સોની લાઈવ રોચક ક્રાઈમ થ્રિલર સિરીઝ માનવત મર્ડર્સ લાવવા માટે સુસજ્જ છે, જે 1970માં રાષ્ટ્રઆખાને હચમચાવી દેનારી અત્યંત ભયાવહ ઘટનામાંથી એક છે. શોનું દિગ્દર્શન આશિષ બેંડેએ કર્યું છે, જેમાં આશુતોષ ગોવારીકર પ્રતિષ્ઠિત સીઆઈડી ડિટેક્ટિવ રમાકાંત એસ કુલકર્ણીની ભૂમિકામાં જોવા મળશે, જેને ભારતનો શેરલોક હોમ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. કુલકર્ણી અત્યંત શાંત અને સીધો છતાં ઉચ્ચ પરિપ્રેક્ષ્ય ધરાવનારો છે. તેનું આ અજોડ પાત્ર ઈતિહાસના અમુક અત્યંત ગૂંચભર્યા કેસ ઉકેલવા માટે જરૂરી મજબૂત સમર્પિતતા, ખંત અને નિપુણતા આલેખિત કરે છે. સિરીઝ 1970માં ગ્રામીણ મહારાષ્ટ્રમાં સર્જાયેલા હત્યાકાંડનો ઉકેલ લાવવા લાવવા કરે છે.
રમાકાંત એસ. કુલકર્ણીની ભૂમિકા ભજવવા વિશે આશુતોષ ગોવારીકર કહે છે, “બોમ્બ સીઆઈડીનો પોલીસ અધિકારી શ્રી રમાકાંત એસ. કુલકર્ણીનું પાત્ર ભજવવા માટે મને પસંદ કરવામાં આવ્યો તે બદલ હું પોતાને બહુ ભાગ્યશાળી માનું છું. કુલકર્ણીના ગુણ આજના દર્શકોને જરૂર બતાવવા જેવા છે. તેમણે અનેક એવા કિસ્સા ઉકેલ્યા હતા જે કદાચ તેમના વિના ઉકેલાયા નહીં હોત, જેમાંથી એક કુખ્યાત માનવત મર્ડર્સ પણ છે. તેઓ ભારતના શેરલોક હોમ્સ તરીકે ઓળખાતા હતા. તેમનું આત્મચરિત્ર “ફૂટપ્રિંટ્સ ઓન ધ સેન્ડ્સ ઓફ ક્રાઈમ”, તેમની પ્રક્રિયા, બારીકાઈ પર તેમની નજર અને શકમંદોને હાથ ધરવાની અને તેમને કબૂલાત કરાવવાની તેમની રીત અને સચ્ચાઈની પાર સચ્ચાઈની તલાશમાં તેઓ કઈ રીતે વિશ્વાસ રાખતા હતા તેમાં અદભુત ઈનસાઈટ્સ પૂરી પાડે છે.
આ સિરીઝમાં સહ-કલાકારો વિશે તે કહે છે, “આ શોનું વધુ એક રોમાંચક પાસું અનેક વર્ષ (છેલ્લે 1998માં સરકારનામા) પછી મકરંદ અનાસપુરે સાથે મેં જોડાણ કર્યું છે અને સિરીઝમાં મારી મનગમતી અભિનેત્રીઓ સોની કુલકર્ણી અને સઈ તામ્હણકર પણ છે. તેમની સાથે કામ કરવું એટલે અભિનયમાં ક્રેશ કોર્સ કરવા જેવું છે. વળી, ડાયરેક્ટર આશિષ બેન્ડે સાથે જોડાણથી પણ હું રોમાંચિત છું, જેઓ આ વાર્તા, તેનો પ્રકાર અને સૌથી મહત્ત્વપૂર્ણ મારા પાત્રને ઊંડાણથી સમજે છે.
આશુતોષ ગોવારીકરે એમ પણ જણાવ્યું કે હું રમાકાંત એસ. કુલકર્ણીના પરિવારને પણ મળ્યો છું. “હું રમાકાંત કુલકર્ણીનાં પત્ની, તેમની પુત્રી અનિતા ભોગલે અને અનિતાના પતિ હર્ષ ભોગલેને પણ મળ્યો અને રમાકાંત કુલકર્ણીના પાત્ર, તેમનું વ્યક્તિત્વ, વર્તન, માન્યતાઓ, અંગત જીવન વગેરે વિશે ઊંડાણથી સમજી લીધું છે. તેમના ઈનપુટ્સને કારણે મારી પોતાની નમ્ર રીતે ભૂમિકા માટે તૈયારી કરવામાં મને મદદ મળી છે. રમાકાંતજીનો વારસો પ્રેરણાત્મક અને મજબૂત છે અને મને આશા છે કે આ સિરીઝ થકી તેમને અનેક કેસ ઉકેલવાના નોંધપાત્ર કાર્ય માટે તેઓ હકદાર હતા તે સન્માન અને સરાહના ખરા અર્થમાં પ્રાપ્ત થશે.”
ટીઝરની લિંકઃ https://www.instagram.com/reel/C_dO1UgIpLo/?igsh=MW5iNnN4eW84ajI5cA==
સ્ટોરીટેલર્સ નૂક (મહેશ કોઠારો ને આદિનાથ કોઠારે) દ્વારા પ્રોડ્યુસ, ગિરીશ જોશીનું ક્રિયેશન માનવત મર્ડર્સનું ડાયરેક્શન આશિષ બેંડેનું છે. રમાકાંત એસ. કુલકર્ણીના આત્મચરિત્ર ફૂટપ્રિંટ્સ ઓન ધ સેન્ડ ઓફ ક્રાઈમ પર આધારિત આ શોમાં આશુતોષ ગોવારીકર, મકરંદ અનાસપુરે, સોનાલી કુલકર્ણી અને સઈ તામ્હણકર મુખ્ય ભૂમિકામાં છે.
જોતા રહો માનવત મર્ડર્સ 4થી ઓક્બોબરથી રિલીઝ થશે, ફક્ત સોની લાઈવ પર.