રોટરી અમદાવાદના 8 ક્લબો એ ભેગા મળી ને લીડરશીપ ડેવેલપમેન્ટ પ્રોગ્રામ નું આયોજન કર્યું

Spread the love

રોટરી અમદાવાદ ક્લબના આ પ્રોગ્રામ માં મુખ્ય વક્તા તરીકે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના લાઈફ કોચ અને મોટીવેશનલ સ્પીકર પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામીજી એ લીડરશિપ વિશે પોતાનું જ્ઞાન રોટરીયન સમક્ષ રજુ કર્યું હતું અને જીવનના અનુભવો શેર કર્યા હતા.

પોતાના વ્યક્તવ્યમાં તેમણે સફળ લીડરમાં મુખ્ય કયા ગુણો હોવા જોઈએ તેના વિષે સમજ આપી હતી. સફળ લીડરમાં આશા, હિંમત, પ્રામાણિકતા, સર્વસમાવેશકતા આ 4 ગુણો હોવા જ જોઈએ. લીડર પોતે સ્ટેબલ હોવો જોઈએ અને પોતાની જાત પર કોન્ફિડન્સ હોવો જોઈએ. વ્યક્તિએ કોઈ પણ કાર્ય કરતા પહેલા 100 વાર વિચાર કરી ને પછી જ કરવું જોઈએ પછી ભલે વ્યક્તિ સફળ થાય કે નિષ્ફળ થાય પરંતુ કરેલા કાર્ય પર પસ્તાવો ના થવો જોઈએ.

કોઈ પણ વ્યક્તિ પ્રયત્ન કરે તો બધું જ શક્ય છે. સાથે સાથે તેમણે નાગરિકો ને આગામી લોકસભાની ચૂંટણી માટે ફરજિયાત પણે મતદાન કરવા અપીલ કરી હતી અને આપણો લીડર કેવો હોવો જોઈએ એ વિશે પણ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે જેઓ મતદાન નથી કરી રહ્યા તેમને આગામી 5 વર્ષ સુધી સરકારના શાસન વિશે બોલવાનો કોઈ અધિકાર નથી. આ પ્રામાણિકતા ભારતના દરેક નાગરિકોએ બતાવવી જોઈએ.


Spread the love

Check Also

એબ્ડોમિનલ કેન્સર સામે જાગૃતિ દોડ – કેન્સર દિવસ માટે મલ્ટી-સીટી વોકેથોનના રૂપમાં એક પ્રભાવશાળી પ્રારંભ

Spread the loveરાષ્ટ્રવ્યાપી વોકેથોન એબ્ડોમિનલ કેન્સરની  સમયસર તપાસ અને સારવારના મહત્વ પર ભાર મૂકે છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *