બેંકિંગમાં પરિવર્તન: ભારતીય માતાઓ હવે અપનાવી રહી છે ડિજિટલ પેમેન્ટ્સ

Spread the love

પ્રશ્ન 1. ભારતીય માતાઓ ડિજિટલ પેમેન્ટ્સ અપનાવવાના આગામી વલણમાં કઈ રીતે યોગદાન આપી રહી છે?

ભારતમાં ડિજિટલ ફાઇનાન્સનું ક્ષેત્ર ઝડપથી વિકસિત થયો છે – મહિલાઓ, ખાસ કરીને માતાઓ, આ પરિવર્તનમાં પ્રભાવશાળી યોગદાન આપવામાં આગળ રહી છે. આવશ્યક ચીજવસ્તુઓ માટે પૈસા બચાવવાથી લઈને મોટા ખર્ચાઓનું આયોજન કરવા સુધી, તેઓએ પહેલાંના સમયમાં પૈસા સંભાળવાથી લઈને આજે ડિજિટલ ક્ષેત્રમાં પ્રવેશ કર્યું છે.

આ ક્ષેત્રના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 14 થી ડિજિટલ વ્યવહારો કરતી મહિલાઓની સંખ્યા વધી રહી છે. UPI સેવાઓનો ઉપયોગ કરતી 20 કરોડ મહિલાઓ સાથે, વૃદ્ધિની સંભાવના નોંધપાત્ર રહે છે. વાસ્તવમાં, અમારા પોતાના હાઉ અર્બન ઇન્ડિયા પે રિપોર્ટ દર્શાવે છે કે પુરુષો અને મહિલાઓ હવે તેમના વ્યવહારોના લગભગ 72% માં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે છે, જે લિંગ સમાનતા દર્શાવે છે.

એમેઝોન પે દ્વારા, અમે જોયું છે કે UPI નો ઉપયોગ મુખ્યત્વે વેપારીઓને ઑફલાઇન ચુકવણીઓ, બિલ ચૂકવવા અને પૈસા ટ્રાન્સફર જેવી દૈનિક જરૂરિયાતો માટે થાય છે. હકીકતમાં, અમારા વપરાશકર્તાઓ સૌથી વધારે કરિયાણા, ફેશન અને બ્યુટી, ટ્રાવેલ બુકિંગ જેવી શ્રેણીઓ  માટે UPI દ્વારા ચુકવણી કરે છે, જે આવશ્યક અને ઘરગથ્થુ ખર્ચ માટે મજબૂત પસંદગી દર્શાવે છે. જ્યારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ, ખાસ કરીને એમેઝોન પે ICICI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને ક્યારેક-ક્યારેક મોંઘી વસ્તુઓની ખરીદી જેવી શ્રેણીઓમાં વારંવાર કરવામાં આવે છે.

રસપ્રદ વાત એ છે કે, મે’25 માં શહેરમાં કામ કરતી મહિલાઓ માટે હાથ ધરવામાં આવેલા એમેઝોન પે ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા આંતરિક સર્વેમાં જાણવા મળ્યું હતું કે 95% માતાઓ ઘરની 50% થી વધુ ખરીદી ડિજિટલ રીતે કરે છે. આમાંથી, 54% કહે છે કે તેઓ ઘર ખર્ચ માટેના 75% થી વધુ વ્યવહારો ઓનલાઇન કરે છે. નોંધપાત્ર રીતે, 79% એ જણાવ્યું હતું કે ડિજિટલ પેમેન્ટ્સથી તેમના સમયની બચત થાય છે, અને 57% એ જણાવ્યું હતું કે તેનાથી ઘર ખર્ચના સંચાલનમાં તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે.

કેશથી ડિજિટલ અપનાવવાથી માતાઓ સારી રીતે ખર્ચાઓનું ટ્રેકિંગ કરી શકે છે, કેશ સંભાળવાની તેમની ચિંતા ઓછી થઇ ગઈ છે અને વધુ નાણાકીય નિયંત્રણ મેળવે છે, જેનાથી તેઓ પરિવારની જવાબદારીઓ અને વ્યક્તિગત કાર્યો વચ્ચે વધુ કાર્યક્ષમ રીતે સમય ફાળવી શકે છે.

પ્રશ્ન 2. શું ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતી મહિલાઓના સંદર્ભમાં સ્થાનિક બજારોમાં તમે કોઈ ચોક્કસ વર્તન અથવા વલણો જોયા છે

ટાયર 2 અને 3 શહેરોમાં, મહિલાઓ દ્વારા ડિજિટલ પેમેન્ટ અપનાવવામાં જોવા મળતી વૃદ્ધિ ઉપયોગિતા, વિશ્વાસ અને પરિચિતતા સાથે ગાઢ રીતે જોડાયેલી છે. ખાસ કરીને બિલ ચૂકવવા અને આજ-બાજુની કરિયાણાની દુકાનોમાંથી ખરીદી જેવી શ્રેણીઓ માટે મુખ્યત્વે UPI  નો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા ઘરોમાં, મહિલાઓ નાના, વારંવાર કરવામાં આવતા વ્યવહારો માટે UPI નો ઉપયોગ કરી રહી છે, ખાસ કરીને જ્યાં તેઓ રોજિંદા ખર્ચનું સંચાલન કરે છે.

ખાસ કરીને અર્ધ-શહેરી વિસ્તારોમાં મહિલાઓ – એમેઝોન પે બેલેન્સ જેવા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPI) જેવા મર્યાદિત જોખમવાળા ટૂલ્સ પસંદ કરે છે. આ તેમને નિશ્ચિત રકમ પ્રીલોડ કરવા, આત્મવિશ્વાસથી વ્યવહાર કરવા અને તેમના મુખ્ય બેંક ખાતાઓમાંથી ડિજિટલ ખર્ચને અલગ કરવામાં મદદ મળે છે અને છેતરપિંડી અને નિયંત્રણ વિશે તેમને ઓછી ચિંતા થાય છે.

અમે ફેશન અને બ્યુટી, બિલ ચૂકવવા, ટ્રાવેલ બુકિંગ વગેરે જેવા ક્ષેત્રોમાં આયોજિત ખરીદીઓ માટે સ્થાનિક બજારોમાં એમેઝોન પે લેટર અને ક્રેડિટ કાર્ડનો વધતો ઉપયોગ પણ જોઈએ છીએ. આ બજારોમાં આત્મવિશ્વાસ અને નિયંત્રણ મહત્વપૂર્ણ છે.

હકીકતમાં, સર્વેક્ષણથી પ્રાપ્ત માહિતી આ અવલોકનો સાબિત કરે છે, જ્યાં જવાબ આપનારાઓ 66% લોકોએ સૂચવ્યું હતું ડિજિટલ પેમેન્ટએ તેમનો આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા વધારી છે. વધુમાં, 57% લોકોએ જણાવ્યું હતું કે પૈસા ચૂકવવા માટે જીવનસાથી/પરિવાર પર તેમની નિર્ભરતામાં ઘટાડો થયો છે, જે રોજિંદી પરિસ્થિતિઓમાં ડિજિટલ પેમેન્ટ્સ દ્વારા થતા સશક્તિકરણને પ્રકાશિત કરે છે.

પ્રશ્ન 3. એમેઝોન પેના કયા ફીચર્સ ખાસ માતાઓ માટે ફાયદાકારક છે?

એમેઝોન પે પર, અમે એવા ફીચર્સ વિકસાવ્યા છે જે ઘર ખર્ચ સંભાળતી માતાઓ માટે સૌથી મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપે છે. અમારા વપરાશકર્તાઓ પાસેથી પ્રાપ્ત માહિતી ડિજિટલ ચુકવણી પેમેન્ટ અપનાવવાના મુખ્ય કારણો દર્શાવે છે: 39% કિંમત મુજબ મળતી સુવિધાને પસંદ કરે છે, 28% રિવોર્ડ્સ અને કેશબેકથી પ્રેરતી થાય છે, 20% ઝડપી અને કાર્યક્ષમ વ્યવહારોને પ્રાથમિકતા આપે છે અને 14% સુરક્ષા અને ખાતરી પર ભાર મૂકે છે. આ માહિતીએ માતાઓને તેમના ઘર ખર્ચના દૈનિક વ્યવસ્થાપનમાં સૌથી વધુ શું જોઈએ છે- એટલે કે સુવિધા, વિશ્વાસ અને મૂલ્ય મુજબ અમને અમારી મુખ્ય ઓફરોમાં સુધારો કરવામાં મદદ કરી છે.

રોજિંદા વ્યવહારો માટે, અમારી UPI સેવા કરિયાણાની ખરીદીથી લઈને બિલની ચુકવણીઓ સુધીની દરેક ચુકવણીને એકીકૃત રીતે સંભાળે છે, જ્યારે એમેઝોન પે લેટર સ્કૂલ ફી, તહેવારો માટેની ખરીદી અથવા અણધાર્યા ખર્ચ જેવા મોટા ખર્ચાઓનું સંચાલન કરવા માટે જરૂરી મદદ પૂરું પાડે છે. એમેઝોન પે ICICI ક્રેડિટ કાર્ડ આવશ્યક ખરીદીઓ પર, ખાસ કરીને ઉપકરણો, કપડાં અને પરિવારની શોપિંગ જેવી શ્રેણીઓમાં, ઇન્સ્ટન્ટ કેશબેક સાથે વધારાનું મૂલ્ય ઉમેરે છે. આ ઉકેલો સ્માર્ટ નાણાકીય આયોજન અને ઘરના બજેટને સમર્થન આપવા માટે સાથે મળીને કામ કરે છે.

વિશ્વાસ સર્વોપરી છે તે સમજીને, ખાસ ડિજિટલ પેમેન્ટ્સનો નવો-નવો ઉપયોગ કરી રહી માતાઓ માટે, અમે યુઝર-ફ્રેન્ડલી ફીચર્સ સાથે સુરક્ષા માટે મજબૂત પગલાં લાગુ કર્યા છે. આમાં મનની શાંતિ માટે વન-ટેપ બિલ પેમેન્ટ્સ, સુરક્ષિત ઓથેન્ટિકેશન અને ઇન્સ્ટન્ટ ટ્રાન્ઝેક્શન એલેર્ટસ શામેલ છે. અમારું મોબાઇલ-ફર્સ્ટ પ્લેટફોર્મ વિવિધ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેનાથી વિવિધ જગ્યાઓના વપરાશકર્તાઓ માટે તેનો ઉપયોગ સરળ છે, જ્યારે અમારો સરળતાથી ઉપલબ્ધ કૅસ્ટમર સપોર્ટ ખાતરી કરે છે કે માતાઓ તેમની ડિજિટલ પેમેન્ટની યાત્રા દરમિયાન સમર્થન મેળવે.

પ્રશ્ન 4. ડિજિટલ પેમેન્ટ ટુલ્સનો ઉપયોગ કરવામાં હજુ પણ ખચકાટ અનુભવતી માતાઓ માટે કોઈ સલાહ?

ડિજિટલ પેમેન્ટ અપનાવવું બોજ ન લાગવું જોઈએ. મારી સલાહ છે કે સાધારણ, ઓછા જોખમવાળા વ્યવહારો – જેમ કે મોબાઇલ બિલ ચૂકવવા અથવા કોઈ જાણીતી વ્યક્તિને પૈસા મોકલવા – થી શરૂઆત કરો અને તમને કેવું લાગે છે તે જુઓ. આજે મોટાભાગના પ્લેટફોર્મ, જેમાં એમેઝોન પેનો સમાવેશ થાય છે, મુસાફરી સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે લેયર્ડ સેફટી ફીચર્સ અને કૅસ્ટમર સપોર્ટ પ્રદાન કરે છે.

અમારા આંતરિક સંશોધનમાં માતાઓમાં બે પ્રાથમિક નાણાકીય વ્યક્તિત્વો સામે આવ્યા છે. તેમની “મની પર્સનાલિટી” નું વર્ણન કરતી વખતે, 35% માતાઓને “ધ બેલેન્સર” તરીકે ઓળખવામાં આવે છે – જેઓ કુશળતાપૂર્વક કાર્ય-જીવન-પૈસા વચ્ચે સંતુલન જાળવે છે. અન્ય 23% પોતાને “ધ પ્લાનર” તરીકે ઓળખે છે – પદ્ધતિસરની, ભવિષ્યલક્ષી માતાઓ જે ચોકસાઈ સાથે બજેટ બનાવે છે. આ તારણો પુષ્ટિ કરે છે કે ભારતીય માતાઓ પહેલાથી જ આજના ડિજિટલ અર્થતંત્રમાં સફળતા માટે જરૂરી નાણાકીય માનસિકતા ધરાવે છે – તેમને ફક્ત ઉપયોગમાં સરળ સાધનોની જરૂર છે જે તેમના હાલના નાણાકીય અભિગમ સાથે મેળ ખાય.

સમય જતાં, ડિજિટલ સાધનો સમયની બચત, ખર્ચમાં વધુ સારી દૃશ્યતા અને અર્થપૂર્ણ પુરસ્કારો અને લાભો જેવા ફાયદાઓ પ્રદાન કરી શકે છે. એમેઝોન પે, એક જ વિશ્વસનીય જગ્યાએથી બધી ચુકવણીઓ કરવાની શ્રેષ્ઠ સુવિધા પ્રદાન કરે છે. દર મહિનાનું બિલ, ઇન્શ્યોરન્સ પ્રિમીયમ, ફાસ્ટટેગ રિચાર્જ અથવા રોજિંદી ચુકવણીઓ, બધું જ ચુકવણીની પસંદગીની પદ્ધતિ સાથે સરળતાથી સંચાલિત કરવામાં આવે છે. માતાઓ હંમેશા સ્માર્ટ ફાઇનાન્શ્યલ પ્લાનર રહી છે – ડિજિટલ પેમેન્ટ્સ તેમને હંમેશાથી તેઓ જે કરતી આવી છે તે કરવા માટે ઝડપી અને સ્માર્ટ સાધનો આપે છે.

xxxxxx


Spread the love

Check Also

કૉઈનસ્વિચ વધારાના ક્રિપ્ટો રિઝર્વ સાથે અમદાવાદમાં રોકાણકારોનો વિશ્વાસ મજબૂત બનાવ્યો

Spread the love 5મા રિઝર્વ પ્રમાણીતની પુષ્ટિ કરે છે કે કૉઇનસ્વિચ પાસે વપરાશકર્તાઓ કરતાં વધુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *