બ્રિટાનિયા ધ લાફિંગ કાઉ હવે ક્રીમિયર, સ્વાદિષ્ટ અને પહેલાં કરતાં વધુ સારી

Spread the love

હવે ભારતમાં બનેલું, વધુ સમૃદ્ધ સ્વાદ અને વધુ સારી કિંમત સાથે
કેમ્પેઇનવીડિયો:https://www.youtube.com/watch?v=M6iD2b8mqX8

રાષ્ટ્રીય ૦૭ મે ૨૦૨૫: બ્રિટાનિયા ધ લાફિંગ કાઉ ચીઝના શોખીનોને તાજગીસભર રેન્જ સાથે એક નવા સ્તરે લઈ જઈ રહી છે, જેમાં તેઓ ભારતભરના ચીઝ પ્રેમીઓને ક્રીમિયર ટેસ્ટ, સ્મૂધ ટેક્સચર અને ઉચ્ચ ગુણવત્તા પ્રદાન કરે છે. હવે બ્રિટાનિયા બેલ ફૂડ્સની મહારાષ્ટ્રના રંજનગાંવમાં આવેલી નવી અત્યાધુનિક ફેસિલિટીમાં સ્થાનિક રીતે બનાવવામાં આવેલી આ નવી સુધારેલી રેન્જ ફ્રેન્ચ ચીઝ બનાવવાની કુશળતા અને ભારતીય સ્વાદને અનુરૂપ વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રેસીપી એકમાત્ર અપડેટ નથી, પેકેજિંગને પણ લુક આપવામાં આવ્યો છે, જે પ્રોડક્ટને તેના સ્વાદ જેટલું જ સ્વાદિષ્ટ બનાવે છે.

પછી ભલે તે ટોસ્ટ પર લગાવવા માટે હોય, નાસ્તામાં ઉમેરવા માટે હોય કે પછી એકલું ખાવા માટે, આ નવો અને સુધારેલો અનુભવ રોજિંદા ખોરાકને વધુ આનંદદાયક બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યો છે વૈશ્વિક જાણકારી અને મેડ ઇન ઇન્ડિયા સાથે તૈયાર કરવામાં આવેલી આ રેન્જ વધુ પોસાય તેવી કિંમતે ઉપલબ્ધ છે, જે સુનિશ્ચિત કરે છે કે વધુ ગ્રાહકો દરેક બાઇટમાં ક્રીમી ચીઝનો આનંદ અનુભવી શકે.

સુધારેલી રેસિપી પાંચ મુખ્ય પોષક તત્વોથી ભરપૂર છે – પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન એ, ડી અને બી12. તેની વધુ સ્મૂધ અને ક્રીમી ટેક્સચર અને ઈમ્પ્રુવ્ડ ફ્લેવર સાથે, બ્રિટાનિયા ધ લાફિંગ કાઉ હવે નાસ્તાથી લઈને સંપૂર્ણ ભોજન સુધી દરેક વસ્તુને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે સંપૂર્ણપણે યોગ્ય છે. બ્રિટાનિયા ધ લાફિંગ કાઉ ચીઝ વિવિધ પ્રોડક્ટ્સમાં ઉપલબ્ધ છે: સ્લાઈસ, ક્યુબ્સ, બ્લોક્સ, સ્પ્રેડ, ડાઈસ્ડ, ટ્રાઈએંગલ્સ અને સેશે.

આ નવા પ્રસ્તાવને જીવંત બનાવવા માટે, બ્રિટાનિયા ધ લાફિંગ કાઉ ચીઝે શ્બાંગ દ્વારા કલ્પના કરાયેલ એક રિલેટેબલ કેમ્પેઇન શરૂ કર્યું છે, જે “અતિ ક્રીમીયર, ફ્રેન્ચ એક્સપર્ટાઇઝ સાથે વિશિષ્ટ રીતે બનાવેલ” ના વિચાર પર કેન્દ્રિત છે. કેમ્પેઇનનું હાર્દ એ સમજમાં રહેલું છે કે એકવાર લોકો બ્રિટાનિયા ધ લાફિંગ કાઉનો સ્વાદ અનુભવે છે, પછી તેઓ”વન મોર પ્લીઝ” માટે પૂછ્યા વિના રહી શકતા નથી!” જે તેના નવા આકર્ષક સ્વાદનો પુરાવો છે.

બ્રિટાનિયા બેલ ફૂડ્સના ચીફ બિઝનેસ ઓફિસર – ડેરી અને સીઈઓ અભિષેક સિંહાએ જણાવ્યું હતું કે, “બ્રિટાનિયા બેલ ફૂડ્સ ખાતે, અમે ભારતીય કારીગરી અને સ્કેલ સાથે ફ્રેન્ચ ચીઝ બનાવવાની શ્રેષ્ઠ કુશળતાને એકસાથે લાવવામાં ગર્વ અનુભવીએ છીએ, જે એક એવું મિશ્રણ છે જે ખરેખર અમને અલગ પાડે છે. નવી બ્રિટાનિયા ધ લાફિંગ કાઉ રેન્જ ભારતીય ઘરો માટે ઉચ્ચ ગુણવત્તાવાળા ચીઝને વધુ સુલભ અને પોસાય તેવું બનાવવાની અમારી સફરમાં એક સીમાચિહ્નરૂપ છે. આ નવીનીકરણ માત્ર સ્વાદ વિશે જ નથી; તે વૈશ્વિક નિપુણતા અને સ્થાનિક સમજણ દ્વારા આકાર પામેલી ગુણવત્તા, મૂલ્ય અને નવીનતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આ ક્રીમિયર, સ્વાદિષ્ટ અને સ્થાનિક રીતે ઉત્પાદિત ચીઝ સાથે, અમે ગ્રાહકો માટે દરરોજ વિશ્વ-કક્ષાના ચીઝનો અનુભવ માણવાનું પહેલાં કરતાં વધુ સરળ બનાવી રહ્યા છીએ.”

શ્બાંગના એસોસિયેટ ક્રિએટિવ ડિરેક્ટર પુરુ અગ્રવાલ અને એવીપી – ઇન્ટિગ્રેટેડ બ્રાન્ડ સોલ્યુશન્સ રિયા શાહે જણાવ્યું હતું કે, “અમે અમારી સર્જનાત્મક વિચારસરણીને એક શક્તિશાળી સમજમાં જડી દીધી: આજના ગ્રાહકો રોજિંદા ભોજન દરમિયાન પણ સતત ડિજિટલ વિક્ષેપો સામે લડતા રહે છે. સ્ક્રીન પર ધ્યાન આપવાને બદલે ખોરાક અને જોડાણની પસંદગી દર્શાવીને, અમે બ્રિટાનિયા ધ લાફિંગ કાઉ ચીઝને એક સરળ છતાં અર્થપૂર્ણ સાથી તરીકે ફરીથી સ્થાપિત કર્યું છે. દરેક બાઇટના તીવ્ર આનંદ દર્શાવતા, આ અભિયાન બ્રાન્ડના ક્રીમિયર અને સમૃદ્ધ સ્વાદને જીવંત કરે છે, જે ‘વન મોર પ્લીઝ’ ની સ્વયંભૂ માંગ દ્વારા વધુ મજબૂત બને છે.”

સગવડ અને સર્જનાત્મકતાની સીમાઓને આગળ ધપાવતા, બ્રિટાનિયા ધ લાફિંગ કાઉ ચીઝ એક Gen-AI સંચાલિત વોટ્સએપ રેસિપી બોટ પણ રજૂ કરે છે, જે એક સ્માર્ટ ક્લીનરી આસિસ્ટન્ટ છે જે બ્રિટાનિયા ધ લાફિંગ કાઉ ચીઝનો ઉપયોગ કરીને ઝડપી, કસ્ટમાઇઝ્ડ અને સ્વાદિષ્ટ વાનગીઓની રેસિપી શેર કરે છે. ભલે તમે નાસ્તો કરવાના મૂડમાં હોવ અથવા પૌષ્ટિક ભોજનની યોજના બનાવી રહ્યા હોવ, ચીઝી પ્રેરણાનો ડોઝ હવે માત્ર એક મેસેજ દૂર છે.

બ્રિટાનિયા ધ લાફિંગ કાઉ ભારતમાં બ્રિટાનિયા બેલ ફૂડ્સ દ્વારા લાવવામાં આવી છે, જે બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને ચીઝમાં વૈશ્વિક અગ્રણી બેલ ગ્રુપનું સંયુક્ત સાહસ છે. ભારતીય ગ્રાહકોને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ઉત્પાદનો પીરસવાની તેની પ્રતિબદ્ધતાને અનુરૂપ, બ્રિટાનિયા બેલ ફૂડ્સે ઓક્ટોબર 2024 માં રંજનગાંવ, મહારાષ્ટ્રમાં અત્યાધુનિક ઉત્પાદન સુવિધા સ્થાપિત કરી છે. આ સમર્પિત પ્લાન્ટ સુનિશ્ચિત કરે છે કે બ્રિટાનિયા ધ લાફિંગ કાઉ ચીઝની દરેક બાઇટ 100% સ્થાનિક રીતે મેળવેલા ઘટકોમાંથી બનાવવામાં આવે છે, જે ઉચ્ચતમ ધોરણોની સ્વચ્છતા, સલામતી અને ટકાઉપણું હેઠળ ઉત્પાદિત અને પેક કરવામાં આવે છે.

આ નવી અને સુધારેલી ઓફર સાથે બ્રિટાનિયા ધ લાફિંગ કાઉ વૈશ્વિક ગુણવત્તા, સ્થાનિક સુસંગતતા, અતિ સ્વાદિષ્ટ સ્વાદ અને વધુ પોસાય તેવી કિંમત એક સમયે એક ક્રીમી બાઇટ દ્વારા લાવવાનું ચાલુ રાખશે.

#####


Spread the love

Check Also

ઈન્ડિયન આઈલ યુટીટી સિઝન-6: દિયા ચિતાલે, સાથિયાન જ્ઞાનશેકરન ઝળક્યા, દબંગ દિલ્હીએ જયપુર પેટ્રિઓટ્સને મહાત આપી

Spread the love〉 વર્તમાન સિઝનની તમામ 23 રોમાંચક ટાઈનું સ્ટાર સ્પોર્ટ્સ ખેલ અને સ્ટાર સ્પોર્ટ્સ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *