કોઇનસ્વિચે INR-આધારિત ક્રિપ્ટો ફ્યુચર્સ લોંચ કર્યાં

Spread the love

બેંગ્લોર ૨૯ એપ્રિલ ૨૦૨૫: ભારતના સૌથી મોટા ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મ કોઇનસ્વિચએ INR-આધારિત ક્રિપ્ટો ફ્યુચર્સ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ નવી વિશેષતાથી સીધા INRમાં ફ્યુચર ટ્રેડિંગ સક્ષમ બન્યું છે તથા USDT કન્વર્ઝનની આવશ્યકતા દૂર થઇ છે, જેથી ટ્રેડિંગનો એકંદર અનુભવ વધુ સરળ અને કાર્યક્ષમ થયો છે.

ભારતીય યુઝર્સ માટે USDTની તુલનામાં INRમાં ટ્રેડિંગ વધુ સહજ અને વિશ્વાસપાત્ર છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે વૈશ્વિક બજારોમાં ક્વોટ કરન્સી તરીકે કરાય છે. INRને USDTમાં કન્વર્ટ કરવાની આવશ્યકતા સમાપ્ત કરીને કોઇનસ્વિચનો ઉદ્દેશ્ય ટ્રેડિંગના અનુભવને સુવ્યવસ્થિત કરવાનો તથા ભારતીય બજાર માટે ફ્યુચર ટ્રેડિંગને વધુ સરળ અને યુઝર-ફ્રેન્ડલી કરવાનો છે.

કેટલીક મુખ્ય વિશેષતાઓ નીચે મૂજબ છેઃ

  • રિયલ-ટાઇમ પ્રાઇઝ મેપિંગઃ હવે યુઝર્સ કોન્ટ્રાક્ટ લિસ્ટ ઉપર INR પેરિંગ સાથે ટકાવારીમાં બદલાવ સાથે જોઇ શકશે, જેનાથી પ્રાઇઝમાં વધઘટને ટ્રેક કરવું સરળ બની જશે
  • પોઝિશન વિઝિબિલિટીઃ યુઝર્સ માત્ર તેમના વર્તમાન કરન્સી મોડ સંબંધિત પોઝિશન જોઇ શકશે કારણકે USDT અને INRફ્યુચર્સને અલગ-અલગ મેનેજ કરવામાં આવે છે. જો યુઝર્સ બીજી કરન્સીમાં પોઝિશન ધરાવતા હોય તો તેઓ સરળતાથી સ્વિચ કરી શકે છે તથા સંબંધિત પેજ ઉપર તે પોઝિશનને જોઇ શકે છે.
  • યુનિફાઇડ પ્રાઇઝ વ્યૂઃ પોઝિશનમાં તમામ ફિલ્ડ, જેમકે અવાસ્તવિક પીએન્ડએલ અને લિક્વિડેશન પ્રાઇઝ હવે ફીની સાથે INRમાં દર્શાવાશે, જેનાથી યુઝર્સ માટે તેમના પ્રોફિટનું ઝડપથી આકલન કરવું વધુ ઝડપી, વધુ માહિતીસભર નિર્ણય લેવાનું સરળ બની જશે.
  • સરળ ટોગલ એક્સપિરિયન્સઃ યુઝર્સને ફ્યુચર પેજ ઉપર ટોગલ જોવા મળશે, જેનાથી તેઓ USDT અને INR-આધારિત ફ્યુચરમાં સ્વિચ કરી શકશે. એક સહાયકપ્રોમ્પ્ટદેખાશે,જેનવાINR ટ્રેડિંગવિકલ્પનોપરિચયકરાવશે.

આ જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતાં કોઇનસ્વિચના વાઇસ પ્રેસિડેન્ટ બાલાજી શ્રીહરિએ જણાવ્યું હતું કે, વિશ્વભરમાં ભારત ઝડપથી વિકાસ સાધતુ ક્રિપ્ટો માર્કેટ પૈકીનું એક છે અને મૂલ્યની દ્રષ્ટિએ બીજા ક્રમનું માર્કેટ છે. તેની વિશિષ્ટ જરૂરિયાતો અને યુઝરના અભિગમ મૂજબ સોલ્યુશન્સ આવશ્યક છે. કોઇન સ્વિચ ઉપર INR-આધારિત ક્રિપ્ટો ફ્યુચર્સના ઉમેરાથી અમે એક એવાં પ્લેટફોર્મની રચનાની દિશામાં આગળ વધી રહ્યાં છીએ કે જે ભારતીય યુઝર્સને અનુરૂપ હોય તથા બિનજરૂરી કામગીરીને દૂર કરીને અને અદ્યતન ટ્રેડિંગ સાધનોને પહેલા કરતાં વધુ સુલભ બનાવે છે.

આ નવી ઓફરિંગ ભારતના વધતી ક્રિપ્ટો કમ્યુનિટી માટે વિકસિત કરાયેલા શક્તિશાળી, યુઝર-ફ્રેન્ડલી ટ્રેડિંગ ટુલ્સ પ્રદાન કરવાના કોઇનસ્વિચના વ્યાપક મિશનનો એક ભાગ છે.

For more information, please visit: https://coinswitch.co/pro/futures-perpetual/BTCINR


Spread the love

Check Also

વિશ્વાસ સાથે જીવન બદલાવવાનું શાસ્ત્ર: હિતેશ ગજ્જર દ્વારા સફળ ન્યુમરોલોજી વર્કશોપનું આયોજન

Spread the loveગુજરાત, અમદાવાદ ૨૯ એપ્રિલ ૨૦૨૫: જીવનના રહસ્યો અને અવરોધોને સંખ્યાઓના માધ્યમથી ઉકેલવા માટે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *