કોક સ્ટુડીયો ભારત સિઝન 3 દ્વારા આઇકોનિક લાઇન-અપ Get Ready for the Dropનો પ્રારંભ કરાયો!

Spread the love

કેમ્પેન વીડિયોની લિંક માટે જુઓ – અહીં

નવી દિલ્હી 14 ફેબ્રુઆરી 2025: કોક સ્ટુડીયો ભારત અત્યંત નવી સિઝન 3 સાથે આવવા સજ્જ છે, જે ભારતના અત્યંત શક્તિશાળી અવાજો અને વિવિધ સંગીત પ્રભાવને એકસાથે લાવશે. કોક સ્ટુડીયો ભારત કે જે સાંસ્કૃતિક અનુભવોની રચના કરવા માટે વિખ્યાત છે તેણે પરંપરાગત સ્ટોરીઓનું સમકાલીન બીટ્સ સાથે મિશ્રણ કર્યુ છે, જે જેન Z સામે પડઘો પાડે છે. આ સિઝન ભારતના સમૃદ્ધ વારસાની એક નક્કર પુનઃકલ્પના છે, જે સહજ રીતે સ્થાનિક પરંપરાઓને સમકાલીન ધ્વનિ સાથે મિશ્રીત કરે છે જેથી ભૂલી ન શકાય તેવો સંગીત અનુભવનું સર્જન કરી શકાય. પંજાબના હૃદયના તારને ઝણઝણાવી દેવા બીટ્સથી લઇને દિલને હચમચાવતા નોર્થઇસ્ટના મેલોડીઝ સાથે કોક સ્ટુડીયો ભારતએ તાજા અને ઉભરતી પ્રતિભાઓ સાથે ઐતિહાસિક માએસ્ટ્રોને એક કરીને સંગીતલક્ષી વાર્તાઓ કહેવાનું સતત રાખ્યુ છે.

સિઝન 3 અવાજોનું અસાધારણ મિશ્રણ દર્શાવશે, જે દરેક તેમના પ્રદેશોના આત્માનું પ્રતિનિધિત્વ કરશે. લાઇન-અપમાં વિશાલ મિશ્રા, માલિની અવસ્થી, શાલ્મલી ખોલગડે, સંતોષ નારાયણન, શંકુરાજ કોંવર, ધંડા ન્યોલીવાલા, પ્રતિક્ષા શ્રીવાસ્તવ, ઓફ્રો, થિયારાજક્સ્ટ, ગુલાબ સિદ્ધુ, જસ્સા ધિલ્લોન, રાગીન્દર, આદિત્ય ગઢવી, મધુવંતી, મધુવૃત્તિ, એ. Xvir ગ્રેવાલ, દેબઝી, SVDP, મહેક સિદ્ધુ, ભાર્ગવ પુરોહિત અને ભારતીય કોરલ એન્સેમ્બલનો સમાવેશ થાય છે. આ સિઝનમાં દરેક ટ્રેક અવધી લોક, પંજાબી હિપ-હોપ, આસામી ઓલ્ટરનેટિવ રોક, તમિલ ફોક અને વધુમાં ફેલાયેલા ભારતના વિશાળ સંગીત વારસાને શ્રદ્ધાંજલિ હશે.

લોકપ્રિય ગાયક વિશાલ મિશ્રાએ જણાવ્યું હતુ કે, “કોક સ્ટુડીયો ભારત હેંશા એક પ્લેટફોર્મ રહ્યુ છે જે ભારતની વિવિધ સંગીત સ્થિતિની જવણી કરે છે. મારા અવાજનું યોગદાન આપવા માટે હું ઉત્સાહી છું અને વિવિધ પેઢીઓનું મિશ્રણ પ્રેક્ષકો માટે એક વિશિષ્ટ વૃત્તાંતનું સર્જન કરવા માટે એકઠી થાય તે જોવા તત્પર છું.”

કોકા-કોલા ઇન્ડિયા અને સાઉથ વેસ્ટ એશિયના વાઇસ પ્રેસિડન્ટ ગ્રેઇશ્મા સિંઘએ જણાવ્યું હતુ કે, “મૂળભૂત રીતે કોક સ્ટુડિયો ભારત વાર્તા કહેવા અને સંસ્કૃતિ વિશે છે – પરંપરાગત અને આધુનિકતાને એક અનોખી અને ઓળખી શકાય તેવી સોનિક અને વિઝ્યુઅલ ઓળખ સાથે જોડે છે. ભારતના વિવિધ ભાગોનું પ્રતિનિધિત્વ કરતા કલાકારોના હાથથી પસંદ કરાયેલા સમૂહની આસપાસ બનેલ, સિઝન 3 અનન્ય અવાજો પર એક તાજગીભર્યું યુવા સ્વરૂપ લાવે છે જે સંગીતની શૈલીઓની સમૃદ્ધ ટેપેસ્ટ્રીને આવરી લે છે.”

ભારત અને દક્ષિણ એશિયાના યુનિવર્સલ મ્યુઝિક ગ્રુપના ચેરમેન અને સીઈઓ દેવરાજ સાન્યાલે ઉમેર્યું હતુ કે, “યુનિવર્સલ મ્યુઝિક ગ્રુપમાં, અમે હંમેશા વિશ્વને જ નહીં, ફક્ત ભારતને જ અમારા સંગીત માટેનું બજાર માન્યું છે. જેમ જેમ વૈશ્વિક સોનિક વિશ્વભરની સૌથી સુંદર સંસ્કૃતિઓના અવાજો અને ધૂનનો સમાવેશ કરવા માટે વિસ્તરી રહ્યું છે, તેમ તેમ અમે “કોક સ્ટુડિયો ભારત” ને મિશ્રણમાં રજૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ કારણ કે સિઝન 3માં હાલના યુવા અને નિર્ભય અવાજોનો ખૂબ જ ઉચ્ચ સાંસ્કૃતિક ભાગ છે પરંતુ તે આપણા ઐતિહાસિક વારસાના શિક્ષણ અને વાર્તા કહેવાથી પણ ભરપૂર છે. તે પ્લેટફોર્મના ઉત્ક્રાંતિમાં એક રોમાંચક પ્રકરણ છે.”

પ્રખ્યાત ફોક લિજેન્ડ માલિની અવસ્થીએ કહ્યું કે, “લોક સંગીત હંમેશા યાદગાર રહે છે કારણ કે તે આપણા ઇતિહાસ, આપણા પ્રદેશ, આપણા લોકોની આત્માનું વહન કરે છે. કોક સ્ટુડિયો ભારતના ઊંડાણપૂર્વકના જોડાણો સાથે, અમે આ કાલાતીત અવાજોને નવી પેઢી સમક્ષ ફરીથી રજૂ કરી રહ્યા છીએ, જે સાબિત કરે છે કે પરંપરા અને નવીનતા સંપૂર્ણ સુમેળમાં ગાઈ શકે છે.”

એક શાનદાર લાઇન-અપ અને ગ્રાઉન્ડબ્રેકિંગ રચનાઓ સાથે, કોક સ્ટુડિયો ભારત સિઝન 3 ફરી એકવાર ભારતની સંગીત ઓળખને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે. 21 ફેબ્રુઆરીના રોજ પ્રથમ ટ્રેક ડ્રોપ માટે જોડાયેલા રહો!


Spread the love

Check Also

આયત આઇવીએફ એન્ડ ઇનફર્ટિલિટી સેન્ટરનું ઉદઘાટન, વંધ્યત્વના દર્દીઓ માટે વિશેષ સારવાર ઉપલબ્ધ 

Spread the loveગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: જાણીતા ગાયનેકોલોજીસ્ટ અને આઇવીએફ સ્પેશિયાલિસ્ટ ડો. ફરહીન રાધનપુરીના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *