મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘુમા સ્થિત ખોડિયાર ધામ પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજિત શતચંડી મહાયાગ મહોત્સવમાં આપી હાજરી

Spread the love

ગુજરાત, અમદાવાદ 10 ફેબ્રુઆરી 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલા ખોડિયાર ધામ પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજિત શતચંડી મહાયાગ મહોત્સવમાં હાજરી આપી હતી. મંદિરના નવનિર્માણ અને પુનઃ પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે ૧૦૮ કુંડીનો યજ્ઞ આયોજિત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ યજ્ઞશાળાની પ્રદક્ષિણા કરીને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તેઓશ્રીએ આયોજકો અને યજ્ઞના યજમાનોને આ પ્રસંગની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

આ અવસરે ધારાસભ્ય શ્રી જીતુભાઇ પટેલ, શ્રી હર્ષદભાઈ પટેલ તથા અમદાવાદ મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, મંદિરના ટ્રસ્ટીશ્રીઓ, વિવિધ સેવાઓના દાતાશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ભાવિકજનો ઉપસ્થિત રહ્યા હતા.


Spread the love

Check Also

યુવાઓને ડિપ્લોમસીનું કૌશલ્ય ભવિષ્યના ઘડતર માટે અત્યંત ઉપયોગી નીવડશે: શાશ્વત પંડયા

Spread the love LJ યુનિવર્સિટી ખાતે ગુજરાતની સૌથી મોટી યૂથ પાર્લામેન્ટ યોજાઇ ગુજરાત, અમદાવાદ ૧૬ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *