શરીરનું મૂળ પ્રાણ છે અને વેદનો પ્રાણ રામ છે. શાસ્ત્રનો સૂર અને સાર એ સમ ઉપર અટકે છે.
કથા સાંભળ્યા પછી પ્રયોગ કરીને પ્રયાગ બનજો, બધાને ભેગા કરજો.
શસ્ત્ર કરતા શાસ્ત્રોની તાકાત વધારે છે.
શસ્ત્ર બુઠ્ઠા થાય છે,શાસ્ત્રો બુઠ્ઠા થતા નથી.
શસ્ત્રોને કોઈ કાપી શકે,શાસ્ત્રો અકાટ્ય છે.
પીરારી,વિરારી,ધોરારીધરાનાંકોટેશ્વરમાં ચાલી રહેલી રામકથાનાં સાતમા દિવસે આરંભે વિશ્વ માતૃભાષા દિવસ ઉપર સમગ્ર સાહિત્ય જગત અને ભાષા પ્રેમીઓનેશુભેચ્છાઓ આપીને જણાવ્યું કે
કોઈના પ્રભાવમાં ન આવો પણ સામેવાળાનો સ્વભાવ જાણી લો.
રામચરિતમાનસમાંભરતે રામનો સ્વભાવ જાણ્યો, લક્ષ્મણે રામનો પ્રભાવ જાણ્યો છે અને કોલ-કીરાતો પોતાનો અભાવ જાણે છે.શબરી કહે છે કે કેમ સ્તુતિ કરું!હું તો સાવ અધમ છું.કોલ,કિરાત,ભીલ, વનવાસી,ફૂલ ફળ અને બોરનાપડિયાઅવધવાસીઓને આપે છે અને સામેથી કંઈ લેતા નથી.
સ્વભાવનું દર્શન ક્યારેક સાધુના સ્વરૂપમાં થાય છે. તુકારામ,જ્ઞાનેશ્વર,કબીરમાં આપણને મળે છે.
શરીરનું મૂળ પ્રાણ છે અને વેદનો પ્રાણ રામ છે. શાસ્ત્રનો સૂર અને સાર એ સમ ઉપર અટકે છે. આપણે ઈશ્વરના અંશ ન હોત તો દુઃખ આવત જ નહીં.જેમાં ચેતના હોય એમાં જ દુઃખ આવે.ઈશ્વર ચૈતન્ય છે.મન છે એટલે સુખ-દુઃખ છે.ઓશો કહે છે મડદાને દુઃખ આવતા નથી.
રામ ઈશ્વર છે.રામરૂપ,કૃષ્ણરૂપ,શિવરૂપ,દુર્ગારૂપ, ગણેશરૂપ,હનુમાનરૂપ સાધુ જો મળે તો એની પીડાનેપરખવી.કબીર નાનક આદિને જોઈએ તો એની પીડા દેખાય છે.આવા ઈશ્વર રૂપ સાધુની અંદર પાંચ લક્ષણો દેખાય છે:એક-પ્રતીક્ષા:એ કોઈની રાહ જુએ છે.હનુમાનજી સાધુ છે,સાધુ સંતના રક્ષક છે. હનુમાનને ઈશ્વર કહ્યા છે.વાલ્મિકી રામાયણમાં હનુમાન કહે છે કે હું સ્વયં ઈશ્વર હોવા છતાં સીતાની રક્ષા ન કરી શક્યો મારા રાજસી ભાવને ધિક્કાર છે એવું કહે છે.
કથા સાંભળ્યા પછી પ્રયોગ કરી અને પ્રયાગ બનજો, બધાને ભેગા કરજો.
બે-પરીક્ષા-સાધુની પરીક્ષા બહુ થાય છે.મારું પ્રમાણ મારા ગુરુની પોથી,પાઘડી અને પાદુકા છે.
ત્રણ-સમિક્ષા:સાધુની સમીક્ષા થાય છે,થવી જોઈએ, સમીક્ષા આવકાર્યછે.ચાર-ઉપેક્ષા:લોકો ઉપેક્ષા પણ કરે છે.પાંચ-તિતિક્ષા:સહન બહુ કરવું પડે.જેટલાદુઃખો આવે એનો પ્રતિકાર કર્યા વગર,સ્વિકાર કરીને સહન કરવું.શોક ન કરવો અને વિલાપ પણ ન કરવો એને તિતિક્ષા કહેવાય.
ભગવાન રામ,કૃષ્ણ,હનુમાન આ બધાનાં જીવનમાં આવી કસોટીઓ આવી છે.
ઈશ્વરરૂપ સાધુ ઉપર પાંચ સંકટો આવે છે:ધર્મસંકટ, પ્રાણસંકટ,પારિવારિક સંકટ,સામાજિક સંકટ અને રાષ્ટ્રસંકટ.રાષ્ટ્ર ઉપર સંકટ આવે ત્યારે સાચો સાધુ અલિપ્ત ન થાય.પ્રાણસંકટનું નિવારણ આપેલું વચન પાળી બતાવીએ ત્યારે થાય છે.ધર્મ સંકટ અને રાષ્ટ્ર સંકટ વેદના ગાયનથી નિવારી શકાય છે.રાષ્ટ્રસંકટ આવ્યું ત્યારે બચાવવા કોઈ સાધુ અગ્રેસર થયો જ છે એવું રણછોડદાસ બાપુ કહેતા.
શસ્ત્ર કરતા શાસ્ત્રોની તાકાત વધારે છે.શસ્ત્રબુઠ્ઠા થાય છે,શાસ્ત્રો બુઠ્ઠા થતા નથી.શસ્ત્રોને કોઈ કાપી શકે,શાસ્ત્રો અકાટ્યછે.પારિવારિક સંકટ સમ્યક રૂપે દૂર થાય છે.સામાજિકસંકટમાંથી દૂર થવા માટે કોઈને જવાબ આપવાનો બંધ કરવો,સાચું હોય એ સ્વિકારી લેવું,સાચું ન હોય તો કેર ન કરવી.
કથા પ્રવાહમાં ચારે ભાઈઓના નામકરણની પંક્તિઓનું ગાયન થયું.સુખનું ધામ,આનંદનું ધામ,જે આનંદનો સમુદ્ર છે,જે વિરામ,આરામ,વિશ્રામ અને અભિરામ આપે છે એ તત્વનેરામરૂપેઓળખવામાંઆવ્યા.જે બધાનું ભરણ-પોષણ કરે છે એ ભરત છે અને શત્રુબુધ્ધિનો નાશ કરે છે એનું નામ શત્રુઘ્ન અને જે બધાનો આધાર છે એનું નામ લક્ષ્મણ પાડવામાં આવ્યું.યજ્ઞોપવિત,વિદ્યા પ્રાપ્તિ બાદ રામ લક્ષ્મણને લેવા વિશ્વામિત્ર આવે છે અને રસ્તામાં તાડકા અને અહલ્યાનો ઉદ્ધાર કરી જનકપુરમાં આવી અને ધનુષ્ય યજ્ઞમાં ધનુષ્યતોડેછે.રામ-સીતાના વિવાહ થાય છે અને એ પછી ચારે ભાઈઓ વિવાહ કરી અયોધ્યામાં આવે છે અને અયોધ્યામાંથીવિશ્વામિત્રની વિદાય થાય છે એ બધી જ કથાને સંક્ષિપ્ત રૂપે કહીને આજની કથાને વિરામ આપવામાં આવ્યો.
કથા-વિશેષ:
વિશ્વ માતૃભાષા દિન પર સૌ પ્રાંતોની ભાષાને વંદન અભિનંદન કરતા બાપુ.
ભાષા અને ભાવ સંયુક્ત છે.
બાપુએ વિશ્વ માતૃભાષા દિવસ ઉપર કહ્યું કે ઘણી સાહિત્ય સંસ્થાઓ આ દિવસ મનાવી રહી છે. માતૃભાષાનું ગૌરવ કરીએ.કચ્છની આગળ પણ પોતાની આગવી ભાષા છે.દેશની,વિશ્વની તમામ ભાત માતૃભાષાનો દિવસ એનું જતન કરીએ,એને જાળવીએ.
અહીં અલગ-અલગ ગુજરાતી કવિઓને થોડીક પંક્તિઓને બાપુએ વ્યાસપીઠ ઉપરથી રજૂ કરી: આદ્યગિરા ગુજરાતી તને,
શોભિત હું શણગાર અતિ સજાવું,
જીભની પાસ વખાણ કરાવું,
ગુણીજન પાસ તુજ કીર્તિ ગવાવું.
-ઉમાશંકર જોશી
અનુભવથી કહું છું બધી ભાષા પરાઈ છે,
ગુર્જર બધી ભાષાથી સવાઇ છે.
વિરંચિ ત્રિવેદી.
વાત મારી જેને સમજાતી નથી,
એ ગમ્મે તે હોય,ગુજરાતી નથી!
-ખલીલધનતેજવી.
બત્રીસકોઠાઅજવાળે છે મારી ગુજરાતી ભાષા, રણમાં વીરડાંઓગાળે છે મારી ગુજરાતી ભાષા.
-નીતિનવડગામા.
વેદના મૂળને,શાસ્ત્રનાસુરને,
જગત કીરતારને જોયો ન જોયો,
વ્યર્થ નર અવતાીમાતૃયૌવનહરી,
રત્ન ચિંતામણી સમ જનમ ખોયો.
-નરસિંહ મહેતા.
દરેક પ્રાંતની પોતાની ભાષાને બાપુએ નમન કર્યું અને એટલું જ કહ્યું કે તમને હિન્દી અનુકૂળ ન પડતી હોય તો એ સાઉથનામહાનુભાવો! હિન્દીની નિંદા ન કરતા બીજી ભાષાની નિંદા ના કરતા.
આ મેકરણદાદાની ભાષા,પોતાની ભાષાનું ગૌરવ કરીએ સાથે એ પણ ઉમેર્યું કે મોટાભાગના નાગરોસંસ્કૃતમાંગ્રંથોને-ઉપનિષદોને ગુજરાતીમાં લાવ્યા છે એમાં શિખરીણિની છંદ-જે ૧૭ અક્ષરનો છે,છ અક્ષર ઉપર વિરામ થાય એ છંદનું ઉદાહરણ આપતા કહ્યું:
અસત્યોમાહિંથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા,
મહા મૃત્યુંમાંથી અમૃત સમીપે નાથ લઈ જા.
કલાપીની,નિરંજન ભગતની ગુજરાતી,આદ્ય કવિ નરસિંહ મહેતાના એવોર્ડથી આપણે વંદન કરી શકીએ.
એક ઘા ને કટકા ત્રણ!
એ જાણવું હોય તો ગુજરાતી ભણ!
-હરદ્વાર ગોસ્વામી.
સુરેશ દલાલ અને હરીન્દ્રદવેનીગુજરાતી.જેમ કાદવ અને જળ સંયુક્ત હોય એમ ભાષા અને ભાવ સંયુક્ત છે આવું સાહિત્ય દર્પણ કહે છે.આ જ રીતે સુખ અને દુઃખ સંયુક્ત છે.સુખના કેન્દ્રમાં જ દુઃખ છે અને દુઃખના કેન્દ્રમાં સુખ છે.
આપના બાળકો ભલે અંગ્રેજી માધ્યમમાં ભણે પણ ઘરમાં ગુજરાતી જ બોલજો.