બજાજ જનરલ ઇન્શ્યોરન્સ ફિટલ ફ્લોરિશને રજૂ કરે છે – જે ₹1025ના વ્યાજબી પ્રીમિયમ પર એક અગ્રણી ફિટલ હેલ્થ ઇન્શ્યોરન્સ ઑફર કરે છે

Spread the love

  • ગર્ભાશયમાં હસ્તક્ષેપો, ઉચ્ચ-જોખમ ધરાવતી ગર્ભાવસ્થાઓ અને ઍડ્વાન્સ્ડ ફિટલ પ્રક્રિયાઓ માટે ડિઝાઇન કરેલ છે
  • આ 16 વિશેષ ગર્ભાશયના હસ્તક્ષેપોને કવર કરે છે
  • 18-45 વર્ષની ઉંમરની મહિલાઓ માટે લાગુ

પુણે | ૧૪મી જાન્યુઆરી ૨૦૨૬ — બજાજ જનરલ ઇન્શ્યોરન્સ લિમિટેડ (અગાઉ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ તરીકે ઓળખાતી), જે ભારતના અગ્રણી પ્રાઇવેટ જનરલ ઇન્શ્યોરરમાંથી એક છે, એ આજે ‘ફિટલ ફ્લોરિશ’ નું અનાવરણ કર્યું, જે ખાસ કરીને ફિટલ હેલ્થ માટે બનાવેલ અગ્રણી ઇન્શ્યોરન્સ રાઇડર છે. આ અનન્ય ઉકેલ આધુનિક એવી ગર્ભાશયની પ્રક્રિયાઓ અને ઉચ્ચ-જોખમ ધરાવતી ગર્ભાવસ્થાઓ માટે નાણાંકીય સહાય પ્રદાન કરે છે, જે લાંબા સમયથી પરંપરાગત મેટરનિટી ઇન્શ્યોરન્સના સ્કોપની બહાર રહેલી છે. રાઇડર તેમની ફ્લેગશિપ પ્રૉડક્ટ, “માય હેલ્થ કેર પ્લાન” અને “હેલ્થ ગાર્ડ” સાથે ઑફર કરવામાં આવે છે.

ફિટલ ફ્લોરિશ પ્રસૂતિ પૂર્વેની સંભાળમાં ગંભીર જરૂરિયાતને પહોંચી વળવા માટે તબીબી કુશળતા અને ઇન્શ્યોરન્સ ડિઝાઇનને એકસાથે લાવે છે. જ્યારે મેટરનિટી પ્રૉડક્ટ પરંપરાગત રીતે ડિલિવરી અને પ્રસૂતિ પછીની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે આ રાઇડર ગર્ભાશયની અંદર સૌથી નાજુક તબક્કા દરમિયાન ન જન્મેલા બાળકની સુરક્ષા પર કેન્દ્રિત કરે છે.

માતૃત્વ અને ભ્રૂણની સંભાળમાં વધતી જતી જરૂરિયાતને સમજવી
રિપોર્ટ્સ પ્રમાણે, 35 વર્ષની ઉંમર પછી ભારતમાં લગભગ 17% મહિલાઓ બાળકને જન્મ આપે છે, ગર્ભાવસ્થા સંબંધિત જટિલતાઓ વધી રહી છે. તે જ સમયે, ઉચ્ચ-જોખમના કેસોને મેનેજ કરવા માટે એમ્નિયોસેન્ટેસિસ, ફિટલ રિડક્શન, ફિટોસ્કોપિક લેઝર સર્જરી અને ઇન્ટ્રાયુટેરિન ટ્રાન્સફ્યુઝન જેવી પ્રક્રિયાઓ આવશ્યક બની ગઈ છે. અત્યાર સુધી, સમર્પિત ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટની ગેરહાજરીને કારણે પરિવારો ઘણીવાર આ હસ્તક્ષેપોનો સંપૂર્ણ ખર્ચ વહન કરે છે.

લૉન્ચ વિશે બોલતા, બજાજ જનરલ ઇન્શ્યોરન્સના એમડી અને સીઇઓ, ડૉ. તપન સિંઘલે કહ્યું, “ગર્ભાવસ્થા એ દરેક પરિવાર માટે એક ઊંડાણપૂર્વકની વ્યક્તિગત યાત્રા છે, જે આશા, અપેક્ષા અને બાળક માટે શ્રેષ્ઠ શું છે તે કરવાની ઇચ્છા દ્વારા સ્વરૂપ લે છે. જ્યારે તબીબી જટિલતાઓ ઉદ્ભવે છે, ત્યારે પરિવારોને ખૂબ જ પ્રારંભિક તબક્કે મુશ્કેલ નિર્ણયોનો સામનો કરવો પડે છે. ફિટલ સંભાળમાં થયેલ પ્રગતિએ વહેલી તકે હસ્તક્ષેપ કરવાનું શક્ય બનાવ્યું છે, પરંતુ ફાઇનાન્શિયલ તણાવ પહેલેથી જ પડકારજનક અનુભવમાં વધારો કરી શકે છે. ફિટલ ફ્લોરિશ રાઇડર સાથે, અમે આવશ્યક પ્રક્રિયાઓને ટેકો આપીને આ બોજને ઘટાડવાનો પ્રયત્ન કર્યો છે, તેથી માતાપિતા ખર્ચને બદલે સારવાર અને પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આ ઑફર આપણી માન્યતાને પ્રતિબિંબિત કરે છે કે સંભાળ અને રક્ષણ જીવનના ખૂબ જ પ્રારંભિક તબક્કામાં શરૂ થવું જોઈએ.”

કવરેજની મુખ્ય વિશેષતાઓ

  • પ્રસૂતિ ઇવેન્ટ દીઠ ₹2 લાખ સુધીની વીમાકૃત રકમ (પ્રથમ બે ઇવેન્ટ)
  • બેઝ હેલ્થ ઇન્ડેમ્નિટી પૉલિસી હેઠળ બે પ્રસૂતિ ઇવેન્ટ્સ માટે કવરેજ ઉપલબ્ધ છે
  • પૉલિસીની શરૂઆતથી નવ-મહિનાનો વેટિંગ પીરિયડ
  • પાત્રતા: 18 થી 45 વર્ષની ઉંમરની મહિલાઓ

16 કવર કરેલી પ્રક્રિયાઓનું લિસ્ટ:
એમ્નિયોસેન્ટેસિસ, કોરિઓનિક વિલસ સેમ્પલિંગ, પર્ક્યુટેનિયસ અમ્બિલિકલ બ્લડ સેમ્પલિંગ, ફિટલ ટિશ્યૂ બાયોપ્સી, એમ્નિયો-રિડક્શન, ફિટલ પ્લ્યુરલ ઇફ્યુઝન માટે થોરાકોમ્નિયોટિક શંટ, ફિટોસ્કોપી, TTTS, માટે ફિટોસ્કોપી લેઝર સર્જરી, ફિટલ રિડક્શન, ન્યુરલ ટ્યુબ ખામીઓ માટે સર્જરી, ફિટલ સિસ્ટોસ્કોપિક સર્જરી, જન્મજાત ડાયફ્રૅમેટિક હર્નિયા માટે FETO, એમ્નિયોટિક બેન્ડ સિન્ડ્રોમ સર્જરી, ફિટલ એઓર્ટિક વાલ્વુલોપ્લાસ્ટી અને ઇન્ટ્રાયુટરીન ટ્રાન્સફ્યુઝન.

ભારતના માતૃત્વ સંભાળ ઇકોસિસ્ટમ માટે એક વધુ પગલું
ફિટલ ફ્લોરિશ આધુનિક ફિટલ સારવાર પ્રથાઓ સાથે ઇન્શ્યોરન્સને એકીકૃત કરીને પ્રસૂતિ પહેલાંની સંભાળમાં નવું પરિમાણ લાવે છે. તે વિશેષ ગર્ભાશય પ્રક્રિયાઓ માટે કેન્દ્રિત કવરેજ પ્રદાન કરે છે જે ઉચ્ચ-જોખમની ગર્ભાવસ્થાઓના ક્લિનિકલ મેનેજમેન્ટને વધુ આકાર આપી રહી છે. આ લૉન્ચ સાથે, બજાજ જનરલ ઇન્શ્યોરન્સ નવીનતા અને સંભાળ માટે તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે, જે જીવનના પ્રારંભિક અને સૌથી સંવેદનશીલ તબક્કાઓમાંથી એક સુધી સુરક્ષા પ્રદાન કરે છે.

=∅∅∅∅∅∅∅∅=


Spread the love

Check Also

દેહને હંમેશા દેવ, મનને મંત્ર, મતિને પાર્વતી માનો

Spread the love ચિત્તને પોતાના ગૃહના પતિમાં પરોવો અને અહંકારને શિવરૂપ બનાવો. પોતાની નીજતાને જગતમાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *