કેઇર્ન ઓઇલ એન્ડ ગેસ 2030 સુધીમાં નેટ ઝીરો બનવાના પ્રયત્નોને વેગ આપી રહી છે

Spread the love

  • છેલ્લા ચાર વર્ષોમાં સંભવિત ગેસ ફ્લેરીંગમાં 60%થી વધુનો ઘટાડો કર્યો
  • ઓપરેશન આધારિત જંગી વૃક્ષ અને મેન્ગ્રુવ્સના વાવેતરથી 2,835 ગ્રીનબેલ્ટમાં કાર્બનમાં નોંધપાત્ર ઘટાડો થયો, જેમાં 458 એકર્સમાં મેન્ગ્રુવ્સનું વહેલેથી જ વાવેતર કરવામાં આવ્યુ છે
  • કચરામાંથી ઉર્જા અને CCUS માટે ઓછા કાર્બનવાળી ટેકનોલોજીકલ ઉકેલની શોધ કરે છે 

નવી દિલ્હી, 4 જૂન 2024: વેદાંતા ગ્રુપનો એક ભાગ અને ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની ઓઇલ અને ગેસ એક્સપ્લોરેશન કંપની કેઇર્ન ઓઇલ એન્ડ ગેસ E&P વેલ્યુ ચેઇનમાં પર્યાવરણીય, સામાજિક અને કોર્પોરેટ ગવર્નન્સ (ESG)નેતૃત્ત્વમાં અગ્રેસર બનીને 2030 સુધીમાં નેટ ઝીરો બનવા માટે સજ્જ છે.

બહુપક્ષીય વ્યૂહરચનાના ભાગરૂપે કેઇર્નના ESG યોજના પરના ફોકસમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો, રિન્યુએબલ સ્ત્રોતોનો લાભ ઉઠાવીને, કુદરત આધારિત કાર્બન ઉકેલોનો લાભ ઉઠાવીને અને નવીનતાઓ જેમ કે કચરામાંથી ઉર્જા, કાર્બન કેપ્ચર યુટિલાઇઝેશન અને સ્ટોરેજ (CCU)અન્યો ઉપરાંત સમાવેશ થાય છે. આ સાથે, કેઇર્નએ 2030 સુધીમાં નેટ ઝીરો તરીકે ઉભરી આવવાના પોતાના વિઝને વધુ ઝડપી બનાવ્યુ છે. 

કાર્બન આધઝારિત કુદરત ઉકેલો મારફતે જમીન રિસ્ટોરેશન

ચાલુ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસની થીમ જમીન રિસ્ટોરેશન, રણ બનતુ અટકાવવા અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતાના નિર્માણ પર કેન્દ્રિત છે. કેઇર્નની જૈવવિવિધતા સંરક્ષણ પહેલ અને પ્રકૃતિ પુનઃસ્થાપન પ્રવૃત્તિઓ રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં તેના ઓપરેશનલ વિસ્તારોમાં ફેલાયેલી છે.

  • કેઇર્ન 2030 સુધીમાં 2 મિલીયન વૃક્ષોનું વાવેતર કરવાનો નિર્ધાર ધરાવે છે.
  • આંધ્રપ્રદેશના રવ્વાને ગતિશીલ ભેજવાળી અને 86 એકર્સમાં મેન્ગ્રુવ્સમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે.
  • રાજસ્થાનના બાડમેરમાં, કેઇર્નએ 0.2 મિલીયન વૃક્ષોનું 988 એકરની જંગલની જમીનમાં વાવેતર કર્યુ છે અને થાર ઇકોસિસ્ટમમાં 15,000 છોડ સાથે ખેજરી (પ્રોસોપિસ સિનેરીયા)ને પુનઃસજીવન કર્યા છે. રાજસ્થાનમાં કુલ 1600 એકરને ગ્રીનબેલ્ટ આવરી લે છે.
  • ગુજરાતના દરિયા કિનારાને 372 એકરના મેન્ગ્રુવ જંગલ સાથે પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. 

રિન્યુએબલ ઉર્જા પ્રાપ્ત કરવી અને કાર્બન હાજરીમાં ઘટાડો કરવો

પર્યાવરણીય અસરને ઘટાડવા માટે ઓછા કાર્બન ગમનને પ્રાપ્ત કરવા માટે કેઇર્ન તેના ઉર્જા પોર્ટફોલિયોને વધારવાની સાથે પોતાની પ્રવૃત્તિઓને ડિકાર્બનાઇઝ કરવા માટે વિવિધ પહેલોનું અમલીકરણ કરી રહી છે.

  • કંપનીએ 2030 સુધીમાં 70 મેગાવોટ સુધીની રિન્યુએબલ ઉર્જાનો સ્ત્રોત કરવાની યોજના બનાવી છે, જેમાં 25 મેગાવોટ માટે રિન્યુએબલ પાવર ડિલિવરી કરાર FY25માં શરૂ થવાનો છે.
  • સમગ્ર રાજસ્થાન અને ગુજરાતના ઓપરેશનલ સાઈટ પર સોલાર રૂફટોપ સ્થાપિત કર્યું.
  • ફ્લેર ગેસના ઘટાડામાં નોંધપાત્ર પ્રગતિને કારણે છેલ્લા ચાર વર્ષમાં સંભવિત ગેસ ફ્લેરિંગની તીવ્રતામાં 60% ઘટાડો જોવા મળ્યો છે.
  • કેઇર્ન પહેલેથી જ 15ની NPWI સાથે નેટ વોટર પોઝિટિવ કંપની છે. કંપની 96%થી વધુ ઉત્પાદિત પાણીને રિઇન્જેક્શન દ્વારા રિસાયક્લિંગ કરી રહી છે.
  • પ્રેશરાઇઝ્ડ ઓક્સિકોમ્બસ્ટર ટેક્નોલોજી દ્વારા પાવર જનરેટ કરવા લિન ગેસ, C02 સમૃદ્ધ ગેસ, ઘન કચરો અને અન્ય ઔદ્યોગિક કચરાનો ઉપયોગ કરવા માટે ‘વેસ્ટ ટુ પાવર’ પ્રોજેક્ટ પર સંભવિતતા અભ્યાસ હાથ ધર્યો. પરિણામી CO2 ગેસનો વધુ ઉપયોગ ઓઇલ પુનઃપ્રાપ્તિ માટે કરી શકાય છે.
  • અન્ય પહેલોમાં સીએનજી પ્લેયર્સ માટે ગેસની બોટલિંગ અને કેસ્કેડીંગ, સેટેલાઇટ ક્ષેત્રોથી પાઇપલાઇન દ્વારા ટર્મિનલ સુધી ગેસનું પરિવહન, રિસાયકલ ગેસ કોમ્પ્રેસરને ઑપ્ટિમાઇઝ કરવું, ટર્મિનલ્સમાં ફ્લેરિંગ ઘટાડવા માટે ઇજેક્ટરની સ્થાપના અને વ્યાપક એસેટ મેનેજમેન્ટ માટે ડિજિટલ ટ્વીન ટેક્નોલોજીનો ઉપયોગ સામેલ છે.

કેઇર્ન ઓઇલ એન્ડ ગેસના ડેપ્યુટી સીઇઓ ડૉ. સ્ટીવ મૂરેના અનુસાર, ભારતમાં સૌથી મોટી ખાનગી ઓઇલ અને ગેસ ઉત્પાદક તરીકે કેઇર્ન,અમે જે વિસ્તારોમાં કામ કરીએ છીએ તેવા પર્યાવરણ અને સમુદાયોમાં સકારાત્મક અસર લાવવા માટેનું નેતૃત્ત્વ લેવાનો ગર્વ અનુભવે છે. અમારા ડિકાર્બનાઇઝેશન અને પર્યાવરણીયો પહેલો નવીનતા અને અમારા સમર્પિત પ્રયત્નો સાથેની ટેકનોલોજી મારફતે 2030 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ્સ બનવા સાથે મેળ ખાય છે.

કેઇર્ન આબોહવા પરિવર્તન શમનમાં પોતાની ઓપરેશનલ કામગીરીમાં વિસ્તાર કરવા માટે પ્રતિબદ્ધ છે અને વધુમાં પ્રોસેસ ઇષ્ટતમતા, સુધારેલી વિશ્વસનીયતા અને ઓછી કાર્બન ટેકનોલોજીઓ મારફતે ઉત્સર્જનને ન્યૂનતમ બનાવવાનું વિચારી રહી છે. 2030 સુધીમાં નેટ ઝીરો તરીકે ઉભરી આવવાની બહુપક્ષીય લાંબા ગાળાની વ્યૂહરચના નવી તકો શોધતી ચોક્સાઇપૂર્વકની યોજનાથી સમર્થિત છે.


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *