ગુજરાત, અમદાવાદ ૦૩ મે ૨૦૨૫: ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત ભારતી સંગઠન દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘નેશન ફર્સ્ટ’ના મંત્ર આપ્યા છે.
સરદાર પટેલ આખા દેશમાં એકતા અને એકસૂત્રતાના પ્રતીક છે. તેમની ૧૫૦મી જન્મ જયંતીના વર્ષે વડાપ્રધાનશ્રીએ સૌને સાથે રાખીને વિકાસ ધારામાં સહભાગી બનાવવા આહવાન કર્યું છે.
મુખ્ય મંત્રી શ્રી એ ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશનું ગૌરવ અને સન્માન વધે એવા ‘હર ઘર તિરંગા’ જેવા અનેક અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લામાં યોજાતામાધવપુર -ઘેડ મેળો ગુજરાત અને પૂર્વોત્તર રાજ્યોના સંબંધો અને એકસૂત્રતાની ઉજવણી કરે છે. પાંચ દિવસીયઉજવણીમાં ગુજરાત અને પૂર્વોત્તરનાકલાકારો’એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની અનુભૂતિ કરાવે છે. આ વર્ષે પૂર્વોત્તર રાજ્યોના ૮૦૦થી વધુ કલાકારોમેળામાં સહભાગી થયા હતા, એવું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભારત-ભારતી અમદાવાદ દ્વારા આયોજિત આવા કાર્યક્રમો સૌને સાથે લાવીને આનંદ પ્રમોદ દ્વારા સામાજિક એકતા અને સમરસતા મજબૂત કરવા તથા કલા-સંસ્કૃતિ અને વારસાનાસંવર્ધનમાંમહત્ત્વનું યોગદાન આપે છે.
વધુમાં, ઉપસ્થિત સૌને ‘જ્યાં રહીએ ત્યાંના થઈ જઈએ’ની વિભાવના સાકાર કરીને શાંતિ અને આનંદ સાથે હળીમળીનેરહીએ અને વડાપ્રધાનશ્રી દ્વારા આપવામાં આવેલા નવ સંકલ્પને સાકાર કરવા પ્રયાસો કરીએ, એવો અનુરોધ કર્યો હતો. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ એક ભારત, શ્રેષ્ઠ ભારતની સાથે વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાત માટે સૌને પોતાનું યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે અદ્વૈત(Advait)ની વેબસાઈટલોન્ચ કરવામાં આવી હતી. ડિફેન્સ ક્ષેત્રે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે GU-SECના નવીન ઉપક્રમ એવા ડિફેન્સ ટેક એકલરેશન પ્રોગ્રામ – અદ્વૈત(Advait)ની વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે.
આ પ્રસંગે ભારત ભારતી અને અમદાવાદ મ્યુનિસિપલકોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ શહેરમાં વસેલા દેશના વિવિધ રાજ્યોના વિવિધ સમાજોનાલોકોનાસર્વેક્ષણનાઅહેવાલનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતી અને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં દેશના વિવિધ ૨૨ જેટલા રાજ્યોમાંથી આવીને અમદાવાદમાં વસેલા તથા અલગ અલગસમાજના વિવિધ ભાષા અને સંસ્કૃતિના લોકોએ સાંસ્કૃતિક નૃત્યો અને પરંપરાઓનું પ્રદર્શન કરીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની અનુભૂતિ કરાવી હતી.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રીમતી નીરજાગુપ્તા તથા ભારત-ભારતી સંસ્થાના રાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ શ્રી વિનય પત્રાલેએ આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
ભારત-ભારતી સંસ્થાના અમદાવાદ શહેરના અધ્યક્ષ શ્રી જયેશ ત્રિવેદીએ આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા સૌને આવકાર્યા હતા.
ભારત-ભારતી અમદાવાદ દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં શહેરના મેયર સુશ્રી પ્રતિભા જૈન, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, રાજકીય અગ્રણી શ્રી પ્રેરક શાહ, અમદાવાદ મ્યુનિસિપલકોર્પોરેશનનાહોદ્દેદારો, રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી જગન્નાથ સ્વાઈ, ભારત-ભારતીના અમદાવાદ શહેરના સચિવ શ્રી નાગેશ દેવપલ્લી સહિત રાજકીય અગ્રણીઓ અને કલાપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.