ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે
ગુજરાત, અમદાવાદ ૦૩ એપ્રિલ ૨૦૨૫: ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીની હાજરીમાં આયોજિત એક કાર્યક્રમમાં નેસ્લે ઇન્ડિયાએ ઓડિશાના ખોરધામાં તેની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો. આ નેસ્લે ઇન્ડિયાની દસમી અને દેશના પૂર્વ ભાગમાં પ્રથમ ફેક્ટરી હશે.
આ કાર્યક્રમમાં બોલતા ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ જણાવ્યું હતું કે ખોરધા જિલ્લામાં અત્યાધુનિક ટેકનોલોજી સાથેની સુવિધા સ્થાપવામાં નેસ્લે ઇન્ડિયા દ્વારા થયેલી પ્રગતિ જોઈને ખુશ છે. તેમણે પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ફેક્ટરી નેસ્લે ઇન્ડિયાને નવી ઊંચાઈઓએ પહોંચવામાં સક્ષમ બનાવશે અને તેમના પ્રયાસમાં સતત સહયોગની ખાતરી આપી.
નેસ્લે ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સુરેશ નારાયણને જણાવ્યું હતું કે, “ ‘મેક ઇન ઇન્ડિયા’ના દ્રઢ પાલન સાથે અમે ઓડિશામાં અમારી દસમી ફેક્ટરીની જાહેરાત કરી હતી, જે બજાર તરીકે ભારતના મહત્વની પુષ્ટિ કરે છે. મને ખૂબ આનંદ થઇ રહ્યો છે કારણ કે અમારી યોજના અને પ્રયાસોને સફળ થતા જોઇ રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે આ આગામી ફેક્ટરી ફક્ત અમારા વ્યવસાયમાં જ મદદ કરશે નહીં પરંતુ પર્યાવરણ પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને લિંગ વિવિધતા, ટકાઉ ઉત્પાદન, પેપરલેસ, ડિજિટલી મેનેજ્ડ સુવિધાના જીવંત ઉદાહરણ તરીકે પણ ઉભરી આવશે.”
આ ફેક્ટરી તેના પ્રથમ તબક્કામાં આશરે 900 કરોડ રૂપિયાના પ્રારંભિક રોકાણ સાથે સ્થાપિત કરવામાં આવી રહી છે અને તે તેના ખાદ્યપદાર્થો (તૈયાર વાનગીઓ અને રસોઈ બનાવવામાં સહાયક સામગ્રી) પોર્ટફોલિયોમાંથી મેન્યુફેકચર્સ પ્રોડક્ટસ તૈયાર કરવાની યોજના ધરાવે છે.
નેસ્લે ઇન્ડિયાએ 1961માં મોગા (પંજાબ) ખાતે તેની પ્રથમ ઉત્પાદન સુવિધા સ્થાપી હતી, ત્યારબાદ 1967માં ચોલડી (તમિલનાડુ); 1989માં નાનજાનગુડ (કર્ણાટક); 1992માં સમાલખા (હરિયાણા); 1995 અને 1997માં અનુક્રમે પોંડા અને બિચોલીમ (ગોવા); 2006માં પંતનગર (ઉત્તરાખંડ); 2012માં તાહલીવાલ (હિમાચલ પ્રદેશ) ખાતે તેની ઉત્પાદન સુવિધા સ્થાપી હતી. નેસ્લે ઇન્ડિયાએ 2021માં સાણંદ (ગુજરાત) ખાતે તેની નવમી ઉત્પાદન સુવિધા સ્થાપી હતી.