
કોગ્નિઝન્ટે વિશ્વની સૌથી મોટી ઓનલાઇન જનરેટિવ એઆઈ હેકાથોનનું આયોજન કર્યું, 30,601 વર્કિંગ પ્રોટોટાઇપ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા
40 દેશોમાં 53,000થી વધુ કોગ્નિઝન્ટ એસોસિયેટ્સ કામના ભવિષ્યની ખોજ માટે અને સમગ્ર કંપનીમાં એઆઈ શિક્ષણને વેગ આપવા માટે વાઇબ કોડિંગ ઇવેન્ટમાં જોડાયા
ભારત | ૨૧ ઓગસ્ટ ૨૦૨૫: કોગ્નિઝન્ટે (NASDAQ: CTSH) એક ઓનલાઇન જનરેટિવ એઆઈ હેકાથોનમાં સૌથી વધુ ભાગ લેનાર લોકો માટેના ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ ટાઇટલ માટેનો તેનો પ્રયાસ સફળતાપૂર્વક પૂરો કર્યો છે. 10 દિવસના ગાળામાં 40 દેશોના 53,199 કોગ્નિઝન્ટ એસોસિયેટ્સે વાઇબ કોડિંગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. ઇનોવેશનને સુલભ બનાવવા અને મોટાપાયે એઆઈ પ્રવાહ ઊભો કરવા માટે આ વૈશ્વિક પહેલ તૈયાર કરવામાં આવી હતી.
ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સના સત્તાવાર એજ્યુડિકેટરે ઓનલાઇન જનરેટિવ એઆઈ હેકાથોનમાં સૌથી વધુ ભાગ લેનારાઓની કેટેગરીમાં કોગ્નિઝન્ટની સિદ્ધિની પુષ્ટિ કરી હતી. કંપનીએ ન કેવળ આ સિદ્ધિ મેળવી છે પરંતુ અગાઉનો રેકોર્ડ પણ તોડ્યો છે. વર્લ્ડ રેકોર્ડની આ ઇવેન્ટ ઉપરાંત તેણે 30,601 આઇડિયા અને વર્કિંગ પ્રોટોકોલ પણ રજૂ કર્યા હતા જે વિશ્વભરના એસોસિયેટ્સ દ્વારા સબમિટ કરવામાં આવ્યા હતા. વ્યસ્ત પ્રોફેશનલ્સ માટે એચઆર વેલનેસ કમ્પેનિયન એપથી માંડીને કંપનીના માર્કેટિંગ પ્રયાસોને ટેકો આપવા માટે બ્રાન્ડ કમ્પ્લાયન્સ અને કોર્પોરેટ ઓળખ ચકાસે તેવી એપ સુધીના વિવિધ પ્રોજેક્ટ્સ સબમિટ કરવામાં આવ્યા હતા.
કોગ્નિઝન્ટની વિક્રમસર્જક ઇવેન્ટમાં પ્રત્યક્ષ અને સહયોગાત્મક માહોલમાં એઆઈ ડેવલપમેન્ટ ટૂલ્સ સાથે સંકળાવવા માટે એચઆર, સેલ્સ, એન્જિનિયરિંગ, ફાઇનાન્સ, લીગલ, માર્કેટિંગ, ડિલિવરી સહિતના કંપનીના વિવિધ વિભાગોમાંથી તમામ એસોસિયેટ્સને આમંત્રિત કરવામાં આવ્યા હતા.વાઇબ કોડિંગ હબ, જેણે કોગ્નિઝન્ટના પાર્ટનર્સ Lovable, Windsurf, Cursor, Gemini Code Assist અને GitHub Copilot ના વાઇબ કોડિંગ પ્લેટફોર્મ્સની એક્સેસ પૂરી પાડી, પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ ટ્યૂટોરિયલ્સ પૂરા પાડ્યા અને કોગ્નિઝન્ટ એઆઈ અને પાર્ટનર એક્સપર્ટ્સ દ્વારા હાથ ધરાયેલા માસ્ટરક્લાસ પૂરા પાડ્યા હતા, તેને વાઇબ કોડિંગ દ્વારા એક્સક્લુઝિવલી 24 કલાકમાં તૈયાર કરવામાં આવ્યું હતું.
જાણીતા એઆઈ રિસર્ચર એન્ડ્રેજ કાર્પથી દ્વારા રજૂ કરાયેલું વાઇબ કોડિંગ એ સહજતાપૂર્ણ, એઆઈની મદદ મેળવતું એક પ્રકારનું પ્રોગ્રામિંગ છે જે તેનું ધ્યાન સિન્ટેક્સથી ક્રિએટિવિટી તરફ લઇ જાય છે. હેકાથોનમાં ભાગ લેનારાઓએ એક-એક લાઇનમાં કોડ લખવાના બદલે નેચરલ લેંગ્વેજમાં તેમના ઇરાદા રજૂ કર્યા હતા અને બાકીની કામગીરી જનરેટિવ એઆઈ ટૂલ્સ પર છોડી દીધી હતી જેમ કે વિચારો ઊભા કરવા, ડિબગ કરવા અને તેને રિફાઇન કરીને વર્કિંગ સોફ્ટવેર્સ બનાવવા. કોઈપણ વિચાર ધરાવતી વ્યક્તિ માટે નવીનતા આડેના અવરોધો દૂર કરવા, નિર્માણ કરવા અને સોફ્ટવેર બનાવવાની કામગીરી સરળ બનાવવાનો આ એક સશક્તિપૂર્ણ માર્ગ છે.
કોગ્નિઝન્ટના સીઈઓ રવિ કુમાર એસે. જણાવ્યું હતું કે કોગ્નિઝન્ટની વાઇબ કોડિંગ પહેલ કેવળ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે જ નથી, તે એઆઈ ઇકોનોમી માટેની ગતિ ઝડપી બનાવવા વિશે છે. અમે એવા કર્મચારીઓની ટીમ બનાવી રહ્યા છીએ જ્યાં દરેકની પાસે એઆઈને માત્ર અપનાવવા માટે જ નહીં પરંતુ તેની સાથે નવીનતા લાવવાના ટૂલ્સ હશે. વાઇબ કોડિંગ અને કોગ્નિઝન્ટ ગ્લોબલ વાઇબ કોડિંગ કમ્યૂનિટી દ્વારા અમે રચનાત્મકતાને મોટાપાયે અનલોક કરી રહ્યા છીએ અને કોગ્નિઝન્ટમાં તથા અમે જે ઉદ્યોગોને સેવાઓ આપીએ છીએ તે તમામ ક્લાયન્ટ્સ માટે શું સંભવ છે તેની નવેસરથી કલ્પના કરવા માટે લોકોને સશક્ત કરી રહ્યા છીએ.
કોગ્નિઝન્ટના વાઇબ કોડિંગ વીક તૈયાર કરવામાં અને વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનું શક્ય બનાવવા માટે પાર્ટનર્સે મહત્વની ભૂમિકા ભજવી હતી.
GitHub ખાતે એપીએસીના વીપી શેરિન નેપિયરે જણાવ્યું હતું કે GitHub Copilot એ પહેલું મોટાપાયા પરનું એઆઈ ડેવલપર ટૂલ છે અને હવે તે શક્તિશાળી કોડિંગ એજન્ટ બની ગયું છે જે સોફ્ટવેર બનાવવાની આખી કામગીરીને નવેસરથી આકાર આપી રહ્યું છે. કોગ્નિઝન્ટની વાઇબ કોડિંગ ઇવેન્ટ ઝાંખી રજૂ કરે છે કે Copilot સાથે શું સંભવ છે. તે ન કેવળ એક્સેસને સુલભ બનાવે છે અને સૌ કોઇને સોફ્ટવેર બનાવવા માટે સક્ષમ કરે છે પરંતુ ટીમ્સને વધુ ઝડપથી આગળ વધવા, મોટું વિચારવા અને ખૂબ ઝડપથી અને મોટાપાયે વિચારોને સાકાર કરવામાં મદદ પણ કરે છે. મેરેથન સોફ્ટવેર પ્રોજેક્ટ્સ હવે વ્યૂહાત્મક દોડ લગાવી રહ્યા છે અને ડેવલપર્સને વિચારોની ઝડપે નવીનતા લાવવા માટે સશક્ત બનાવાઈ રહ્યા છે.
Lovable ના સીઈઓ અને કો-ફાઉન્ડર એન્ટન ઓસિકાએ જણાવ્યું હતું કે આ એક હેકાથોન જ નહોતી, તે ભવિષ્યની કામગીરીનું રિહર્સલ હતું. સોફ્ટવેર બનાવનાર તરીકે પોતાની જેમણે કદી કલ્પના પણ નહોતી કરી તેવા લાખો લોકોને હવે સમજાયું છે કે તેઓ જાતે જ પ્રોટોપાઇપ અને પ્રોડક્ટ્સ બનાવી શકે છે. એક વખત દરવાજા ખુલી જાય પછી પાછળ વળીને જોવાનું રહેતું નથી.
Cursor ના સીઈઓ અને કો-ફાઉન્ડર માઇકલ ટ્રુએલે જણાવ્યું હતું કે આ વિક્રમજનક હેકાથોન માટે કોગ્નિઝન્ટ સાથે ભાગીદારી કરતા અમે રોમાંચિત છીએ. કોગ્નિઝન્ટે તેમની ટીમોને તેમના માટે કયા ટૂલ્સ શ્રેષ્ઠ રહેશે તે પસંદ કરવા માટે સશક્ત બનાવી હતી અને Cursor એ ડેવલપર્સની ટોચની પસંદગીઓમાં સ્થાન પામી હતી. Cursor સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે એક નવો અભિગમ પૂરો પાડે છે જેમાં કોગ્નિઝન્ટ જેવા એન્ટરપ્રાઇઝ ક્લાયન્ટ્સ હજારો ડેવલપર્સ સાથે એઆઈ-પાવર્ડ કોડિંગ વર્કફ્લોને અપનાવે છે. તેમના કર્મચારીઓની એઆઈ કુશળતાઓ અને ટૂલ ઓટોનોમીમાં રોકાણ કરીને કોગ્નિઝન્ટ પ્રોફેશનલ સર્વિસીઝ ઉદ્યોગના ભવિષ્યને આગળ લઈ જવાનું ચાલુ રાખે છે.
Windsurf ના સીઈઓ જેફ વાંગે જણાવ્યું હતું કે Windsurf એ આ ઐતિહાસિક હેકાથોનમાં ભાગ લેવા માટે તમામ પ્રકારના લોકોને સક્ષમ કર્યા હતા. મોટી કંપનીઓ તેમના વિચારોને ઝડપથી વાસ્તવિકતામાં ફેરવવા માટે શું કરી શકે છે તેની કલ્પના કરી જુઓ. 100 ગણા વધુ કોડ્સ લખાશે તેવા ભવિષ્યની ઝાંખી પૂરી પાડવામાં અને કોગ્નિઝન્ટને ટેકો આપતા અમે ગર્વ અનુભવીએ છીએ.
53,199 જેટલા સક્રિય રીતે ભાગ લેનારાઓ દ્વારા આ વિક્રમ સ્થપાયો હતો જેમાંના અનેકે તેમની પહેલી એપ્લિકેશન બનાવી હતી. 2,50,000થી વધુ કોગ્નિઝન્ટ એસોસિયેટ્સે તાજેતરમાં લોન્ચ કરેલી કોગ્નિઝન્ટ ગ્લોબલ વાઇબ કોડિંગ કમ્યૂનિટીમાં રજિસ્ટ્રેશન્સ કરાવ્યા છે. આ કમ્યૂનિટી એ એવી સહયોગ પૂરી પાડનારી જગ્યા છે જ્યાં વિવિધ પ્રદેશો અને ભૂમિકાઓ ધરાવતા કર્મચારીઓ ટૂલ્સ, ટ્યૂટોરિયલ્સ અને સફળતાઓને અરસપરસ વહેંચે છે. આ કમ્યૂનિટી કોગ્નિઝન્ટ અને એઆઈ સોલ્યુશન્સ ઇચ્છતા ક્લાયન્ટ્સ માટે નવીનતાનું લોન્ચપેડ બની રહેશે અને એઆઈ-નેટિવ એન્ટરપ્રાઇઝ બનવામાં કંપનીની લીડરશિપની પુનઃપુષ્ટિ કરશે.
વાઇબ કોડિંગ પહેલ એઆઈ-સંચાલિત અર્થતંત્રને આગળ લઈ જવા માટે કોગ્નિઝન્ટની ગહન પ્રતિબદ્ધતા પર નિર્મિત છે. કંપનીએ અગાગઉ 1 અબજ ડોલરના એઆઈ રોકાણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને ગ્લોબલ ટ્રેનિંગ પહેલ Synapse લોન્ચ કરી હતી જેનો ઉદ્દેશ 2026ના અંત સુધીમાં એઆઈ સહિત નવી ડિજિટલ કુશળતાઓ સાથે 10 લાખ લોકોને અપસ્કીલ કરવાનો છે.
Aajna Samachar