ચોથી સીઝન વધુ મજબૂતઃ કોક સ્ટુડિયો ભારત દ્વારા સીઝન 4ના કલાકારોની ઘોષણા

Spread the love

ધ લિસ્ટમાં રેખા ભારદ્વાજ, આદિત્ય રિથારી, કુલતે ખાન, કાઈઝર નિઝામી, અર્સલન નિઝામી, સ્વરિત શુક્લા વગેરેનો સમાવેશ 


Link: The List

નેશનલ | ૧૭ માર્ચ ૨૦૨૬ — ભારતના સ્ટ્રીમિંગ અવકાશને નવો આકાર આપવાની ત્રણ સીઝન પછી કોક સ્ટુડિયો ભારતે સીઝન 4 સાથે પુનરાગમન કર્યું છે. ભારતભરના કલાકારોને પ્રાદેશિક ધ્વનિ અને પરંપરાઓની નવી કલ્પના કરવા એકત્ર કરવા માટે જ્ઞાત મંચે નવી સીઝન ધ લિસ્ટ સાથે શરૂ કરી છે, જેમાં આ વર્ષે ભાગ લેનારા કલાકારોનાં નામ જાહેર કર્યાં છે.

સીઝન 3એ દર્શકોને અર્ઝ કિયા હૈ આપ્યું, જે ભારતની કાવ્ય સંસ્કૃતિનું આધુનિક દિવસનું અર્થઘટન ભારતીય સંગીતના ચાર્ટ પર અને તહેવારને લગતાં ગીતો સાથે ટોચે બિરાજ્યું હતું, જ્યારે સીઝન 4 વાર્તાલાપને ભારતના સ્થાનિક માર્ગોમાં ઊંડાણમાં લઈ જાય છે.

આ વર્ષે કલાકારોમાં આદિત્ય રિખારી, કુલતે ખાન, રેવેટર, ફહીમ અબદુલ્લા, અર્સલન નિઝામી, મધુર શર્મા, અશોક મસ્કીન, વૈભવ પાની, મહંમદ ફૈઝ, મામે ખાન, ખ્વાબ, ઉત્પલ ઉદિત અને રેખા ભારદ્વાજનો સમાવેશ થાય છે. આ વિવિધ કળાના શક્તિશાળી કલાકારો દેશના અલગ અલગ ખૂણાના, અલગ અલગ સંગીત વારસો ધરાવે છે અને અત્યંત અલગ દર્શકવર્ગ છે.

આ સીઝનની વિશિષ્ટતા રેન્જ છે. શું આવવાનું છે તેનું રહસ્ય અકબંધ રાખતાં સીઝન 4 અંગત વાર્તાકથન, ભક્તિ, ઈચ્છા, યાદ અને પુનઃઅર્થઘટનની પાર જાય છે, જે રાજસ્થાની લોક પરંપરા, કાશ્મીરી નરેટિવ સ્વરૂપો, બનારસનાં મૂળ, પંજાબની સુફી ખૂબી અને આધુનિક પ્રેમ પર સમકાલીન નજરિયા સુધી ભારતના જીવિત સાંસ્કૃતિક પરંપરા અને સંગીત વ્યવહારોમાં ઊંડાણથી પ્રેરિત છે. વાર્તાઓ સંસ્કૃતિ, સ્થળ અને યાદોથી આકાર પામે છે, પરંતુ તેનાથી બંધાતી નથી.

રેખા ભારદ્વાજ કહે છે, “દરેક પેઢી પોતાની રીતે પોતાનાં મૂળની પુનઃશોધ કરે છે. કોક સ્ટુડિયો ભારત એવો અવકાશ આપે છે, જ્યાં પુનઃખોજ જોડાણ થકી થાય છે. સીઝન 4 એટલે પરંપરાનો જોશ સંવર્ધન કરવા સાથે તેને નવા પરિપ્રેક્ષ્યમાં શ્વાસ લેવા દે છે.”

આદિત્ય રિખારી કહે છે, “મારું સંગીત હંમેશાં અંગત અને ભાવનાત્મક રહ્યું છે. કોક સ્ટુડિયો ભારત સાથે ગીતનું હાર્દ અકબંધ રહે છે. ધ્વનિ પણ તેની આસપાસ વૃદ્ધિ પામે છે. સીઝન 4માં લેખનમાં તે નાજુકતા છે, પરંતુ તેની વ્યાપકતા તે કઈ રીતે સાંભળવામાં આવે છે તેમાં રહેલી છે.”

ફહીમ અબદુલ્લા કહે છે, “સંગીત યાદગીરીઓ, ઓળખ અને ભાવનાઓનું વહન કરે છે. ગીત જેની પાસે કહેવા માટે વાર્તા છે તે કાશ્મીરના કવિની કલ્પનામાંથી આવ્યું છે અને કોક સ્ટુડિયો ભારતનો હિસ્સો હોવું તે મને રાષ્ટ્રીય મંચ પર વાર્તાકથનની તે દુનિયા લાવવાની તક આપે છે. હું હિસ્સો છું તેવી આ સીઝને મને હું સાંભળતો આવ્યો છું તે કોક રોક સાથે મારાં મૂળિયાંનું સંધાન સાધ્યું છે.”

વિગતો ગીતથી ગીત ઉજાગર કરાશે. ધ્યાન એવો અવકાશ નિર્માણ કરવા પર કેન્દ્રિત રહેશે, જ્યાં વિવિધ સૂર તેમના ઉદભવના સાર્થક રહેવા સાથે એકત્ર આવી શકે.

કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના આઈએમએક (ઈન્ટીગ્રેટેડ માર્કેટિંગ એક્સપીરિયન્સ) લીડ શાંતનુ ગાંગણે કહે છે, “કોક સ્ટુડિયો ભારત દેશની લોક પરંપરાઓ અને સમકાલીન સૂરોને એકત્ર લાવીને એવું મંચ નિર્માણ કરે છે, જ્યાં જૂનાં અને નવાં એકત્ર ઉત્ક્રાંતિ પામે છે. ગત ત્રણ સીઝનમાં અમે પ્રાદેશિક ભાષાની શક્તિશાળી નરેટિવ, પારંપરિક વાજિંત્રો અને અકથિત વાર્તાઓને ઉચ્ચ સ્તરે પ્રસ્તુતિ જોઈ છે. સીઝન 4 તે અભિગમને આગળ લઈ જાય છે અને અંતરિયાળ ભૂમિની સંસ્કતિક અને સંગીત રાષ્ટ્રીય અને વૈશ્વિક મંચ પર પ્રદર્શિત કરે છે.”

યુનિવર્સલ મ્યુઝિક ગ્રુપના એશિયા, મિડલ ઈસ્ટ અને આફ્રિકા (એએમઈએ) માટે સ્ટ્રેટેજીના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને ભારત અને સાઉથ એશિયાના ચેરમેન અને સીઈઓ દેવરાજ સાંન્યાલે જણાવ્યું હતું કે, કોક સ્ટુડિયો ભારતની સંગીત ઉદ્યોગની જરૂરતોની ક્રિયાત્મક ઈકોસિસ્ટમ છે, જે આપણા પ્રાદેશિક વારસાનું ઊંડાણથી સન્માન કરવા સાથે તેને સમકાલીન, વૈશ્વિક સુસંગત ધ્વનિમાં ફેરવે છે. ગત ત્રણ સીઝનમાં અમે અસલ વાર્તાકથન અને સંસ્કૃતિ પાર જોડાણની શક્તિને ઉચ્ચ સ્તરે પ્રદર્શિત કર્યા. હવે સીઝન 4માં અમે સ્પષ્ટ રીતે ક્રિયાત્મકતા અમારો સૌથી ઉત્તમ સ્પર્ધાત્મક લાભ તરીકે ચાલુ રાખવાની ખાતરી રાખવા માગીએ છીએ.

આજની દુનિયામાં ગ્રાહકો નિષ્ક્રિય શ્રોતા રહ્યા નથી, પરંતુ આપણી સાથે સંસ્કૃતિને આકાર આપતા સુપરફેનની રીતે સક્રિય સહભાગીઓ છે. તે આપણને અત્યંત અપવાદાત્મક કલાકારો સાથે અત્યંત કર્ણપ્રિય સંગીત નિર્માણ કરવા મુખ્ય નિર્દેશાત્મક સહજ બનાવે છે અને આવું કરીને ભારત અને તેની પાર સંસ્કૃતિને આકાર આપવામાં મદદ કરવા પ્રેરિત કરે છે.”

કોક સ્ટુડિયો ભારતે હંમેશાં કેન્દ્રમાં સ્થાનિકને રાખ્યું છે. ડિજિટલ પ્રથન દર્શક માટે નિર્મિત તે પ્રાદેશિક ભાષા, લોકકથાઓ, પારંપરિક વાજિંત્રો અને સમકાલીન કલાકારોને એક મંચ પર લાવે છે. વર્ષોનાં વહાણાં વીતવા સાથે દેશભરના કલાકારો મંચ પર ચમક્યા છે. ફોર્મેટ દરેક કલાકારની વિશ્વસનીયતા અને શૈલીનું સંવર્ધન કરવા સાથે અજોડ જોડીને પ્રોત્સાહન આપે છે.

સીઝન 4 સમાન અનુભવ અને અજમાયશને સમાન માપમાં એકત્ર લાવે છે. પ્રથમ ટ્રેક રજૂ કરવામાં છે ત્યારે કોક સ્ટુડિયો ભારત ફરી એક વાર અવસરમાં ગળાડૂબ થવા, આગામી સાઉન્ડટ્રેક માટે સુસજ્જ છે.


Spread the love

Check Also

લિવાઇસ® ‘બીહાઈન્ડ એવરી ઓરિજિનલ’ ઝુંબેશ આલિયા ભટ્ટ સુધી વિસ્તરિત

Spread the love એક નવી સાહસિક વૈશ્વિક ઝુંબેશ જે તેની સફર, અવાજ અને શૈલીની ઉજવણી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *