આ ભાગીદારી માત્ર એથ્લેટિક શ્રેષ્ઠતાની ઉજવણી જ નહીં, પરંતુ પર્યાવરણને અનુકૂળ સુરક્ષિત, ટકાઉ અને સ્વસ્થ ભવિષ્યના સહિયારા વિઝનને પણ પ્રોત્સાહન આપે છે
ગુજરાત, અમદાવાદ ૧૫ જાન્યુઆરી ૨૦૨૫: પર્યાવરણીય સ્થિરતા તરફ એક ક્રાંતિકારી પગલું લેતા, ક્લિયર પ્રીમિયમ વોટરે પ્રતિષ્ઠિત “38મી રાષ્ટ્રીય રમત ઉત્તરાખંડ-2025” સાથે ભાગીદારીમાં તેની 100% rPET બોટલ રેન્જ લોન્ચ કરી છે. આગામી 28મી જાન્યુઆરીથી 14મી ફેબ્રુઆરી 2025 સુધી ચાલનારી આ રમતોમાં દેશના ટોચના ખેલાડીઓ એકસાથે આવશે, જે ખરેખર આ ઐતિહાસિક સહયોગ માટે એક ઉમદા મંચ તૈયાર કરશે. આ ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ભાગીદારી રાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ગ્રીન પહેલને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણને અનુકૂળ ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
ઉલ્લેખનીય છે કે, ઇતિહાસમાં પહેલી વખત, રાષ્ટ્રીય રમતોમાં સંપૂર્ણપણે ટકાઉ પીણાના ઉકેલને અપનાવવામાં આવ્યો છે. જેની સાથે અન્ય પર્યાવરણ અનુકૂળ પહેલોને પણ સામેલ કરવામાં આવી છે, જેમાં રિસાયકલ કરેલા ઈ-કચરામાંથી બનાવેલા મેડલ, ઇલેક્ટ્રિક વાહનો અને સૌર-ઊર્જાથી બનેલ ગરમ પૂલ સામેલ છે.
અધિકૃત હાઇડ્રેશન પાર્ટનર તરીકે ક્લિયર પ્રીમિયમ વોટરની સાથે, આ ઇવેન્ટે સંપૂર્ણપણે ગ્રીન માઇલસ્ટોન હાંસલ કર્યું છે, જે પર્યાવરણીય જવાબદારી માટેના વૈશ્વિક પ્રયાસોને અનુરૂપ છે. રમતવીરોથી લઈને અધિકારીઓ અને દર્શકો સુધી, દરેક વ્યક્તિ ડ્રિંક, ડિસ્પોઝ અને ટ્રાન્સફોર્મના એક ખામીરહિત અને ઇકો-ફ્રેન્ડલી સાઇકલમાં ભાગ લેશે, જે પર્યાવરણીય સ્થિરતા અભિયાનની ભાવનાને બળ આપશે.
બ્રાંડના સ્થાપક અને સીઈઓ નયન શાહે જણાવ્યું હતું કે, “ક્લિયર પ્રીમિયમ વોટર ખાતે, અમે માનીએ છીએ કે, ઇનોવેશન અને સસ્ટેનેબિલિટી (નવીનતા અને ટકાઉપણું) એકસાથે ચાલે છે. 38મી રાષ્ટ્રીય રમતો સાથે ભાગીદારી કરીને અમારી 100% rPET બોટલ રજૂ કરવી, એ અમારા માટે ખુબજ ગર્વની ક્ષણ છે. આ સહયોગ ફક્ત હાઇડ્રેશન વિશે જ નથી. પરંતુ તે એ દર્શાવવા વિશે પણ છે કે, બિઝનેસ અને ઇવેન્ટ્સ સાથે મળીને કેવી રીતે સાર્થક પર્યાવરણીય અસર લાવી શકે છે. અમારી ‘ક્લીયર પાની, કેયર્સ (ડ્રિંક, ડિસ્પોઝ અને ટ્રાન્સફોર્મ)’ પહેલ દ્વારા, અમારો ઉદ્દેશ્ય સામૂહિક કાર્યવાહીને પ્રેરણા આપવા સાથે મોટા, કાયમી પરિવર્તન લાવવામાં નાના અને ટકાઉ વિકલ્પોની શક્તિ દર્શાવવાનો છે. એકબીજાના સહકાર સાથે મળીને, અમે રાષ્ટ્રીય કાર્યક્રમો માટે એક નવું ધોરણ સ્થાપિત કરી રહ્યા છીએ. જે એ સાબિત કરે છે કે, સસ્ટેનેબિલિટી માત્ર એક આદર્શ નથી, પરંતુ પ્રાપ્ત કરી શકાય તેવી વાસ્તવિકતા પણ છે.”
આ અભૂતપૂર્વ ક્રાંતિકારી સહયોગ, હરિયાળા ભવિષ્યની દિશામાં પરિવર્તનને પ્રેરિત કરવા અને આગળ વધવામાં રમત-ગમતની શક્તિઓ પર પ્રકાશ પાડે છે. ક્લિયર પ્રીમિયમ વોટરની rPET બોટલ્સને એકીકૃત કરીને, 38મી રાષ્ટ્રીય રમતો, મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ટકાઉ પ્રથાઓ માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે. જે ખરેખર એ દર્શાવે છે કે, ઇનોવેશન કેવી રીતે નક્કર પર્યાવરણીય લાભો પહોંચાડી શકે છે.
રાષ્ટ્રીય રમત સચિવાલયના સીઈઓ અને રમતગમતના વિશેષ મુખ્ય સચિવ અમિત સિંહા, IPS એ જણાવ્યું હતું કે, “અમે અમારા સત્તાવાર હાઇડ્રેશન ભાગીદાર તરીકે ક્લિયર પ્રીમિયમ વોટરનું સ્વાગત કરતાં ખૂબ જ રોમાંચિત છીએ. ટુર્નામેન્ટ માટે ભારતની સૌપ્રથમ રિસાયકલ કરેલી rPET બોટલો લોન્ચ કરવાના તેમના અગ્રણી પ્રયાસો, ગ્રીન ગેમ પહેલ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. ક્લિયર પ્રીમિયમ વોટર સ્થિરતા/ટકાઉપણાં તરફની અમારી યાત્રામાં આદર્શ ભાગીદાર તરીકે ઊભું છે. આ ઉપરાંત, હું ટકાઉપણું પ્રત્યેના તેમના સમર્પણ અને તેઓ જે નવીન દ્રષ્ટિકોણ લાવે છે, તેની હ્રદયપૂર્વક ખૂબજ પ્રશંસા કરું છું. આ ક્ષેત્રમાં તેમની કુશળતા આ રમતોને શક્ય તેટલી પર્યાવરણને અનુકૂળ બનાવવામાં અમારી મદદ કરશે.”
આ ઝુંબેશના મુખ્ય કેન્દ્રમાં ક્લિયર પ્રીમિયમ વોટરની પરિવર્તનશીલ ડ્રિંક, ડિસ્પોઝ અને ટ્રાન્સફોર્મ પહેલ છે, જે ”ક્લિયર પાની, કેયર” અભિયાન અંતર્ગત છે.
38મી રાષ્ટ્રીય રમતોના આયોજનના અવસર સાથે, આ ભાગીદારી માત્ર એથ્લેટિક શ્રેષ્ઠતાની ઉજવણી જ નહીં, પરંતુ પર્યાવરણને અનુકૂળ ટકાઉ ભવિષ્યના સહિયારા વિઝનને પણ સમર્થન અને પ્રોત્સાહન આપે છે. ક્લિયર પ્રીમિયમ વોટરની દૂરંદેશી પહેલ સાથે, આ ગેમ્સ(રમતો)એ એક પરિવર્તનશીલ ઉદાહરણ સ્થાપિત કર્યું છે, જે અન્ય લોકોને પણ તેનું અનુસરણ કરવા પ્રેરણા આપે છે.