કોકા-કોલાએ 100% રિસાયકલ્ડ PET (rPET) બોટલ્સ સાથે એફોર્ડેબલ સ્મોલ સ્પાર્કલીંગ પેકેજ (ASSP) લોન્ચ કર્યા

Spread the love

કોકા-કોલાના 250 એમએલ ASSPમાં 100% રિસાયકલ્ડ PET (rPET) સાથે નોન-ASSP વર્જિન PETની તુલનામાં કાર્બન ઉત્સર્જનમાં 66%%નો ઘટાડો મેળવવામાં આવ્યો છે. 

નવી દિલ્હી, જૂન 2024: કોકા-કોલા ઇન્ડિયાએ ભારતમાં બેવરેજ ઉદ્યોગમાં 100% રિસાયકલ્ડ PET (rPET)ની રજૂઆતમાં સૌપ્રથમ સ્થાન હાંસલ કર્યા બાદ સર્ક્યુલર અર્થતત્રનું સર્જન કરવા માટે વધુ એક અર્થપૂર્ણ કદમ લઇ રહી છે. કંપનીએ ઓરિસ્સા રાજ્યથી શરૂ કરતા 250 એમએલની બોટલ્સમાં 100% રિસાયકલ્ડ PET (rPET) સાથે ASSPમાં કોકા-કોલા લોન્ચ કરી હોવાની ઘોષણા કરી છે.

કોકા-કોલાના બોટલિંગ ભાગીદાર, હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ પ્રા. લિમીટેડ (HCCBPL) દ્વારા ઉત્પાદિત, આ પહેલ કંપનીની કાર્બન હાજરીમાં ઘટાડો કરવાના અને પર્યાવરણીય જવાબદારીને પ્રોત્સાહન આપવા પરના ફોકસ સાથે ટકાઉતા પરત્વેની પ્રતિબદ્ધતા પર ભાર મુકે છે.

પરંપરાગત વર્જિન PET પેકેજિંગની તુલનામાં, ASSP (એફોર્ડેબલ સ્મોલ સ્પાર્કલીંગ પેકેજ)માં PET મટીરિયલના હળવા વજન મારફતે ઉત્સર્જનમાં 36% સુધીનો ઘટાડો કરી શકાય છે. વધુમાં, ASSPમાં વર્જિન PETથી રિસાયકલ્ડ PET તરફનું સ્થળાંતર કાર્બન હાજરીમાં વધુ ઘટાડાનું યોગદાન આપે છે, જે વર્જિન PET સાથે નોન-ASSP પેકેજિંગ તુલનામાં એકંદરે 66% ઘટાડામાં પરિણમે છે.

100% rPET ASSPને લોન્ચ કરતા હિન્દુસ્તાન કોકા-કોવા બેવરેજીસ (HCCB)ની સપ્લાય ચેઇનના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર આલોક શર્માએ જણાવ્યું હતુ કે, “ASSPમાં રિસાયકલ્ડ PETની રજૂઆત, પ્લાસ્ટિક સર્ક્યુલરિટી તરફનું નિર્ણાયક પગલું છે, જે એકંદરે કાર્બન હાજરીમાં નોંધપાત્ર ઘટાડા પર ભાર મુકે છે. આ પહેલ અમારા ટકાઉ આચરણોમાં વધારો કરવાની અને ભારતમાં બેવરેજ ઉદ્યોગ માટે હરિયાળા ભવિષ્યમાં અગ્રેસર રહેવાની પહેલ સાથે મેળ ખાય છે.

કોકા-કોલા ઇન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના ટેકનિકલ ઇનોવેશન અને સપ્લાય ચેઇનના વાઇસ પ્રેસિડન્ટ એનરિક એકરમેનએ જણાવ્યું હતુ કે, ભારતમાં rPETને વિસ્તૃત બનાવવાના અમારા પ્રયત્નો ભારતમાં ઉપભોક્તાઓ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા, ફૂડ ગ્રેડ, રિસાયકલ્ડ પ્લાસ્ટિકની ઉપલબ્ધિમાં વધારો કરવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. આ કરકસરપૂર્ણ બોટલ્સ સાથે અમે પેકેજિંગ, બગાડમાં અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરીને સર્ક્યુલર અર્થતંત્રને વેગ આપવાની ઇચ્છા રાખીએ છીએ, જે અમને 2030 સુધીમાં 50% રિસાયકલ્ડ કન્ટેન્ટ સાથે બોટલ્સ બનાવવાના વર્લ્ડ વિધાઉટ વેસ્ટના લક્ષ્યની વધુ નજીક લઇ આવે છે. 

કોકા-કોલા કંપની 40થી વધુ માર્કેટ્સમાં 100% rPET બોટલ્સ ઓફર કરે છે. મહત્ત્વાકાંક્ષી પેકેજિંગ પ્રોગ્રામ વર્લ્ડ વિધાઉટ વેસ્ટના લોન્ચ સાથે 2030 સુધીમાં વેચવામાં આવનારી બોટલને અથવા CANvs એકત્રિત અને રિસાયકલ કરવામાં મદદ કરવાનો લક્ષ્યાંક છે. 2025 સુધીમાં વૈશ્વિક સ્તરે પોતાના 100% પેકેજિંગને રિસાયક્લેબલ કરવાનો અને પોતાના પેકેજિંગમાં 2030 સુધીમાં ઓછામાં ઓછા 50% રિસાયકલ્ડ મટીરિયલનો ઉપયોગ કરવાનો લક્ષ્યાંક છે.

 


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *