ડેલોઇટ ઇન્ડિયાએ એન્ટરપ્રાઇઝ ગ્રોથ એવોર્ડ્સ 2025 માટે જ્યુરીની જાહેરાત કરી

Spread the love

મુંબઈ 04 ફેબ્રુઆરી 2025: ડેલોઇટ ટચ તોહમત્સુ ઇન્ડિયા એલએલપી (ડેલોઇટ ઇન્ડિયા) એ એન્ટરપ્રાઇઝ ગ્રોથ એવોર્ડ્સ 2025 માટે જ્યુરી પેનલની જાહેરાત કરી છે. આ પહેલ ભારતભરમાં અસાધારણ પરિવારિક-માલિકીના વ્યવસાયો, યુનિકોર્ન અને સોનીકોર્નના યોગદાનને માન્યતા આપે છે. આ એવોર્ડ્સ એવી કંપનીઓનું સમ્માન કરે છે જે નેતૃત્વ, દૂરદર્શિતા અને વિકાસનું પ્રદર્શન કરતાં પોતાના સમુદાયોમાં યોગદાન આપે છે અને રાષ્ટ્રીય પ્રભાવ પ્રાપ્ત કરવા માટે પ્રાદેશિક સીમાઓથી આગળ વધીને વિસ્કતાર કરી રહી છે.

એન્ટરપ્રાઇઝ ગ્રોથ એવોર્ડ્સ 2025 માટેના જ્યુરીમાં ઇન્ફોસિસના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને જ્યુરી પેનલના અધ્યક્ષ એસ. ડી. શિબુલાલ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રી અને સ્વતંત્ર ડિરેક્ટર ડૉ. બ્રિન્દા જાગીરદાર; કેટામરન વેન્ચર્સના ચેરમેન અને HDFCના બોર્ડ સભ્ય એમ. ડી. રંગનાથ; અને ડેલોઇટના વરિષ્ઠ સલાહકાર મનોજ કોહલીનો સમાવેશ થાય છે. આ વ્યક્તિઓ એવોર્ડ્સમાં અદ્વિતીય કુશળતા અને સૂઝ લાવશે, જેનાથી દેશભરમાં અનુકરણીય વ્યવસાયોની ઉજવણી કરવા માટે એક મજબૂત અને પારદર્શક મૂલ્યાંકન પ્રક્રિયા સુનિશ્ચિત કરશે.

“એન્ટરપ્રાઇઝ ગ્રોથ એવોર્ડ્સ 2025 માટે જ્યુરીને વિવિધ ઉદ્યોગોના કેટલાક સૌથી સફળ નેતાઓ અને સ્વપ્નદ્રષ્ટાઓને એકસાથે લાવવા માટે ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવી છે. દરેક જ્યુરી સભ્ય પોતાની સાથે ઘણો સારો અનુભવ, ઊંડું ઉદ્યોગ જ્ઞાન અને ભારતમાં વ્યવસાયિક સફળતાને આગળ ધપાવતા પરિબળોની સૂક્ષ્મ સમજ લઇને આવે છે. સ્થાનિક ઉદ્યોગોમાંથી રાષ્ટ્રીય સ્તરે અગ્રણી બનેલા વ્યવસાયો તરફ ધ્યાન કેન્દ્રિત કરીને, જ્યુરી પરિવર્તન, નેતૃત્વ અને નવીનતાને પ્રકાશિત કરતનાર એક વ્યાપક મૂલ્યાંકન પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે. આ અસાધારણ પેનલ એવોર્ડ્સ દ્વારા જાળવી રાખવામાં આવેલા ઉચ્ચ ધોરણો અને વિશ્વસનીયતાને પ્રતિબિંબિત કરે છે, જે તેને ભારતના ખાનગી ક્ષેત્રમાં શ્રેષ્ઠતાની સાચી ઉજવણી બનાવે છે,” તેમ ડેલોઇટ ઇન્ડિયામાં ડેલોઇટ પ્રાઇવેટના ભાગીદાર અને લીડર કે. આર. સેકર એ જણાવ્યું હતું.

ડેલોઇટ ઇન્ડિયાના ભાગીદાર ધીરજ ભંડારી એ જણાવ્યું હતું.“એન્ટરપ્રાઇઝ ગ્રોથ એવોર્ડ્સ 2025 ના ઉદ્ઘાટન સમારંભને મળેલી પ્રતિક્રિયા વાસ્તવમાં ખૂબ જ સારી રહી છે, જેમાં દેશભરની કંપનીઓ ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે આગળ આવી રહી છે. આ ઉત્સાહી ભાગીદારી એવોર્ડ્સના મિશનને રેખાંકિત કરે છે, ખાસ કરીને મેટ્રોપોલિટન હબથી આગળની યાત્રાઓને પ્રકાશિત કરવાના મિશન પર ભાર મૂકે છે. બિઝનેસ આને તેમની વિકાસની વાર્તાઓના જશ્ન મનાવવા અને તે પ્રદર્શિત કરવાના અવસર તરીકે જુએ છે કે તેમણે રાષ્ટ્રીય સ્તર પર પ્રમુખતા પ્રાપ્ત કરવા માટે સ્થાનિક મૂળનો ઉપયોગ કેવી રીતે કર્યો છે. અમને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવાનો ગર્વ છે જે ખાનગી ક્ષેત્રની ભાવના અને વિકાસ અને ઉત્કૃષ્ટતામાં તેના નોંધપાત્ર યોગદાનનું સન્માન કરે છે.”

“એન્ટરપ્રાઇઝ ગ્રોથ એવોર્ડ્સ 2025 ને શાનદાર પ્રતિસાદ મળ્યો છે, જેમાં દેશભરની 200થી વધુ કંપનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. આ એવોર્ડ્સ ભારતની વિવિધાપૂર્ણ ઉદ્યોગસાહસિકની ભાવનાનો જશ્ન મનાવે છે, જેમાં અસાધારણ બિઝનેસને માન્યતા આપવામાં આવે છે, જે સાધારણ મૂળથી નીકળીને વ્યાપક મંચ પર સ્થાયી પ્રભાવ પેદા કરે છે. આપણા ગતિશીલ વ્યવસાયિક ક્ષેત્રમાં ઘણીવાર અગમ્ય રહેતી ટકાઉ વિકાસની વાર્તાઓનું સન્માન કરીને, આ પુરસ્કારો આ વ્યવસાયોને દૃશ્યતા અને માન્યતા મેળવવા માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડે છે. સહભાગીઓને ડેલોઇટના કાર્યક્રમ સાથે જોડાવાની, તેમની ક્ષમતાઓને વધુ વધારવાની અને તેમના સંબંધિત ઉદ્યોગોમાં તેમને રોલ મોડેલ તરીકે સ્થાન આપવાની તક પણ મળે છે.


Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *