પોષણ માસ નિમિતે બોરસદના ઝરોલા પી.એચ.સી ખાતે એનેમિયા કેમ્પ યોજાયો

Spread the love

આણંદ 25 સપ્ટેમ્બર 2024: પોષણ માસ ૨૦૨૪ની ઉજવણીનાં ભાગરૂપે આઈ.સી.ડી.એસ બોરસદ ઘટક -૨ અને RBSK  ટીમ સાથે સંકલન કરીને બાળવિકાસ યોજના અધિકારીશ્રી ઘટક ૨ ના  માલતીબેન  પઢિયારનાં માર્ગદર્શન હેઠળ ઝારોલા પી.એચ.સી ખાતે એનીમિયા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.

આ કેમ્પમાં શાળાએ  જતી ૪૨ જેટલી કિશોરીઓનું એચ.બી ટેસ્ટ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત  સીડીપીઓશ્રી માલતીબેન એમ પઢિયાર, મેડીકલ ઓફિસરશ્રી, સુપરવાઈઝરશ્રી, પી.એસ.સી. આઈ.સી.ડી.એસ ઘટક ૨, કાર્યકર બહેનો તેમજ કિશોરીઓશ્રી હાજરી આપી હતી.

 આ કેમ્પમાં આરોગ્ય વિષયક પોષણ, એનેમિયા અને બાળલગ્ન વિષે સમજ તેમજ વધુ અભ્યાસ અર્થે આઈ.ટી.આઈમાં પુનઃપ્રવેશ કરવા અંગે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ પૂર્ણાશક્તિનાં પેકેટ વિશે સમજણ આપી અને તેમાંથી બનતી વિવધ વાનગીઓનું નિદર્શન પણ કરવામાં આવેલ હતું.

-૦-૦-૦-


Spread the love

Check Also

સોની બીબીસી અર્થના શોના ડિસેમ્બરમાં રોમાંચક પ્રીમિયર્સ, પ્રાચીન રોમથી અજાણ્યા જંગલી વિસ્તારો સુધી

Spread the loveરાષ્ટ્રીય 02 ડિસેમ્બર 2024: જેમ જેમ વર્ષ સમાપ્ત થઈ રહ્યું છે, સૌથી વધુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *