સાયકલ પ્યોર અગરબત્તીએ અયોધ્યામાં 121 ફૂટની અગરબત્તી પ્રગટાવીને ઈતિહાસ રચ્યો

Spread the love

અયોધ્યાના આકાશ ને પ્રકાશિત કર્યું અને વાતાવરણને મધુર સુગંધથી ભરી દીધું, જે આપણા સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવાની અને ઉજવણીની પ્રતિબદ્ધતાને ફરીથી દ્રઢ કરી

અયોધ્યા 07 નવેમ્બર 2024: સાયકલ પ્યોર અગરબત્તી ભારતની અગ્રણી હોમ પૂજા બ્રાન્ડ રઘુકુલ ફાઉન્ડેશનની સાથે મળીને અયોધ્યાના ભરતકુંડ મહોત્સવમાં એક અદ્વિતીય 121 ફૂટની અગરબત્તીની સાથે ભવ્યતા, દિવ્યતા અને આકર્ષક સુગંધનો અનુભવ પ્રદાન કરે છે. આ સાત દિવસના કાર્યક્રમનું ઉદઘાટન અયોધ્યાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી અશોક કુમાર સૈની અને કમાન્ડો ઓફિસર શ્રી આશુતોષ તિવારી દ્વારા સૌથી મોટી અગરબત્તી પ્રગટાવીને કરવામાં આવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન દરમ્યાન સાયકલ પ્યોરે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મનાવવા માટે મૈસૂરમાં 111 ફૂટની અગરબત્તી બનાવી હતી, જેને પ્રસિદ્ધ શિલ્પકાર અરૂણ યોગીરાજના માતા સુશ્રી સરસ્વતીએ પ્રગટાવી હતી.

લાઇટિંગ સેરેમનીમાં સાંસ્કૃતિક ગૌરવ અને આધ્યાત્મિક મહત્વને દર્શાવવામાં આવ્યું, જેનો ઉદ્દેશ ઉત્સવને ખુશી, એકતા અને પારિવારિક સદ્ભાવનાનો સંદેશ આપવાનો હતો.

ઉદ્ઘાટન સમારંભમાં બોલતા અયોધ્યાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી અશોક કુમાર સૈની એ કહ્યું કે, “ભરતકુંડ મહોત્સવ દરમ્યાન આ ખાસ પ્રસંગનો ભાગ બનવું સમ્માનની વાત છે, આ એક એવો ઉત્સવ છે જે આપણા સંસ્કૃત્તિક વારસા અને આધ્યાત્મિકતાનો સાર દર્શાવે છે.” સાયકલ પ્યોર અગરબત્તી અને રઘુકુલ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત 121 ફૂટની અગરબત્તી શ્રદ્ધા અને એકતાનું એક શક્તિશાળી પ્રતિક છે. આવા મહત્ત્વપૂર્ણ અભિયાનોનું સમર્થન આપવું એક વિશેષાધિકાર છે અને એ સંતોષજનક છે કે આપણે આપણી સંસ્કૃત્તિક પરંપરાઓની જાળવણી કરવામાં યોગદાન આપી રહ્યા છે અને ભરતકુંડ મહોત્સવની ભાવનાને વધારી રહ્યા છીએ.”

સાયકલ પ્યોર અગરબત્તીની 121 ફૂટ લાંબી કૃત્તિને 18 કુશળ વ્યક્તિઓની એક સમર્પિત ટીમે 23 દિવસમાં તૈયાર કરી, જેમાં શુભ દશાંગ, (મધ, કોનગરી ગડ્ડે, ઘી, ચંદન પાઉડર, ગૂગળસ અગરૂ, સમબ્રાની, દેવદારૂ, લોબાન અને સફેદ સરસવ)ની સાથે ચારકોલ, જિગટ અને ગોળ જેવી હેન્ડપિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉત્પાદન પ્રક્રિયામાં સાયકલ પ્યોરની નિષ્ણાત ટીમ દ્વારા ઘડવામાં આવેલી અનોખી તકનીકનો સમાવેશ થાય છે.

121 ફૂટની અગરબતીના પ્રગટાવવા પર ટિપ્પણી કરતાં, સાયકલ પ્યોર અગરબત્તીના એમડી શ્રી અર્જુન રંગાએ કહ્યું, “અમારા આત્મામાં આધ્યાત્મિકતા છે અને અમે કલાકાર સમુદાયને સમર્થન આપવા અને લોકોના જીવનમાં આશા લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. આ 121 ફૂટની અગરબત્તી તે વચનને સાકાર કરે છે, કે જે પોતાની મનમોહક ખુશ્બુના માધ્યમથી ખુશીઓ ફેલાવે છે અને શિલ્પ કૌશલની ઉજવણી કરે છે – પ્રેરણા અને સમર્થનની અમારી સહિયારી યાત્રાને એક શ્રદ્ધાંજલિ.”

“અખંડ જ્યોતિ” ના રૂપમાં જાણીતી આ અગરબત્તીની એક ખાસ સુગંધ છે, જેને ‘પરંપરા’ નામ આપવામાં આવ્યું છે, જેને પ્રતિષ્ઠિત શ્રી રંગા રાવ અને તેમના પરિવાર દ્વારા તૈયાર કરાઈ છે. આ અગરબત્તી પરંપરા અને જૂની યાદોનો એક સ્પર્શ ઉમેરે છે, જેનાથી આ સૌથી પ્રિય સુગંધ બની જાય છે. આ પ્રયાસ સાયકલ પ્યોર અગરબત્તીના સાંસ્કૃતિક વારસાની જાળવણી અને પ્રદર્શિત કરવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

 


Spread the love

Check Also

ગ્રંથકૃપા,ગુરુકૃપા અને ગૌરીશંકરની કૃપા-આ ત્રણેય કૃપા મળી જાય તો જગતમાં બધા જ દ્વાર ખુલી જાય છે.

Spread the loveમહાત્મા બ્રહ્મ,બુધ્ધાત્મા પરબ્રહ્મ અને પરમાત્મા પરાત્પર બ્રહ્મ છે. કલા,સાધના, શિબીરો,વિદ્યા આ બધું ત્યારે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *