કોકા-કોલા દ્વારા 2025ના પ્રથમ ત્રિમાસિકનાં પરિણામ જાહેર

Spread the love

નવી દિલ્હી ૩૦ એપ્રિલ ૨૦૨૫: ધ કોકા-કોલા કંપનીએ તેના 2025ના પ્રથમ ત્રિમાસિકનાં પરિણામ જાહેર કર્યાં છે. વૃદ્ધિની તકો સાથે ઉદ્યોગના સુસ્ત વલણ વચ્ચે તેણે ગતિ ચાલુ રાખી છે. ‘‘અમારી આ ત્રિમાસિકની કામગીરીએ ફરી એક વાર અમારી સર્વ-હવામાન વ્યૂહરચનાની અસરકારકતા બતાવી દીધી છે,’’ એમ ધ કોકા-કોલા કંપનીના ચેરમેન અને સીઈઓ જેમ્સ ક્વિન્સીએ જણાવ્યું હતું. ‘‘મુખ્ય વિકસિત બજારોમાંથી અમુક દબાણ છતાં અમારી વૈશ્વિક પહોંચની શક્તિએ અમને ગૂંચભર્યા બહારી વાતાવરણમાંથી સફળતાથી તરી જવામાં મદદ કરી છે. અમારા હેતુને સાર્થક કરતાં અને ગ્રાહકોની નજીક રહેતાં અમને ઉત્તમ લાંબા ગાળાનું મૂલ્ય નિર્માણ કરવાની અમારી ક્ષમતામાં વિશ્વાસ છે.’’

ભારતની રૂપરેખાઃ

  • ટ્રેડમાર્ક કોકા-કોલા અને થમ્પ અપ પ્રચલિત પ્રાદેશિક બ્રાન્ડ હોઈ ગ્રાહકોને આકર્ષિત કરી રહી છે અને પ્રથમ ત્રિમાસિકમાં બજાર માટે બે આંકડાની વોલ્યુમ વૃદ્ધિમાં યોગદાન આપ્યું છે.
  • મહા કુંભમેળોઃ કંપનીના ઈતિહાસમાં પહેલી વાર કુંભમેળા દરમિયાન સેંકડો રિફ્રેશમેન્ટ ઝોન્સ, આશરે 1400 મોબાઈલ સ્ટેશન અને વિશ્વવિક્રમી લાંબા 100 કૂલર- ડોર વોલનો સમાવેશ ધરાવતું અખંડ એક્ટિવેશન સઘન બનાવતી પ્રણાલી ગોઠવવામાં આવી હતી, જેના થકી કુંભમેળા દરમિયાન 80 મિલિયનથી વધુ સર્વિંગ્સનો ઉપભોગ કરાયો હતો.
  • આ ત્રિમાસિક માટે યુનિટ કેસ વોલ્યુમ ભારત, ચીન અને બ્રાઝિલથી પ્રેરિત 2 ટકાથી વધ્યું હતું.
  • જાન્યુઆરી, ફેબ્રુઆરી અને ડિસેમ્બર 2024માં કંપનીએ ભારતના અમુક પ્રદેશમાં તેની બોટલિંગ કામગીરીઓને રિફ્રેન્ચાઈઝ કરી હતી.
  • 29 માર્ચ, 2024ના પૂરા થયેલા ત્રણ મહિના દરમિયાન કંપનીએ ફિલિપિન્સમાં અને ભારતમાં અમુક પ્રદેશોમાં અનુક્રમે બોટલિંગ કામગીરીઓ રિફ્રેન્ચાઈઝિંગ કરવા સંબંધમાં 599 મિલિયન ડોલર અને 293 મિલિયન ડોલરનો ચોખ્ખો લાભ નોંધાવ્યો હતો.
  • કંપનીએ ભારતના અમુક પ્રદેશોમાં બોટલિંગ કામગીરીઓનું રિફ્રેન્ચાઈઝિંગ કરવા સંબંધે 7 મિલિયન ડોલરનો લેણદેણ ખર્ચ કર્યો હતો.

Spread the love

Check Also

મહેમદાવાદ અને કોલકતા ખાતે માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Spread the love ગુજરાત, અમદાવાદ ૩૦ એપ્રિલ ૨૦૨૫: ખેડા જીલ્લાના મહેમદાવાદ નજીક આવેલ કનીજ ગામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *