એમેઝોન ફ્રેશના સુપર વેલ્યૂ ડેઇઝની સાથે તહેવારોની ઉજવણીઓમાં નવો ઉમંગ લઈ આવોઃ 1થી 7 નવેમ્બર સુધી મોટી બચત, નવી જરૂરી વસ્તુઓ અને એક્સક્લુસિવ ઑફરોનો લાભ ઉઠાવો

Spread the love

  • સુપર સેવર્સ પર 50% સુધીની છુટની સાથે અઢળક બચત કરો અને તહેવારોની આ સીઝનમાં તમને શ્રેષ્ઠ ડીલ્સ મળે તેની ખાતરી કરો
  • નવા ગ્રાહકો 1થી 3 નવેમ્બર દરમિયાન તેમના ઑર્ડર્સ પર રૂ. 200ના ફ્લેટ કૅશબૅકની સાથે 45% સુધીની છુટ વત્તા ફળો અને શાકભાજી પર વધારાના રૂ. 50ના ફ્લેટ કૅશબૅકનો લાભ લો.
  • પ્રાઇમના વર્તમાન ગ્રાહકો તેમના ઑર્ડર પર ફ્રી ડીલિવરીની સાથે 45% સુધીની છુટ અને ફ્લેટ રૂ. 300નું કૅશબૅક મેળવી શકે છે.

બેંગ્લુરુ 30 ઑક્ટોબર 2024: પ્રકાશનું પર્વ આવી પહોંચ્યું છે, ત્યારે એમેઝોન ફ્રેશ 1થી 7 નવેમ્બર, 2024 દરમિયાન ફેસ્ટિવ સુપર વેલ્યૂ ડેઇઝ રજૂ કરીને ખૂબ જ રોમાંચિત છે, જેમાં તમારા આનંદ અને બચતને અનેકગણા વધારનારી અદભૂત ડીલો પ્રાપ્ત થશે. તમને ભવ્ય પાર્ટીનું આયોજન કરી રહ્યાં હો કે પરંપરાગત મીઠાઈ બનાવી રહ્યાં હો, તાજા ફળો, શાકભાજી, નાસ્તા, પીણાં, મીઠાઇઓ અને રોજબરોજની આવશ્યક ચીજવસ્તુઓ સહિતના ઉત્પાદનોની વ્યાપક રેન્જ પર 45% સુધીની છુટની સાથે જરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક ભરી લો. આ વર્ષે દિવાળીમાં આશીર્વાદ, બિકાજી, પાર્લે, દાવત, ટાટા સમર્પણ અને ડેટોલ જેવી વિશ્વસનીય બ્રાન્ડ્સ માટે એમેઝોન ફ્રેશ પરથી ખરીદી કરી તમારા અનુકૂળ સમયે તમારા ઘરઆંગણે તમારા અનુકૂળ સ્લોટમાં ડીલિવરી મેળવીને તમારી ઉજવણીને સરળ બનાવી દો.

વર્તમાન અને નવા બંને ગ્રાહકો એમેઝોન ફ્રેશના ફેસ્ટિવ સુપર વેલ્યૂ ડેઇઝ દરમિયાન મોટી બચત કરીને તેનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકે છે. પ્રાઇમના વર્તમાન ગ્રાહકો 1થી 3 નવેમ્બર દરમિયાન ફળો અને શાકભાજી પર રૂ. 50ના વધારાના કૅશબૅકની સાથે 45% સુધીની છુટ, રૂ. 300નું ફ્લેટ કૅશબૅક અને ફ્રી ડીલિવરીનો લાભ લઈ શકે છે. તમામ નવા ગ્રાહકો 45% સુધીની છુટ, ફ્લેટ રૂ. 200નું કૅશબૅક અને નવા ઉત્પાદનો પર રૂ. 50ના કૅશબૅકનો લાભ લઈ શકે છે. આ તહેવારોની સીઝન કરિયાણા, નાસ્તા અને મીઠાઈઓની એમેઝોન ફ્રેશની વ્યાપક રેન્જ ખરીદવા માટે પર્ફેક્ટ સમય છે, જે આનંદદાયક ઉજવણી દરમિયાન મિત્રો અને પરિવારજનોની સાથે યાદગાર ભોજન અને આનંદની ક્ષણોને માણવા માટે જરૂરી બધી જ ચીજો તમને પ્રાપ્ત થાય તેની ખાતરી કરશે. 

એમેઝોન ફ્રેશની સુપર સેવર ડીલ્સની સાથે જબરદસ્ત બચત કરોઃ

  • ડેટોલ લિક્વિડ હેન્ડવૉશ રીફિલ: ડેટોલ લિક્વિડ હેન્ડવૉશનો ઉપયોગ કરીને તમારા હાથને જીવાણુમુક્ત રાખો, જે બીમારી કરનારા જીવાણુઓથી 100% સુરક્ષા પૂરી પાડે છે. તે પીએચ-સંતુલિત અને ગ્લીસરિન ધરાવતું હોવાથી તમારી ચામડીને મોઇશ્ચરાઇઝ કરવાની સાથે-સાથે ઊંડે ઉતરીને ક્લીન્ઝિંગ પણ કરે છે.
  • દાવત સુપર બાસમતી રાઇસ: તેના જૂના કાચા ચોખા અસાધારણ રીતે સ્વાદિષ્ટ લાગે છે, પછી તેનો ઉપયોગ સુગંધિત બિરયાની બનાવવા માટે કરવો હોય કે દરરોજ રાંધવા માટે કરવો હોય. ઉત્તમ સુગંધ અને ચઢિયાતી ગુણવત્તા તમારી વાનગીઓને અત્યંત સ્વાદિષ્ટ બનાવશે અને દરરોજ તમને દર વખતે ખાવાનો આહ્લાદક અનુભવ આપશે.
  • એરીયલ ફ્રન્ટ લૉડ મેટિક લિક્વિડ ડીટર્જન્ટ: ખાસ ફ્રન્ટ લૉડ વૉશિંગ મશીનો માટે તૈયાર કરવામાં આવેલા એરીયલ મેટિક લિક્વિડ ડીટર્જન્ટનો ઉપયોગ કરીને લૉન્ડ્રીના અદભૂત પરિણામો મેળવો. આ શક્તિશાળી ફોર્મ્યુલા આકરા ડાઘાને એક જ ધોલાઈમાં દૂર કરે છે. દર વખતે વાઇબ્રન્ટ, ચોખ્ખી લૉન્ડ્રી માટે તે પર્ફેક્ટ છે.
  • ડવ ક્રીમ બ્યુટી બાથિંગ બાર: ¼ મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ અને ન્યુટ્રીએન્ટ સીરમ ધરાવતા ડવ ક્રીમ બ્યુટી બારનો ઉપયોગ કરો, જેની રચના તમારી સ્કિનને 24 કલાક માટે પોષણ આપવા અને રીપેર કરવા માટે થઈ છે. તેનો ડર્મેટોલોજીની દ્રષ્ટિએ ટેસ્ટ કરવામાં આવેલો ફોર્મ્યુલા તમારી સ્કિનના કુદરતી મોઇશ્ચર બેરિયરને જાળવી રાખીને તેને હળવેથી ક્લીન્ઝ કરી આખો દિવસ તમારી સ્કિનને મુલાયમ, હાઇડ્રેટેડ અને તંદુરસ્ત જાળવી રાખે છે. 

તમારી તહેવારોની ઉજવણીને વધુ આહ્લાદક બનાવવા માટે તહેવારોના એક્સક્લુસિવ વિકલ્પોઃ

  • ઇન્ડિયા ગેટ બાસમતી રાઇસ બેગ: ઇન્ડિયા ગેટ બાસમતી રાઇસ સુપર પ્રીમિયમ, લાંબા દાણાના બાસમતી ચોખા પૂરાં પાડે છે, જે તેની અદભૂત સુગંધ અને નાજુક ટેક્સચર માટે જાણીતા છે. બિરયાની, પુલાવ અને ચોખાની અન્ય વાનગીઓ બનાવવા માટે બિલકુલ યોગ્ય ગણાતા આ ચોખા દરેક વખતે સ્વાદિષ્ટ બને છે અને સારી રીતે ફૂલે છે.
  • આશીર્વાદ સ્વસ્તિ ઓર્ગેનિક કાઉ ઘીઃ આશીર્વાદ સ્વસ્તિ ઓર્ગેનિક કાઉ ઘીને સસ્ટેનેબલ ફાર્મ્સ પર ઉછેરવામાં આવેલી 7,000થી વધુ ગાયમાંથી મેળવવામાં આવેલા 100% ઓર્ગેનિક દૂધમાંથી બનાવવામાં આવે છે. રસાયણો અને હોર્મોન્સથી મુક્ત આ ઘી શુદ્ધતા અને સ્વાસ્થ્યની ખાતરી કરીને સ્વાદિષ્ટ અને સુગંધિત સ્વાદ પૂરો પાડે છે.
  • ટાટા સંપન્ન 100% ચના દાલ ફાઇન બેસન: 100% બરછટ ચણા દાળમાંથી બનાવવામાં આવેલું ટાટા સંપન્ન ફાઇન બેસન તમારી મનપસંદ વાનગીઓ જેમ કે, બેસનના લાડુ, ઢોકળા અને કઢી માટે બિલકુલ અધિકૃત અને સંપૂર્ણપણે કુદરતી સ્વાદ પૂરો પાડે છે. સંજીવ કપૂર દ્વારા ભલામણ કરવામાં આવેલ આ બેસનને 5-સ્ટેપની શુદ્ધતા પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે.

સફાઈ અને ઘર માટેની આવશ્યક ચીજોનો ઉપયોગ કરીને તમારા ઘરને ચકચકિત રાખોઃ

  • સર્ફ એક્સેલ મેટિક ફ્રન્ટ લૉડ લિક્વિડ ડીટર્જન્ટ 2 લિ. રીફિલ પાઉચ: ખાસ વૉશિંગ મશીન માટે બનાવવામાં આવેલા સર્ફ એક્સેલ મેટિક લિક્વિડ ફ્રન્ટ લૉડ ડીટર્જન્ટ ફક્ત 20 મિનિટમાં આકરા ડાઘાંને પણ દૂર કરી દે છે. તેનો પ્રવાહી ફોર્મ્યુલા સરળતાથી ઓગળી જાય છે, ઝડપથી ડાઘાઓમાં ઘૂસી, ડાઘાનો કોઈ અંશ બાકી રહેવા દેતું નથી તથા કપડાં અને મશીન બંનેની સુરક્ષા કરે છે.
  • પ્રેસ્ટો! લવન્ડર ડિસઇન્ફેક્ટન્ટ સર્ફેસ એન્ડ ફ્લોર ક્લીનર: પ્રેસ્ટો!ની સર્ફેસ ક્લીનરની નવી રેન્જ 99.99% જીવાણુંઓનો નાશ કરીને તમારા ઘરને સ્વચ્છ અને જીવાણુંઓથી મુક્ત રાખે છે. કૉફી અને કેચઅપ જેવા આકરા ડાઘાઓને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક આ ક્લીનરને ઉપયોગમાં લેવું ખૂબ જ સરળ છે અને તમારા હાથની સુરક્ષા કરવાની સાથે તેની પાછળ તાજગીભરી સુગંધ છોડી જાય છે.
  • ડેઝો! સ્ક્વીકી ક્લીન લિક્વિડ લૉન્ડ્રી ડીટર્જન્ટ 1 લિ.ની બોટલ: આ ડીટર્જન્ટ કઠોર રસાયણો વગર આકરા ડાઘાઓને દૂર કરીને સફેદ અને રંગીન એમ બંને કપડાં પર મુલાયમ રીતે વર્તે છે. મલ્ટિ-મશીન ફંક્શનાલિટી માટે રચવામાં આવેલું આ ડીટર્જન્ટ આકરા ડાઘાઓને અસરકારક રીતે નિશાન બનાવી અને તેને દૂર કરી તમારા કપડાંને તાજા રાખે છે અને તેના રંગોને પણ જાળવી રાખે છે.

તહેવારો દરમિયાન તમારી સ્વાદની તલપને સંતોષવા સ્વાદિષ્ટ નાસ્તા અને તાજગીભર્યા પીણાં ખરીદોઃ

  • પાર્લે હાઇડ એન્ડ સીક ચોકલેટ ચિપ કૂકીઝ: વિશ્વની શ્રેષ્ઠ ચોકલેટ ચિપ્સમાંથી બનાવવામાં આવેલા હાઇડ એન્ડ સીક ચોકલેટ ચિપ કૂકીઝના મોંમાં પાણી લાવનારા ચોકલેટી સ્વાદને મન ભરીને માણો. તેનો પ્રત્યેક ટુકડો આહ્લાદક અનુભવ પૂરો પાડે છે, જે તમારી તલપને સંતોષવા કે પછી કોઈ વિશેષ વ્યક્તિની સાથે યાદગાર પળો વિતાવવા માટે પર્ફેક્ટ છે.
  • પાર્લે મોનેકો ચીઝલિંગ્સ: પારલે ચીઝલિંગ્સ એક જ બચકાંમાં ખાઈ જવાય એટલી નાની સાઇઝના, ક્રિસ્પી ચીઝ સ્નેક્સ છે, જે બપોરે ભૂખ લાગે ત્યારે પેટપૂજા કરવા માટે પર્ફેક્ટ છે. જેને વારંવાર ખાવાનું મન થાય એવા આ મિનિ સ્ક્વેર્સ નાના-મોટા સૌ લોકોને ભાવે છે, જે તેની દરેક બાઇટમાં એક સ્વાદિષ્ટ ચીઝી ક્રન્ચ આપે છે.
  • બિકાજી ભુજિયા નં. 1: બિકાજી ભુજિયા નં. 1 એ ક્રિસ્પી ટેક્સચર અને સ્પાઇસી ફ્લેવરનું પર્ફેક્ટ મિશ્રણ છે, જેને અધિકૃત સ્વાદ માટે પ્રીમિયમ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. જે લોકો કોઈ પણ સમયે ક્યાંય પણ ક્રન્ચી, સ્વાદિષ્ટ નાસ્તા ખાવાના શોખીન હોય તેમણે તો આ સુપ્રસિદ્ધ રાજસ્થાની નાસ્તો અચૂક ખરીદવો જ જોઇએ.

પર્સનલ કૅર માટેની જરૂરી ચીજો ખરીદીને તહેવારો માટે તૈયાર થઈ જાઓઃ

  • હિમાલયા સિન્સ 1930 હિમાલયા લિપ બામ: આ લિપ બામ ચામડીમાં ઊંડે ઉતરીને મોઇશ્ચરાઇઝેશન પૂરું પાડીને અને ચીરા પડતાં અટકાવીને ફાટી ગયેલા હોઠો પર રૂઝ લાવે છે. તે ઠંડા હવામાન, પવન અને સેન્ટ્રલ હીટિંગની અસરોથી હોઠોની સુરક્ષા કરે છે, જે ચીરાયેલા અને ફાટેલા હોઠોની સમસ્યામાં રાહત આપે છે.
  • ન્યુટ્રોજીના અલ્ટ્રા શીયર સનસ્ક્રીન એસપીએફ 50+: ન્યુટ્રોજીના અલ્ટ્રા શીર સનસ્ક્રીનની મદદથી તમારી સ્કિનની સુરક્ષા કરો, જે હાનિકારક યુવી કિરણોની સામે ચઢિયાતી અને વ્યાપક સુરક્ષા પૂરી પાડે છે. આ લાઇટવેઇટ સનસ્ક્રીન રોજબરોજના ઉપયોગ માટે પર્ફેક્ટ છે, સંવેદનશીલ સ્કિન માટે પણ.
  • ગાર્નિયર સ્કિન નેચુરલ્સ બ્રાઇટ કમ્પ્લીટ વિટામિન સી સીરમ યુવી ક્રીમ: ગાર્નિયર બ્રાઇટ કમ્પ્લીટ વિટામિન C સીરમ UV ક્રીમનો ઉપયોગ કરીને ચમકદાર, ડાઘા વગરની સ્કિન મેળવો. સક્ષમ વિટામિન C ફોર્મ્યુલા અને UV પ્રોટેક્શનના ગુણો ધરાવતી આ ક્રીમનો તેજસ્વી રંગત આપે છે.

તમારા શિશુની સંપૂર્ણ કાળજી લેવા માટે બૅબી કૅર માટેના સૌમ્ય ઉત્પાદનો ખરીદોઃ

  • સેરેલેક બેબી સીરીયલ વિથ મિલ્ક: નેસ્લે સેરેલેક બેબી સીરીયલ વિથ મિલ્ક એ 6થી 24 મહિનાના શિશુઓ માટેનો પૌષ્ટિક પૂરક આહાર છે, જે ફક્ત બે સર્વિંગમાં શિશુના આયર્નની 37% દૈનિક જરૂરિયાતને પૂરી કરે છે.
  • હિમાલયા જેન્ટલ બેબી શેમ્પૂ: ચણા, જાસૂદ અને ખસખસ જેવી કુદરતી સામગ્રીમાંથી બનાવવામાં આવેલો આ શેમ્પૂ તમારા શિશુની નાજુક ખોપરીને મજબૂત બનાવે છે અને કન્ડિશન કરે છે, જેથી તે દરરોજ ઉપયોગમાં લેવા માટે સલામત છે.
  • પેમ્પર્સ ઑલ રાઉન્ડ પ્રોટેક્શન પેન્ટ્સ: પેમ્પર્સ ઑલ-રાઉન્ડ પ્રોટેક્શન પેન્ટ્સ અલ્ટ્રા એબ્ઝોર્બ કૉર અને મેજિક જેલની મદદથી 12 કલાક સુધી ડ્રાયનેસ પૂરી પાડે છે અને ભીનાશને લૉક કરી દે છે, જેથી તમારા શિશુને આરામ મળે.

Spread the love

Check Also

ગ્રંથકૃપા,ગુરુકૃપા અને ગૌરીશંકરની કૃપા-આ ત્રણેય કૃપા મળી જાય તો જગતમાં બધા જ દ્વાર ખુલી જાય છે.

Spread the loveમહાત્મા બ્રહ્મ,બુધ્ધાત્મા પરબ્રહ્મ અને પરમાત્મા પરાત્પર બ્રહ્મ છે. કલા,સાધના, શિબીરો,વિદ્યા આ બધું ત્યારે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *