કેસ્ટ્રોલ ઇન્ડિયાએ કેદાર લેલેની મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂંક કરી

Spread the love

કેસ્ટ્રોલ ખાતે ગ્લોબલ CMOની ભૂમિકા બજાવવા આગળ વધેલા સંદીપ સંગવાના અનુગામી બન્યા

અમદાવાદ 30 ઓક્ટોબર 2024: અગ્રણી લ્યૂબ્રીકન્ટ ઉત્પાદક કેસ્ટ્રોલ ઇન્ડિયા લિમીટેડએ 1 નવેમ્બર 2024થી પોતાના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે કેદાર લેલેની નિમણૂંક કરી હોવાની ઘોષણા કરી છે.

કેદાર હિન્દુસ્તાન લિવર લિમીટેડ (HUL)માં ભવ્ય બે દાયકાની કારકીર્દી બાદ કેસ્ટ્રોલ ઇન્ડિયામાં જોડાયા છે, જ્યાં તેમણે એક્ઝિક્યુટીવ ડિરેક્ટર તરીકેની સેવા આપી હતી, અને વેચાણ અને ગ્રાહક વિકાસ માટે જવાબદાર હતા. ઉચ્ચ પ્રદર્શન કરતી ટીમનું નેતૃત્ત્વ કરવાની ઊંચી કુશળથા સાથે, વૃદ્ધિને આગળ ધપાવી હતી અને નવીનતાનું સંવર્ધન કર્યુ હતું, ત્યારે હવે કેદાર કેસ્ટ્રોલ ઇન્ડિયાના ભવિષ્યને ઓટોમોટીવ અને લ્યૂબ્રીકન્ટ્સ ઉદ્યોગમાં વિકસાવવા માટેની અગત્યની ભૂમિકા બજાવવા માટે સજ્જ છે.

આ નિમણૂંક પર ટિપ્પણી કરતા કેસ્ટ્રોલ ઇન્ડિયા લિમીટેડના ચેરમેન રાકેશ માખીજાએ જણાવ્યું હતુ કે, “કેસ્ટ્રોલ ઈન્ડિયામાં કેદારનું સ્વાગત કરતાં અમને આનંદ થાય છે. વૃદ્ધિને આગળ ધપાવવામાં અને જટિલ બજારોમાં મોટી ટીમોનું નેતૃત્વ કરવાનો તેમનો બહોળો અનુભવ તેમને કેસ્ટ્રોલ ઇન્ડિયાનું નેતૃત્વ કરવા માટે એક ઉત્કૃષ્ટ પસંદગી બનાવે છે. હું સંદીપને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના અસાધારણ નેતૃત્વ માટે આભાર માનવાની આ તકનો લાભ ઉઠાવવા માંગુ છું. બજારમાં અમારી સ્થિતિને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે અને અમે તેમને તેમની નવી વૈશ્વિક ભૂમિકામાં સફળતાની શુભેચ્છા પાઠવીએ છીએ.”

પોતાના મંતવ્યો રજૂ કરતા કેસ્ટ્રોલ ઇન્ડિયા લિમીટેડના મેનેજિંગ ડિરેક્ટર કેદાર લેલેએ જણાવ્યુ હતુ કે, “કેસ્ટ્રોલ એ લુબ્રિકન્ટ ઉદ્યોગમાં બહોળા પ્રમાણમાં જાણીતી બ્રાન્ડ છે, અને હું કેસ્ટ્રોલ ઈન્ડિયાને તેની વૃદ્ધિ અને પરિવર્તનના આગામી તબક્કામાં નેતૃત્વ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. મારા માટે મુખ્ય પ્રાથમિકતા બિઝનેસ વૃદ્ધિને આગળ વધારવા માટે અસરકારક મોડલ લાગુ પાડીને અમારા પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાનું ચાલુ રાખવું તે છે. અમે ભારતના મોબિલિટી સેક્ટરમાં મોખરે રહેવા માટે અમારી વિશ્વસનીય બ્રાન્ડ, નવીન પ્રોડક્ટ પોર્ટફોલિયો અને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીશું. વિવિધ કેટેગરીઓમાં અને ભૌગોલિક સ્થળોએ કામ કરવાનો મારા અનુભવે મને સારી રીતે ઘડ્યો છે જેથી કેસ્ટ્રોલની મહત્ત્વાકાંક્ષી વૃદ્ધિ યોજનાઓ સાથે સંરેખિત અમલીકરણની નવીનતા અને શિસ્તના ઉત્સાહનું સંવર્ધન કરવાની સાથે વિજય મેળવતી ટીમો ઊભી કરી શકાય.”

એકીકૃત નેતૃત્વ સંક્રમણ સુનિશ્ચિત કરવા માટે, કેદાર 1 સપ્ટેમ્બર 2024થી વિદાય લેતા મેનેજિંગ ડિરેક્ટર, સંદીપ સાંગવાન સાથે નજીકથી કામ કરી રહ્યા છે. પરિવર્તનના આ સમયગાળાએ કેદારને કંપનીની કામગીરીમાં વ્યૂહાત્મક સૂઝ મેળવવાની અને મુખ્ય હિસ્સેદારો સાથે મજબૂત સંબંધોને પ્રોત્સાહન આપવાની મંજૂરી આપી છે.

નેતૃત્વ પરિવર્તનના ભાગરૂપે, સંદીપ 1 નવેમ્બર 2024થી લંડનમાં કેસ્ટ્રોલ હેડક્વાર્ટર ખાતે ગ્લોબલ ચીફ માર્કેટિંગ ઓફિસરની ભૂમિકા સંભાળશે.

ભારતમાં કેદારના સુકાન સાથે, કેસ્ટ્રોલ ભારતીય ઉપખંડમાં સતત સફળતા માટે સારી સ્થિતિમાં છે. કંપની તેના બજાર નેતૃત્વને ટકાવી રાખવા, નવીનતાની સીમાઓને આગળ વધારવા અને તેના હિતધારકો માટે લાભદાયી વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે..


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદ: યુવા સ્કેટર્સે સ્પર્ધાના ચોથા દિવસે શાનદાર પ્રદર્શન કર્યું

Spread the loveઅમદાવાદ 23 નવેમ્બર 2024: શનિવારે SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદના ચોથા દિવસે સ્કેટિંગમાં ગ્લોબલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *