આશ્ચર્યજનક મર્યાદિત ઓફર: સૌપ્રથમ 33,333 ગ્રાહકોને 3-વર્ષનું સ્ટાન્ડર્ડ મેન્ટેનન્સ પેકેજ (SMP)કોમ્પ્લિમેન્ટ્રી મળશે
શ્રેષ્ઠ પ્રતિસાદ: કાઇલાક હેન્ડ-રાઇઝર્સ અને કાઇલાક ક્લબના સભ્યોની તરફથી 160,000થી વધુ લોકોએ રસ દાખવ્યો
- કાઇલાકમાં ઉચ્ચ-પ્રદર્શન, કાર્યક્ષમ અને વિશ્વસનીય 1.0 TSI એન્જિન દ્વારા સંચાલિત છે, જેમાં સિક્સ-સ્પીડ મેન્યુઅલ અથવા ઓટોમેટિક ટ્રાન્સમિશન, ચાર વેરિઅન્ટ્સ અને સાત રંગ વિકલ્પોની પસંદગી ઉપલબ્ધ છે.
- આધુનિક, બોલ્ડ અને મસ્ક્યુલર કાઇલાક ભારતીય રસ્તાઓ પર યુરોપિયન ટેક્નોલોજીને સાચા અર્થમાં લોકશાહી બનાવશે.
- કાઇલાકના તમામ વર્ઝનમાં 25 થી વધુ પ્રમાણભૂત સુરક્ષા સુવિધાઓ સાથે શ્રેષ્ઠ કેબિન સલામતીની ખાતરી કરે છે, જેમાં છ એરબેગ્સ અને ઘણી સક્રિય અને નિષ્ક્રિય સુરક્ષા સુવિધાઓનો સમાવેશ થાય છે.
- આજે સાંજે 4 વાગ્યાથી બુકિંગ શરૂ થઇ ગયું છે અને 27 જાન્યુઆરી, 2025ના રોજથી ડિલિવરી શરૂ થશે
- પહેલાં 33,333 ગ્રાહકો માટે 5 વર્ષ માટે રૂ. 0.24/કિમીનો સૌથી ઓછો જાળવણી ખર્ચ સુનિશ્ચિત કરાયો છે
સંપૂર્ણ પરીક્ષણ કરાયું: 800,000 કિલોમીટરથી વધુનું પરીક્ષણ કરવામાં આવ્યું છે જે ચંદ્ર સુધીના અંતર કરતાં પણ વધુ છે
અમદાવાદ 03 ડિસેમ્બર 2024: સ્કોડા ઓટો ઈન્ડિયાની સબ-4m SUV સેગમેન્ટમાં પહેલીવાાર પ્રવેશ કર્યો છે, કાઇલાક હવે તેના વિવિધ વેરિઅન્ટ અને કિંમતોની સંપૂર્ણ રેન્જ સાથે આવી ગઈ છે. કાઇલાક ચાર વેરિઅન્ટ વિકલ્પોમાં આવશે – ક્લાસિક, સિગ્નેચર, સિગ્નેચર+ અને પ્રેસ્ટિજ. કાઇલાક ક્લાસિક ટ્રીમ એસયુવીની પ્રારંભિક કિંમત 7.89* લાખ રૂપિયા છે. ટોપ-ઓફ-ધ-લાઇન કાઇલાક પ્રેસ્ટિજ એટી 14,40,000 લાખ રૂપિયામાં વેચાણ માટે ઉપલબ્ધ હશે. આ સિવાય પ્રથમ 33,333 ગ્રાહકોને 3-વર્ષનું સ્ટાન્ડર્ડ મેન્ટેનન્સ પેકેજ (SMP) મફત મળશે. કાઇલાક માટે બુકિંગ આજે સાંજ 4 વાગ્યાથી શરૂ થયું અને 27 જાન્યુઆરી, 2025 થી ડિલિવરી શરૂ થશે. કાઇલાક હેન્ડ-રાઇઝર્સ, કાઇલાક ક્લબના સભ્યો અને ડીલરની પૂછપરછમાં 160,000 થી વધુ લોકોએ રસ દાખવ્યો છે.
સ્કોડા ઓટો ઈન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર પેટ્ર જાનેબાએ જણાવ્યું હતું કે, “બધી નવી કાઇલાક ભારતમાં સ્કોડા બ્રાન્ડ માટે નવા યુગની શરૂઆત કરવાનું પ્રતિક છે. સ્કોડા કાઇલાક માત્ર અમારા માટે જ નહીં, પરંતુ સેગમેન્ટ માટે ગેમચેન્જર સાબિત થશે અને ગ્રાહકોના અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરવાની સાથે ભારતીય માર્ગો પર યુરોપિયન ટેક્નોલોજીનું લોકશાહીકરણ કરશે. અમે પ્રથમ 33,333 ગ્રાહકો માટે આ સેગમેન્ટમાં સર્વશ્રેષ્ઠ માલિકી અનુભવની જાહેરાત કરી છે. કાઇલાક એ 2024માં જબરદસ્ત ઉત્સાહ અને ચર્ચા ઉભી કરી છે, જે નવેમ્બરમાં વર્લ્ડ પ્રીમિયરમાં તેની ટોચે પહોંચી હતી. આ SUV વૈશ્વિક ડિઝાઇન સંકેતો, અનોખા ડ્રાઇવિંગ ડાઇનેમિક્સ, બેજોડ સલામતી, ઘણી બધી સુવિધાઓ, વિશાળ અને કાર્યાત્મક ઇન્ટિરિયરની સાથે આવે છે, જે સમગ્ર રેન્જમાં કિંમતો સાથે મેળ ખાય છે. અમને વિશ્વાસ છે કે કાઇલાક નવા બજારોમાં પ્રવેશવા, સ્કોડા પરિવારમાં નવા ગ્રાહકો લાવવા અને ભારતમાં અમારી બ્રાન્ડની હાજરીને મજબૂત બનાવવાના અમારા ધ્યેયને આગળ વધારશે.”
પુષ્કળ વિકલ્પો
કાઇલાક લોન્ચ સમયે બે ટ્રાન્સમિશન, ચાર વેરિઅન્ટ અને સાત રંગોની પસંદગી સાથે ઉપલબ્ધ છે. તે ઉચ્ચ-પ્રદર્શન, કાર્યક્ષમ અને વિશ્વસનીય 1.0 TSI એન્જિન દ્વારા સંચાલિત છે, જે છ-સ્પીડ મેન્યુઅલ અથવા છ-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિકના વિકલ્પ સાથે 85kW પાવર અને 178Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. ગ્રાહકો ક્લાસિક, સિગ્નેચર, સિગ્નેચર+ અને ટોપ-ઓફ-ધ-લાઇન પ્રેસ્ટીજ – ચાર વર્ઝનમાંથી પસંદ કરી શકે છે. ઓફર પર સાત રંગો છે – ટોર્નેડો રેડ, બ્રિલિયન્ટ સિલ્વર, કેન્ડી વ્હાઇટ, કાર્બન સ્ટીલ, લાવા બ્લુ, ડીપ બ્લેક અને કાયલાક એક્સક્લુઝિવ ઓલિવ ગોલ્ડ.
કલાસિક વેલ્યૂ
ક્લાસિક વેરિઅન્ટના સાથે પણ, જે કાઇલાક અને સ્કોડા પરિવારમાં પ્રવેશ બિંદુ બનાવે છે, ગ્રાહકોને છ એરબેગ્સ અને 25 થી વધુ સક્રિય અને નિષ્ક્રિય સુરક્ષા સુવિધાઓ પ્રમાણભૂત રીતે મળે છે. એન્ટિ-લૉક બ્રેકિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, છ એરબેગ્સ, સ્ટિયરિંગ વ્હીલ માટે ટિલ્ટ અને પહોંચ એડજસ્ટમેન્ટ, તમામ પાંચ સીટ માટે હેડ રિસ્ટ્રેઇન્ટ્સ અને ત્રણ-પોઇન્ટ સીટ બેલ્ટ, ઇલેક્ટ્રિક મિરર્સ, રીઅર પાર્ક ડિસ્ટન્સ કંટ્રોલ, ડ્રાઇવરનું ડેડ પેડલ, ઓટોમેટિક સ્પીડ સેન્સિટિવ સેન્ટ્રલ લોકીંગ અને ફુલ LED લાઇટિંગ જેવી સુરક્ષા અને અન્ય સુવિધાઓની સાથે પ્રમાણભૂત છે.
સિગ્નેચર અંગે વિસ્તારથી માહિતી
જ્યારે ક્લાસિકમાં ભારે સલામતી અને સુવિધાથી ઘણા ફિચર્સ સજ્જ છે, ત્યારે કાઇલાકના સિગ્નેચર વેરિઅન્ટમાં ટાયર પ્રેશર મોનિટરિંગ, ક્રૂઝ કંટ્રોલ, R16 એલોય, વાયર્ડ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, કૂલ્ડ ગ્લોવબોક્સ, યુએસબી-સી સોકેટ્સ, 17.7 સેમી (7-ઇંચ) સ્કોડા ટચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, મલ્ટિફંક્શનલ સ્ટીયરિંગ વ્હીલ, એડજસ્ટેબલ રિયર એસી વેન્ટ અને બીજા ઘણા બધા ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે.
સિગ્નેચર+ ની વેલ્યૂ
સિગ્નેચર+માં લગબગ બધું જ છે જે તમે એક ટોપ-ઑફ-ધ-લાઇન વેરિઅન્ટમાંથી અપેક્ષા રાખતા હોવ, તેની સાથે જ મિડ-વેરિઅન્ટનું મૂલ્ય પણ ઑફર કરે છે. આ વર્ઝનમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને Apple કારપ્લેની ખૂબ જ માંગ આ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જેમ કે 25.6cm (10.1-ઇંચ) સ્કોડા ટચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. આ ટ્રીમમાં ડ્રાઇવર માટે 20.32cm (8-ઇંચ) વર્ચ્યુઅલ કોકપિટ પણ ઉપલબ્ધ છે. આ સિવાય રીઅર-વ્યુ કેમેરા, ક્લાઈમેટ્રોનિક ક્લાઈમેટ કંટ્રોલ સિસ્ટમ, ઓટોમેટિક હેડલેમ્પ્સ, હિલ-હોલ્ડ કંટ્રોલ, એક ટકાઉ વાંસ-ફાઈબરમાંથી બનેલું ઈન્ફ્યુઝ્ડ ડેશબોર્ડ પેડ, કાર-લોક સાથે ઇલેક્ટ્રિકલી ફોલ્ડિંગ એક્સટીરીયર મિરર વગેરે પણ ઉપલબ્ધ છે.
પ્રેસ્ટીજ સૌથી ઉપર
પ્રેસ્ટીજ એ ગ્રાહકો માટે સૌથી શ્રેષ્ઠ કાર છે જે પોતાની SUVમાં દરેક ફિચર ઇચ્છે છે. કાઇલાકનું આ ટોપ-ઓફ-ધ-લાઇન છે. કાઇલાકનું આ ટોપ-ડ્રોઅર વેરિઅન્ટ એન્ટી-પિંચ ટેક્નોલોજી સાથે ઇલેક્ટ્રિક સનરૂફ, R17 ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ, ઓટો હેડલેમ્પ્સ અને વાઇપર્સ, કોર્નરિંગ ફંક્શન સાથે LED ફોગલેમ્પ્સ, સ્કોડા ક્રિસ્ટલાઇન LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, એમ્બિયન્ટ ઇન્ટિરિયર લાઇટિંગ સાથે સજ્જ છે. જેમ કે સીટ વેન્ટિલેશન સાથે પ્રથમ-ઇન-સેગમેન્ટની છ-માર્ગી ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ફ્રન્ટ સીટ. ઉપરાંત જ્યારે સિગ્નેચર અને તેના ઉપરના તમામ વેરિઅન્ટ્સમાં સિક્સ-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિકનો વિકલ્પ છે, પ્રેસ્ટિજમાં મેન્યુઅલ ગિયરશિફ્ટ માટે સ્ટીયરિંગ-માઉન્ટેડ પેડલ-શિફ્ટર્સ આપવામાં આવ્યા છે.
સેગમેન્ટમાં સૌથી શ્રેષ્ઠ માલિકી
સલામતી સાથે કોઈ બાંધછોડ કર્યા વિના મૂલ્ય અને ટેક્નોલોજીનું સંતુલન ઓફર કરતી વેરિઅન્ટ્સની આ વિશાળ રેન્જ ઉપરાંત કાઇલાક બુક કરાવનારા પ્રથમ 33,333 ગ્રાહકોને 3-વર્ષનું સ્ટાન્ડર્ડ મેન્ટેનન્સ પેકેજ મળશે. આ પેકેજ અસરકારક રીતે કાઇલાકના જાળવણી ખર્ચને પ્રતિ કિલોમીટર 0.24 રૂપિયા સુધી લાવે છે અને તેને તેના સેગમેન્ટમાં સૌથી ઓછા જાળવણી ખર્ચવાળું વાહન બની જાય છે.
આ સિવાય કાઇલાક 3-વર્ષ/100,000kms (બેમાંથી જે પહેલાં હોય) ની પ્રમાણભૂત વોરંટી પણ આપે છે. આ સાથે કાઇલાક સમગ્ર રેન્જમાં માપદંડ તરીકે છ વર્ષની એન્ટી-કોરોઝન વોરંટી પણ ઓફર કરે છે. આ SUV કુશક અને સ્લેવિયાની જેમ MQB-A0-IN પ્લેટફોર્મ પર આધારિત છે. તેને ભારત અને ચેક રિપબ્લિકની ટીમો દ્વારા સંયુક્ત રીતે સ્કોડાના ગતિશીલતા અને સલામતીના પરંપરાગત ગુણોને જાળવી રાખીને ઓછા જાળવણી ખર્ચ પર નજર રાખીને વિકસાવવામાં આવી હતી.
કાઇલાક | કિંમત INR (એક્સ-શોરૂમ) | |
1.0 TSI MT | 1.0 TSI AT | |
કલાસિક | ₹ 7,89,000 | – |
સિગ્નેચર | ₹ 9,59,000 | ₹ 10,59,000 |
સિગ્નેચર+ | ₹ 11,40,000 | ₹ 12,40,000 |
પ્રેસ્ટીજ | ₹ 13,35,000 | ₹ 14,40,000 |
*તમામ કિંમતો એક્સ-શોરૂમ ભારત અનુસાર
** પ્રોવિઝનલ માહિતી – પ્રદર્શન, શક્તિ અને માપન અંગેનો અંતિમ ડેટા એકવાર કારના હોમોલોગેટ થઈ ગયા પછી પ્રકાશિત કરવામાં આવશે.
Škoda Auto
- is successfully steering through the new decade with the Next Level – Škoda Strategy 2030.
- aims to be one of the five best-selling brands in Europe by 2030 with an attractive line-up in the entry-level segments and additional e-models.
- effectively leverages existing potential in important growth markets such as India, North Africa, Vietnam and the ASEAN region.
- currently offers its customers twelve passenger-car series: the Fabia, Scala, Octavia and Superb as well as the Kamiq, Karoq, Kodiaq, Elroq, Enyaq, Slavia, Kushaq and Kylaq.
- delivered over 866,000 vehicles to customers around the world in 2023.
- has been a member of the Volkswagen Group for 30 years. The Volkswagen Group is one of the most successful vehicle manufacturers in the world.
- is part of the Brand Group CORE – the organisational merger of the Volkswagen Group’s volume brands – to achieve joint growth and to significantly increase the overall efficiency of the five volume brands
- independently manufactures and develops components such as MEB battery systems, engines and transmissions as part of the Volkswagen Group; these components are also used in vehicles of other Group brands.
- operates at three sites in the Czech Republic; has additional production capacity in China, Slovakia and India primarily through Group partnerships, as well as in Ukraine with a local partner.
- employs approximately 40,000 people globally and is active in around 100 markets.
Škoda Auto India
- fascinating customers in India since 2001.
- offers 5 models in India – Slavia, KushaqKodiaq, Kylaq and Superb
- present in more than 150 cities across the country with over 260 customer touchpoints
- Achieved 100,000 sales over the last two years – the shortest time the company has achieved this milestone in the country
Škoda Auto India website – www.škoda-auto.co.in