સાયબર સિક્યુરિટી દ્રોણાક્ષ મેગેઝિન લૉન્ચ કરાયું

Spread the love

દેશ અને દુનિયામાં સાયબર કાઈમના ગુનાઓ વધી રહ્યા છે. ભારતમાં દરરોજ લોકો સાયબર ક્રાઇમના ભોગ બની રહ્યાં છે. આ સાયબર ક્રાઈમના ગુનાઓ વધતા અટકાવવા માટે સરકાર અને પોલીસ વિભાગ નકકર પગલાં ભરી રહી છે, તેમ છતાં લોકો  ટેકનોલોજીનો ઉપયોગ કરી  લોકો સાથે અવનવા પેતરા રચી સાયબર ક્રાઇમ આચરી રહ્યા છે. આમ, લોકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે સાયબર સિક્યુરિટીના રૂપમાં દ્રોણાક્ષ મેગેઝિન લૉન્ચ કરવામાં આવ્યું છે.

ટેકનોલોજી ઉપર ઘણી બધી બુક આવતી હોય છે પણ સાયબર સિક્યુરિટી પર અમે આ મેગેઝીન લોન્ચ કરી છે, જે લોકો માટે ઘણી ઉપયોગી નીવડશે એમ ભારતના સૌથી યુવા સાયબર નિષ્ણાત અને ઉદ્યોગસાહસિક તેમજ હેરિટેજ સાયબરવર્લ્ડ એલએલપીના સ્થાપક, સીઇઓ, ડિરેક્ટર અને લેખક શ્રી ડૉ.ધ્રુવ પંડિત એ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દ્રોણાક્ષ એ ભારતનું અગ્રણી સાયબર સિક્યુરિટી મેગેઝિન છે જે શૈક્ષણિક ઉત્પાદન તરીકે રજિસ્ટર છે, જેનું મિશન દેશના સાયબર કોમ્યુનિટીને પ્રોત્સાહનને મજબૂત કરવાનું છે. આ સાથે સાયબર ક્રાઇમ ઉપર રિસર્ચ કરીને આ મેગેઝીન શરૂ કરવામાં આવ્યું છે અને લોકો સાયબર ગાંઠિયાઓનો ભોગ ન બને તે માટે ઘણું ઉપયોગી સાબિત થઈ શકે એમ છે.

દેશના ફર્સ્ટ વિશિષ્ટ રૂપથી સાયબર સિક્યુરિટી  કેન્દ્રિત પબ્લિકેશનના રૂપમાં દ્રોણાક્ષ એ સાયબર ક્રાઇમ અને ચાલુ રહેલા હુમલાઓ પર વાસ્તવિક સમયની જાણકારી આપે છે, જે ઉભરતા જોખમો માટે મહત્વપૂર્ણ જાણકારી પ્રદાન કરે છે.

વધુમાં, મેગેઝિન વિવિધ કંપનીઓના CISO, CIO અને બ્યુરોકેટ્સ જેવા અગ્રણી વ્યક્તિઓ દ્વારા યોગદાન આપેલા લેખો પ્રદર્શિત કરે છે, જે વાચકોને વિવિધ દ્રષ્ટિકોણ સાથે તેમની  વ્યૂહરચનાથી સમૃદ્ધ બનાવે છે.

આ પહેલ ભારતમાં વધુ મજબૂત સાયબર કૉમ્યુનિટી કેળવવાના વિઝન દ્વારા પ્રેરિત છે. આના લોન્ચ  માટે 1લી મેનો દિવસ ગૃહ મંત્રાલય દ્વારા દર મહિનાના પ્રથમ બુધવારને “સાયબર જાગૃત દિવસ”ના રુપમાં સેલિબ્રેટ કરવા માટે અનુરૂપ છે, જે દ્રોણાક્ષની શરૂઆતના પ્રભાવ આગળ વધારે છે. આ ઉપરાંત આકર્ષક અને માહિતીપ્રદ સામગ્રીથી ભરપૂર માસિક પ્રકાશનોની પ્રતિબદ્ધતા સાથે દ્રોણાક્ષનો ઉદ્દેશ ભારતના સાયબર સુરક્ષા લેન્ડસ્કેપમાં અર્થપૂર્ણ તફાવત લાવવાનો છે.


Spread the love

Check Also

સોની બીબીસી અર્થના શોના ડિસેમ્બરમાં રોમાંચક પ્રીમિયર્સ, પ્રાચીન રોમથી અજાણ્યા જંગલી વિસ્તારો સુધી

Spread the loveરાષ્ટ્રીય 02 ડિસેમ્બર 2024: જેમ જેમ વર્ષ સમાપ્ત થઈ રહ્યું છે, સૌથી વધુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *