કોકા-કોલા કંપનીની Honest Tea એ #FindYourGood કેમ્પેન લોન્ચ કરી

Spread the love

  • વિખ્યાત મકાઇબારી ટી એસ્ટેટમાંથી પ્રાપ્ત કરેલી ચા, Honest Tea તાજગીદાયક રેડી ટુ ડ્રીંક ગ્રીન ટી છે
  • તે લેમન-તુલસી અને મેંગો ફ્લેવર્સમાં ઉપલબ્ધ છે

    નેશનલ,  જૂન 2024: ઓર્ગેનિક ગ્રીન ટી સાથે રેડી-ટુ-ડ્રીંક બેવરેજ Honest Teaએ વિખ્યાત લેખક, કોલમીસ્ટ અને વેલનેસ ઉત્સાહી ટ્વિંકલ ખન્નાના સહયોગથી તેમની તદ્દન નવી #FindYourGood કેમ્પેન લોન્ચ કરી છે. નવી જ લોન્ચ કરાયેલ ફિલ્મમાં ટ્વિંકલ ખન્નાને દૈનિક ધાંધલની વચ્ચે ઓર્ગેનિક ગ્રીન ટીમાંથી બનાવવામાં આવેલ અને વિખ્યાત મકાઇબારી ટી એસ્ટેટમાંથી પ્રાપ્ત કરવામાં આવેલ #HonestTea સાથે પોતાની શાંતિ શોધતા બતાવવામાં આવી છે.

    સામાજિક અપેક્ષાઓથી ભપૂર વિશ્વમાં Honest Tea કેમ્પેન લોકોને આરામનો પોતાનો માર્ગ શોધવા હળવેથી વેગ આપે છે. આ શોધમાં સહાયક મિત્ર તરીકે આ બ્રાન્ડ બે સુંદર ટેસ્ટીંગ સ્વાદ લેમન-તુલસી અને મેંગો પ્રદાન કરે છે.

    આ કેમ્પેનની શરૂઆત કરવા માટે Honest Tea અસંખ્ય સામાજિક ફિલ્સમો અને ડિજીટલ એક્ટીવેશન્સ બહાર પાડશે, જેમાં ઉપભોક્તાઓમાં વિવિધ પ્લેટફોર્મ્સ સાથે સાંકળવામાં આવશે. WPP ઓપન X દ્વારા કલ્પિત કેમ્પેન ફિલ્મ સંબંધિત ક્ષણોને ઝડપે છે જેમાં ટ્વિંકલ વ્યસ્ત કામોની યાદી બનાવવામાં મુંજવણ અનુભવે છે. તેણી આરામ કરવા બેસે છે ત્યારે તેણી Honest Teaનો એક ઘૂંટ માણે છે અને કહે છે કે “તારા માટે શું સારુ છે તે નક્કી કરવાનું તમારા હાથમાં છે.

    Honest Tea સાથે સહયોગ વિશે બોલતા, ટ્વિંકલ ખન્નાએ જણાવ્યું હતુ કે,હું #FindYourGood કેમ્પેનનો ભાગ બનતા રોમાંચિત છું, જે મારા સારા, ઉમદા જીવનના મંત્રનો પડઘો પાડે છે. આનંદની શોધ અને દૈનિક સંતુલનની અગત્યતાથી ઉત્તેજિત Honest Tea કેમ્પેન આધુનિક મહિલાની સુખાકારીમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે.

    નવી કેમ્પેન લોન્ચ કરતા કોકા-કોલા કંપની, ઇન્ડિયા અને સાઉથ વેસ્ટ એશિયા ઓપરેટિંગ યુનિટના માર્કેટિંગના સિનીયર ડિરેક્ટર રુચિરા ભટ્ટાચાર્યએ જણાવ્યું હતુ કે, Honest Tea, #FindYourGood કેમ્પેન લોન્ચ કરતા ગર્વ છે જે તમારા દૈનિક અર્થહીનતામાં શાંતિની અને હળવાશની થોડી ક્ષણોની ઉજવણી કરે છે. ટ્વિંકલ ખન્ના સાથે ભાગીદારી જે તે વ્યક્તિના આ ઝડપી વિશ્વમાં સંતુલન અને સુખાકારીના અંગત ખ્યાલને ટેકો અને પ્રોત્સાહન આપવા માટે અમારા હેતુનો પડઘો પાડે છે.”

    આ તાજેતરની કેમ્પેન વિશે પોતાના મંતવ્યો રજૂ કરતા WPP ઓપન Xના એક્ઝિક્યુટીવ ક્રિયેટીવ ડિરેક્ટર મુકુંદ ઓલેટીએ જણાવ્યુ હતુ કે, “અમારી તાજેતરની કેમ્પેન, #FindYourGood, એક ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ પર પ્રકાશ ફેંકે છે જે આપણામાંના ઘણા લોકો વારંવાર ભૂલી જતા હોય છે, જે આપણા રોજિંદા જીવનમાં શાંતિ અને આનંદની થોડી ક્ષણો માટે સમય કાઢે છે” ટ્વિંકલ ખન્ના સાથેના સહયોગ વિશે બોલતા, તેમણે કહ્યું હતુ કે, “આ ઝુંબેશ માટે ટ્વિંકલ ખન્ના સાથે જોડાવુ એ ખરેખર આનંદદાયક અનુભવ રહ્યો છે. મહિલાઓની સુખાકારી માટેના હિમાયતી તરીકે, તે સ્વાભાવિક રીતે જ આ કેમ્પેન દ્વારા અમે વાતચીત કરવા માંગીએ છીએ તે તથ્યો વ્યક્ત કરે છે.

    Honest Tea હાલમાં પસંદગીના શહેરો જેમ કે બેંગ્લોર, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ, પુણે અને ગુડગાંવમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર રૂ. 60ના ભાવે ઉપલબ્ધ છે. વધુ વિગતો માટે Honest Teaના Instagram પેજની મુલાકાત લો – @honestteaindia.


Spread the love

Check Also

એબ્ડોમિનલ કેન્સર સામે જાગૃતિ દોડ – કેન્સર દિવસ માટે મલ્ટી-સીટી વોકેથોનના રૂપમાં એક પ્રભાવશાળી પ્રારંભ

Spread the loveરાષ્ટ્રવ્યાપી વોકેથોન એબ્ડોમિનલ કેન્સરની  સમયસર તપાસ અને સારવારના મહત્વ પર ભાર મૂકે છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *