નેશનલ, 23મી જુલાઈ, 2024: કોસ્ટા કોફી ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024 ખાતે વિધિસર કોફી પાર્ટનર બની છે, જે વૈશ્વિક સ્તરે કોફી સંસ્કૃતિને પ્રમોટ કરવામાં અને ભારતીય બરિસ્તાને મુખ્ય મંચ પૂરું પાડવા માટે નોંધપાત્ર માઈલસ્ટોન છે. છ દેશમાં છ કિયોસ્ક્સ અને 110 સેલ્ફ- સર્વ પેક્ટો મશીન્સ, 130 કોસ્ટા કોફી ટીમના સભ્યો સાથે પેરિસમાં સાત સ્થળે ચાહકો અને એથ્લીટ્સને તે ઉત્તમ હોટ અને આઈસ્ડ બેવરેજ અનુભવ પ્રદાન કરશે.
આ જોડાણના ભાગરૂપે કોસ્ટા કોફીએ ત્રણ ઉત્તમ ભારતીય બરિસ્તા રજૂ કર્યા છેઃ અમીર ફઈઝ, મલ્લિકા ત્રિપુરા અને અભિષેક કુમાર. આ પ્રતિભાશાળી વ્યક્તિગતોએ તેમની કુશળતા નિખારવા માટે સઘન તાલીમ લીધી છે અને ટીમવર્ક તથા ઉત્કૃષ્ટતાનાં કોસ્ટા કોફીનાં મૂલ્યો અધોરેખિત કરે છે. ટીમના સભ્યો આ સાઈટ્સની સહજ કામગીરીની ખાતરી રાખશે અને ખાસ એથ્લીટ્સ અને દર્શકો માટે તૈયાર કરાયેલા કોફી માસ્ટરક્લાસીસનું આયોજન કરશે. ઓલિમ્પિક્સના રોમાંચમાં ઉમેરો કરતાં ચુનંદા કોસ્ટા કોફી ટીમના સભ્યોને ઓલિમ્પિક ગેમ્સ ખાતે ટોર્ચબેરર બનવાની અતુલનીય તક મળશે.
કોકા-કોલા કંપની ખાતે કોસ્ટા કોફીન ભારત અને ઈમર્જિંગ ઈન્ટરનેશનલના જનરલ મેનેજર વિનય નાયરે જણાવ્યું હતું કે: “અમને ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024 માટે વિધિસર કોફી પાર્ટનર બનવાનું ગૌરવજનક લાગે છ. આ તક અમને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મંચ પર અમારા ભારતીય બરિસ્તાની કુશળતા અને કળાકારીગરી દર્શાવવાની તક આપવા સાથે અમારા પ્રતિભાશાળી ટીમના સભ્યો પ્રત્યે અમારી કટિબદ્ધતા પણ અધોરેખિત કરે છે. તેમને અસાધારણ તક આપીને અમે તેમની વૃદ્ધિમાં રોકાણ કર્યું છે, સમાવેશક સંસ્કૃતિને અપનાવી છે અને ઉત્કૃષ્ટતા માટે તેમની સમર્પિતતાની ઉજવણી કરી છે.”
ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024માં ભારતમાંથી અમારા બરિસ્તાનો સહભાગ પરિવર્તનકારી પ્રવાસ છે, જે અમૂલ્ય અનુભવનો ઉમેરો કરવા સાથે અર્થપૂર્ણ જોડાણો સ્થાપિત કરશે.