેશનું સર્જન કરવા માટે હાથ મિલાવીએ જ્યાં દરેક વ્યક્તિ પ્રગતિ કરે છે.”

મમતા HIMCના ડેપ્યુટી CEO સંજીવ ધામે જણાવ્યું હતું કે, “આપણે જ્યારે ગ્લોબલ હેન્ડવૉશિંગ દિવસની ઉજવણી કરી રહ્યાં છીએ ત્યારે મમતા HIMC ડેટોલ બનેગા સ્વસ્થ ઇન્ડિયા ઝૂંબેશનો ભાગ બનીને આનંદ અનુભવે છે, જે સ્કૂલ રેકિટ્ટમાં હાઇજિન એજ્યુકેશનના પ્રયાસોને પ્રોત્સાહન આપે છે. અમે સાથે મળીને આગામી પેઢીને તે સમજાવવા માટે સશક્ત બનાવીએ છીએ કે રોગચાળા સામે લડવા માટે સ્વચ્છ હાથો એક શક્તિશાળી સાધન છે – ચાલો આપણાં હાથ ધોઇએ અને વિશ્વને સુરક્ષિત બનાવીએ! ચાલો સ્વચ્છતાને દરેક વ્યક્તિની આદત બનાવીએ.”

ડેટોલ બનેગા સ્વસ્થ ઇન્ડિયા પરસ્પર જોડાણ કરતાં અને સાંસ્કૃતિક રીતે સુસંગત પહેલો મારફતે વંચિત સમુદાયોને સ્વચ્છતા સંબંધિત સંશાધનો પૂરા પાડીને આરોગ્ય સમાનતાને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે. ગ્લોબલ હેન્ડવૉશિંગ ડે 2024 નજીક આવી રહ્યો છે ત્યારે ગ્રામલયે ડેટોલ BSI સાથે જોડાણ સાધીને શાળામાં 1 કરોડ જેટલા બાળકો સુધી પહોંચવા માટે રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશ શરી કરી છે, જે સમાજના તમામ વર્ગોમાં સ્વચ્છતા સંબંધિત જાગૃતિ ફેલાવી રહ્યું છે. આ ઝૂંબેશમાં ભાગ લેવા માટે તમારા વૉટ્સએપ-સક્ષમ મોબાઇલ ફોનમાંથી ટોલ-ફ્રી નંબર 18001236848 ઉપર માત્ર એક મિસ કોલ કરો.


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *