અષ્ટગુરૂ અમદાવાદમાં આધુનિક ભારતીય કલાનું એક ભવ્ય પૂર્વાવલોકન ‘અનાવરણ વારસો’ રજૂ કરશે

Spread the love

ગુજરાત, અમદાવાદ ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૫: અષ્ટગુરૂ ઓક્શન હાઉસ તેના આગામી ‘ડાઇમેંશન ડિફાઇંડ’ મોર્ડન ઇન્ડિયન ઓક્શનમાંથી આધુનિક ભારતીય કલાના અસાધારણ સંગ્રહનું એક પૂર્વાવલોકન પ્રદર્શન અનાવરણ વારસો’નું આયોજન કરવા માટે તૈયાર છે. આ પ્રદર્શન અમદાવાદના પ્રતિષ્ઠિત હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે 4 થી 6 ફેબ્રુઆરી, 2025 સુધી આયોજીત કરાશે.

આ પૂર્વાવલોકન સંગ્રહકો, કલા પ્રેમીઓ અને કલાના રસિકોને ભારતના કેટલાક સૌથી પ્રખ્યાત આધુનિક કલાકારોની કૃતિઓને જોવાની એક દુર્લભ તક પૂરી પાડે છે. આ પ્રદર્શનમાં એસ.એચ. રઝા, એફ.એન.સૂઝા, જહાંગીર સબવાલા, રામ કુમાર, વિકાસ ભટ્ટાચાર્ય, કે.જી. સુબ્રમણ્યમ, મંજીત બાવા, કૃષ્ણ ખન્ના, શક્તિ બર્મન, બી. પ્રભા, ટી. વૈકુંઠમ, એ. રામચંદ્રન, કે.એચ. આરા, નિરેન સેનગુપ્તા અને બીજા ઘણા બધા દિગ્ગજ કલાકારોના પેઇંટિંગ્સ અને સ્કલપચર પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

“અષ્ટગુરુ ભારતીય આધુનિક કલાને વ્યાપક દર્શકો સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. આ પૂર્વાવલોકનનો ઉદ્દેશ સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ શહેર અમદાવાદના લોકો સમક્ષ ભારતીય આધુનિકતાવાદીઓની કૃતિઓ પ્રદર્શિત કરવાનો છે. આ પ્રદર્શન ભારતીય આધુનિકતાની દિશાને આકાર આપતી કૃતિઓનું એક અસાધારણ સંગ્રહ રજૂ કરે છે,” તેમ અષ્ટગુરૂ ઓક્શન હાઉસના સીએમઓ મનોજ મનસુખાની એ જણાવ્યું હતું.

પ્રિવ્યુ પછી આ કલાકૃતિઓ 20 થી 22 ફેબ્રુઆરી, 2025 સુધી થનાર અષ્ટગુરુની ઓનલાઈન હરાજીનો ભાગ હશે, જેનાથી સંગ્રહકોને ભારતીય આધુનિકતાની ઐતિહાસિક કૃતિઓ પ્રાપ્ત કરવાની તક મળશે.

વધુ માહિતી માટે, કૃપા કરીને www.astaguru.com ની મુલાકાત લો.


Spread the love

Check Also

UPSC ક્રેક કરો, ટોપર્સના સિક્રેટ્સ જાણીને : મે મહિનામાં અમદાવાદમાં નિઃશુલ્ક સેમીનારનું આયોજન

Spread the love ગુજરાત, અમદાવાદ ૦૨ મે ૨૦૨૫: શું તમે પણ ક્યારેય UPSC GPSC પાસ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *