રિન્યૂએ 2030 સુધીમાં તેની રિન્યુએબલ એનર્જી ક્ષમતાને 50 ગીગાવોટ સુધી વિસ્તરણ કરવાનો સંકલ્પ કર્યો, તેનાથી 3 લાખ ગ્રીન નોકરીઓ ઉભી થશે

Spread the love

ભારતની અગ્રણી ડીકાર્બોનાઇઝેશન સોલ્યુશન્સ કંપની રિન્યૂ એ ગાંધીનગરમાં આયોજીત ચોથા વૈશ્વિક રિ-ઇન્વેસ્ટ ઇન્વેસ્ટર્સ એક્સ્પોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રી પ્રહલાદ જોશીની હાજરીમાં ભારતના સ્વચ્છ ઉર્જા લક્ષ્યાંકોને આગળ વધારવાનો સંકલ્પ કર્યો. આ રોકાણનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં રિન્યૂની નવીનીકરણીય ઉર્જા ક્ષમતાને 10 ગીગાવોટ થી 50 ગીગાવોટ સુધી વિસ્તરણ કરવાનો છે, જેમાંથી 10 ગીગાવોટ સંગ્રહ માટે સમર્પિત છે. આ વિસ્તરણથી આશરે 180,000 નોકરીઓ ઉભી થવાની સંભાવના છે.

આ સિવાય 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી ક્ષમતાના 500 ગીગાવોટ (GW) સ્થાપિત કરવાના રાષ્ટ્રના ધ્યેયને સમર્થન આપવા માટે ReNew વાર્ષિક 1 મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા માટે રોકાણ કરશે. આ 25 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી દ્વારા સંચાલિત થશે. આ ભારતની વાર્ષિક 5 મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજનની અંદાજિત ક્ષમતાના 20% છે. આ ગ્રીન હાઇડ્રોજન પહેલથી વધારાની 100,000 પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓ ઉભી કરવા માટે તૈયાર છે. કંપની 6 ગીગાવોટ ઇનગોટ/વેફર ક્ષમતા, 6 ગીગાવોટ સોલર સેલ ઉત્પાદન અને 10 ગીગાવોટ સોલર મોડ્યુલને ટેકો આપવા માટે સૌર ઉત્પાદન સુવિધાઓ પણ સ્થાપિત કરશે, તેનાથી આશરે 5,000 નોકરીઓનું સર્જન થશે.

આ વિકાસ અંગે ટિપ્પણી કરતાં રિન્યૂના સંસ્થાપક, ચેરમેન અને સીઈઓ શ્રી સુમંત સિન્હા એ જણાવ્યું હતું કે, “રિન્યૂને દેશના સ્વચ્છ ઉર્જા સંક્રમણને આગળ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવવા બદલ ગર્વ છે. અમારું શપથ પત્ર રિન્યુએબલ એનર્જી ક્ષમતાના વિસ્તરણ, ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનની આગેવાની અને વ્યાપક નોકરીની તકો ઊભી કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. ભારતના મહત્વાકાંક્ષી જળવાયુ લક્ષ્યો સાથે સંરેખિત કરીને અમે ટકાઉ અને સર્વસમાવેશક વિકાસને આગળ વધારવા માટે સમર્પિત છીએ.”

વધુમાં રિ-ઇન્વેસ્ટ 2024ના ઉદઘાટન દિવસ પર ભારતમાં નવીનીકરણીય ઉર્જા ક્ષમતાઓને વધારવામાં તેની સિદ્ધિઓને માન્યતા આપવા માટે, નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા ReNew ને  નીચેના પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવ્યું.

1 સમગ્ર પવન ઉર્જા ક્ષમતામાં સ્વતંત્ર વીજ ઉત્પાદકોમાં સર્વોચ્ચ સિદ્ધિ મેળવનાર

2 સમગ્ર પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતામાં સ્વતંત્ર વીજ ઉત્પાદકોમાં બીજા ઉચ્ચ સિદ્ધિ મેળવનાર

સમગ્ર સૌર ઉર્જા ક્ષમતામાં સ્વતંત્ર વીજ ઉત્પાદકોમાં ત્રીજીઉચ્ચ સિદ્ધિ મેળવનાર

4 સમગ્ર રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં ત્રીજું સૌથી મોટું સોલાર પીવી મોડ્યુલ ઉત્પાદક (રિન્યુ ફોટોવોલ્ટાઇક્સ પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવ્યો)

શપથ પત્ર દ્વારા રિન્યૂ તેની પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતાને વિસ્તારવાનું વચન આપી રહ્યું છે. તેમજ તેની વૃદ્ધિ ટકાઉ અને સમાવિષ્ટ છે તેની પણ ખાતરી કરી રહી છે. કંપનીના કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) કાર્યક્રમોએ નાણાંકીય વર્ષ 2023-24 સુધી 12 રાજ્યો અને 740+ ગામડાઓમાં 1.4 મિલિયનથી વધુ લોકોને પ્રભાવિત કર્યા છે. ‘લાઇટિંગ લાઇવ્સ’ જેવી મુખ્ય પહેલોએ 183 શાળાઓમાં સૌર ઉર્જા પહોંચાડી છે, જેનાથી 50,000 વિદ્યાર્થીઓને ફાયદો થયો છે અને રિન્યૂ યંગ ક્લાઈમેટ લીડરશિપ કરિકુલમે રિન્યૂના કલાઇમેટ અભ્યાસક્રમ સુધી પહોંચાડવા માટે 75 શાળાઓ અને 9000 ઇન્ટર્નસ જોડ્યા છે. આ સિવાય પ્રોજેક્ટ સૂર્યા જેનો લક્ષ્યાંક આગામી ત્રણ વર્ષમાં 1,000 મહિલાઓને સૌર ટેકનિશિયન તરીકે તાલીમ આપવાનો છે, સ્વચ્છ ઉર્જા ઉન્નતિની સાથે-સાથે લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે કંપનીની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.


Spread the love

Check Also

સત્યા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના લોકો માટે મફત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Spread the loveસત્યા શક્તિ ફાઉન્ડેશને સત્યા માઇક્રોકેપિટલ લિમિટેડ સાથે મળીને મફત મેગા હેલ્થ ચેક-અપ અભિયાનનું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *