માતૃત્વનું સંતુલન, લગ્ન અને મૈત્રી નિભાવવાનું આસાન નથી, પરંતુ સોની લાઈવ પર બહુપ્રતિક્ષિત સિરીઝ રાત જવાન હૈમાં આપણી મુખ્ય અભિનેત્રી રાધિકા માટે આ વાસ્તવિકતા છે. પ્રતિભાશાળી અંજલી આનંદ દ્વારા અભિનિત રાધિકાનો પ્રવાસ શક્તિ, નિર્બળતાઓ અને છૂપા ભાવનાત્મક સંઘર્ષોનો છે. અંજલી વિશ્વસનીયતા એક ગૂંચભર્યા પાત્રને જીવંત કરે છે, જે તેના અનુભવથી પ્રેરિત રાધિકાની વાર્તા રિલેટેબલ અને તાજગીપૂર્ણ બનાવે છે. તેની અજોડ ખૂબી સાથે અંજલી દર્શકોને સતત સંઘર્ષ કરતી પરંતુ તેની ભીતરના સંઘર્ષને તે છતાં દબાવી રાખતી મહિલાના તાજગીપૂર્ણ અને હૃદયસ્પર્શી પાત્રને જીવંત કરે છે.
અંજલી આનંદ આ વિશે કહે છે, “રાધિકા મારા જેવી જ છે, પરંતુ હું જે બનવા માગું છું તે પાસું તેની અંદર જોઉં છું. આ પાત્ર ભજવવાથી હું મારી પોતાની અલગ બાજુ દર્શાવી રહી છું અને આવી મજબૂત, સ્વતંત્ર મહિલા પાસેથી ઘણું શીખી રહી છું. તેનો આત્મવિશ્વાસ અને મન ખોલીને વાત કરવાની તેની ક્ષમતા મને ગમે છે. નિશ્ચિત જ હું અસલ જીવનમાં રાધિકા જેવી વધુ બનવા માગું છું. ઉપરાંત સેટ પર હકારાત્મક ઊર્જા અને દરેક પાસેથી અતુલનીય ટેકો મળતાં પાત્ર ભજવવાનું મારે માટે વધુ આસાન બન્યું છે. આ ખરેખર અવિસ્મરણીય અનુભવ બની રહ્યો છે.”
રાત જવાન હૈ રાધિકા, અવિનાશ (બરુન સોબતી) અને સુમન (પ્રિયા બાપટ)ના જીવન ફરતે વીંટળાયેલી વાર્તા છે. તેઓ પોતાની વ્યક્તિગત ઓળખ અને મૈત્રી જાળવવા સાથે પેરન્ટિંગની કસોટીમાંથી કઈ રીતે પસાર થાય છે તે જોવાનું રસપ્રદ બની રહેશે. આ સિરીઝમાં રાધિકા કોમ્પ્લેક્સ પાત્ર ભજવી રહી છે. ભિન્ન વિચારધારા છતાં એક એવું સૂત્ર છે જે ત્રણેય ફ્રેન્ડ્સને એકત્ર રાખે છે.
યામિની પિક્ચર્સ પ્રા. લિ. દ્વારા પ્રોડ્યુસ્ડ અને ખ્યાતિ આનંદ- પુથરન દ્વારા લિખિત અને ક્રિયેશન, રાત જવાન હૈનું અત્યંત પ્રતિભાશાળી સુમિત વ્યાસે દિગ્દર્શન કર્યું છે અને પ્રોડ્યુસર વિકી વિજય છે. આ કોમેડી- ડ્રામામાં અદભુત કલાકારો છે અને હાસ્યસભર અવસરો અને હૃદયસ્પર્શી વાર્તા સાથે તમને જકડી રાખવા માટે વચનબદ્ધ છે.