માતા-પિતા બાળકો માટે જ્ઞાનાત્મક શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રાથમિકતા આપતા હોવાને લીધે ગુજરાતમાં એમેઝોન ટોય્ઝ એન્ડ બુક્સનાં વેચાણમાં બે આંકડામાં વૃદ્ધિ નોંધાઇ

Spread the love

 

  • માતા-પિતા સક્રિય શિક્ષા અને સમગ્રલક્ષી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નિષ્ક્રિય મનોરંજનને સ્થાને વિજ્ઞાન અને ક્રાફ્ટ કિટ્સ, બિલ્ડિંગ સેટ્સ, બોર્ડ ગેમ્સ, પઝલ્સ અને રાઇડ-ઓન્સ જેવા STEM અને શીખવતા રમકડાઓ (વાર્ષિક ધોરણે 1.2 ગણી વૃદ્ધિ) પસંદ કરે છે
  • મોટા બાળકોમાં (12 વર્ષથી વધુના વયજૂથમાં) સ્ટાર વોર્સ, ટ્રાન્સફોર્મર્સ, હેરી પોટર અને માર્વેલ પર ફેન્ડમ થીમ આધારિત રમકડાઓની માગમાં 1.3 ગણી વૃદ્ધિ નોંધાઇ
  • બાળકોની પુસ્તકોમાં નવા ગ્રાહકોની સંખ્યામાં બે ગણી વૃદ્ધિ નોંધાઇ છે, જ્યારે પરિવારો દ્વારા અર્થસભર જોડાણ દિનચર્યાને લીધે સેલ્ફ-હેલ્પ પુસ્તકોની સંખ્યામાં 1.3 ગણી વૃદ્ધિ નોંધાઇ
  • ગુજરાતી સાહિત્યોમાં વધતી રુચિ જોવા મળી છે, જેમાં ‘ડો. નિમિત ઓઝા દ્વારા સટોરી’ જેવા ક્ષેત્રીય શિર્ષક શોધમાં સૌથી આગળ છે
  • અમદાવાદમાં એમેઝોન પ્રાઇમ સભ્યો દ્વારા ખરીદાયેલા દરેક 2 પુસ્તકો અને રમકડાંમાંથી 1 પુસ્તક બીજા દિવસે ડિલિવરી થાય છે. જેમાં 14થી વધુ ભારતીય ભાષાઓમાં 2 લાખથી વધુ પુસ્તકો અને સમગ્ર રાજ્યમાં વન-ડે ડિલિવરી માટે 30,000થી વધુ રમકડાઓ ઉપલબ્ધ છે

અમદાવાદ ૨૯ મે, ૨૦૨૫: એમેઝોન ઈન્ડિયાની બુક્સ અને ટોય્ઝ કેટેગરીમાં ગુજરાતમાં બે આંકડાની વૃદ્ધિ જોવા મળી છે, જે માતા-પિતા બાળપણના વિકાસ માટેના નવા અભિગમને અપનાવી રહ્યા હોવાનું દર્શાવે છે. શીખવતા રમકડાં, બોર્ડ ગેમ, પઝલ્સ અને STEM કિટ મજબૂત વૃદ્ધિ દર્શાવી રહ્યા છે; તેની સાથે સાથે બાળકો માટેની અને ફિક્શન પુસ્તકો એ પણ સૂચવે છે કે રાજ્યભરના પરિવારો પ્રવૃત્ત શિક્ષણને પસંદ કરી રહ્યા છે, જે ઉદ્દેશપૂર્ણ ઉછેરની લહેર સર્જી રહી છે, જે બાળકોને કેવી રીતે શીખવું, વધવું અને રમવું તેને નવું સ્વરૂપ આપી રહ્યા છે. અમદાવાદ, સુરત અને વડોદરા સહિતનાં શહેરોમાં મજબૂત દેખાવની સાથે ગુજરાત સૌથી ઝડપથી નવા ગ્રાહકોમાં વૃદ્ધિ દર્શાવતા ટોચનાં પાંચ રાજ્યોમાં સામેલ છે, જ્યારે વલસાડ, મહેસાણા, હિંમતનગર અને જામનગર જેવા ઊભરી રહેલા શહેરો પરંપરાગત મેટ્રો શહેરોથી આગળ મહત્ત્વપૂર્ણ વિસ્તરણ દર્શાવે છે.

“ગુજરાતના યુવા ગ્રાહકો શીખવા અને રમવાની રીતોને પુનઃવ્યાખ્યાયિત કરી રહ્યા છે, માતા-પિતા ગેજેટ્સ પર નિર્ભર રહ્યા વિના બાળકોને વ્યસ્ત રાખવાની રીતો શોધી રહ્યા છે, ખાસ કરીને રજાઓ અને શાળા પછીના કલાકો દરમિયાન” એમ એમેઝોન ઈન્ડિયાના બુક્સ એન્ડ ટોય્ઝના નિર્દેશક રાજર્શી ગુઇને જણાવ્યું હતું. “અમે મોટા પાયે સાંસ્કૃત્તિક પુનર્વિચાર જોઇ રહ્યા છીએ, જ્યાં અમે પારંપરિક શૈક્ષણિક રુચિ અને વ્યાવહારિક વિકાસનાં આકર્ષક મિશ્રણને જોઇએ છીએ. પરિવારો વધુ એવી પ્રોડક્ટ્સ પસંદ કરી રહ્યા છે, જે મનોરંજનને શિક્ષાની સાથે જોડે છે – જેમાં જ્ઞાનાત્મક શિક્ષણને વિકસાવતી સાયન્સ એક્સપરિમેન્ટ કિટ્સથી લઈને મોટર કૌશલ્યોનું નિર્માણ કરતા આઉટડોર રમકડાઓ અને પેઢીઓને જોડતા પ્રાદેશિક સાહિત્યો સામેલ છે. અર્થસભર વપરાશ તરફનું પરિવર્તન, જે ઉછેર કરવાની માહિતગાર પસંદગીઓ દ્વારા વધુ પ્રેરિત છે, તે ગુજરાતની શિક્ષણ આધારિત જોડાણની ઉભરતી સંસ્કૃત્તિને પ્રતિબિંબિત કરે છે. ગ્રાહકો અર્થસભર ભેટો તરીકે કૌશલ્યનું નિર્માણ કરતા રમકડાં અને પુસ્તકો પસંદ કરી રહ્યા હોવાથી ઝડપી ડિલિવરી પણ વિચારશીલ ભેટ આપવાને સક્ષમ બનાવે છે.”

“ગુજરાતના માતા-પિતા પોતાના બાળકોના વિકાસ અને વૃદ્ધિ વિશે અત્યંત સભાન વિકલ્પો બનાવી રહ્યા છે,” એમ ‘ધિસ બુક વોન્ટ ટીચ યુ પેરેન્ટિંગ’ના લેખક રીરી ત્રિવેદીએ જણાવ્યું હતું. “શૈક્ષણિક રમકડાઓ અને અર્થસભર પુસ્તકો તરફનું પરિવર્તન એ ઊંડી સમજને પ્રતિબિંબિત કરે છે કે આરંભિક અનુભવો જીવનભરની શીખને આકાર આપે છે. જ્યારે પરિવારો બાળકોની દૈનિક દિનચર્યાના ભાગ તરીકે નિષ્ક્રિય મનોરંજનની સામે પ્રવૃત્ત જોડાણને પસંદ કરે છે ત્યારે તેઓ સકારાત્મક પાયાનું નિર્માણ કરી રહ્યા છે, જે બાળકોને તેમના સમગ્ર જીવનમાં લાભ આપે છે.”

નવી પેરેન્ટિંગ પ્લેબુકઃ રમતા રમતા શીખો
આ પરિવર્તન રમકડાની પસંદગીમાં સૌથી વધુ સ્પષ્ટ છે, જેમાં શૈક્ષણિક અને કૌશલ્ય નિર્માણની પ્રોડક્ટ્સમાં અપવાદરૂપ વૃદ્ધિ નોંધાઇ રહી છે. ગુજરાતમાં બિલ્ડિંગ સેટ્સ વાર્ષિક ધોરણે 1.5 ગણી વૃદ્ધિની નજીક પહોંચી રહ્યા છે, જ્યારે બોર્ડ ગેમ્સ, પઝલ્સ, ટોડલર રમકડાઓ, રિમોટ કન્ટ્રોલ વાહનો અને રાઇડ ઓને મજબૂત બે આંકડાની વૃદ્ધિ નોંધાવી છે. રિમોટ કન્ટ્રોલ કારે આકર્ષણ ટકાવી રાખ્યું છે, જેમાં સતત ચાર ત્રિમાસિક ગાળામાં 2 ગણી વૃદ્ધિ નોંધાઇ છે, જે રમતની સાથે મોટર કૌશલ્ય વિકાસને જોડતી પ્રોડક્ટ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત થયું હોવાનું પ્રતિબિંબિત કરે છે. અન્ય એક રસપ્રદ વલણ મોટા બાળકોમાં સ્ટાર વોર્સ લાઇટ-સેબર, માર્વેલ એક્શન ફિગર્સ વગેરે જેવા ફેન્ડમ થીમ આધારિત રમકડાઓનો ઉદભવ છે. આ પ્લે-ફર્સ્ટ અભિગમ બાળકોમાં પુસ્તકોની વૃદ્ધિના માર્ગમાં પણ પ્રતિબિંબિત થાય છે, જે નવા ગ્રાહકોમાં વાર્ષિક ધોરણે 2 ગણી વૃદ્ધિ દર્શાવે છે, કારણ કે માતા-પિતા સ્ક્રીન રહિત સાંજ અને સપ્તાહના અંતના દિવસોની દિનચર્યા બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

અર્થસભર ઉછેરનો ઉદય “ધ સાઇકોલોજી ઓફ મની”, “એટોમિક હેબિટ્સ” અને “રિચ ડેડ પુઅર ડેડ” જેવી સેલ્ફ-હેલ્પ પુસ્તકોની માગ (1.3 ગણો ઉછાળો)ને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરી રહ્યો છે, કારણ કે આધુનિક માતા-પિતા પોતાના બાળકોની શિક્ષણની સફરમાં ભાવનાત્મક બૌદ્ધિકતા અને સમગ્રલક્ષી શિક્ષણના આરંભિક વિકાસને અગ્રીમતા આપે છે.

સાંસ્કૃત્તિક સેતુ તરીકે સાહિત્ય
ગુજરાતમાં પરિવારો સાહિત્ય મારફતે પોતાના બાળકો માટે સાંસ્કૃત્તિક સંકલન પર ધ્યાન કેન્દ્રિત કરતા હોવાની સાથે નવીનીકરણ સાથે પરંપરાને અદ્વિતીય રીતે સમતુલિત કરી રહ્યા છે. ગુજરાતનાં સાહિત્યનાં વેચાણે અમદાવાદમાં વાર્ષિક ધોરણે ~20%ની વૃદ્ધિ નોંધાવી છે, જેમાં સૌથી વધુ શોધાયેલા શિર્ષકોમાં ‘ડો. નિમિત ઓઝા દ્વારા સટોરી’ અને ‘મન ના મોનોલોગ્સ’ અને ‘માનવીની ભવાઇ’ જેવા બેસ્ટસેલર્સ સામેલ છે.

ત્વરીત મનોરંજનની સામે ગુણવત્તાયુક્ત રોકાણ

આધુનિક માતા-પિતાની લાંબા ગાળાની જ્ઞાનાત્મક, સામાજિક અને મોટર કૌશલ્ય વિકાસનું સમર્થન કરવા માટેની વિકસતી પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરતા રૂ. 10,000થી ઉપરનાં પ્રિમિયમ રમકડાની કેટેગરી – જેવા કે ઇલેક્ટ્રિક રાઇડ-ઓન્સ અને આધુનિક બિલ્ડિંગ સેટ્સમાં અપવાદરૂપ માગ જોવા મળી રહી છે. માતા-પિતા રમકડાને ટૂંકા ગાળાનાં મનોરંજનના એક માત્ર સ્ત્રોત તરીકે નહીં, પરંતુ પોતાના બાળકોની વૃદ્ધિમાં વ્યુહાત્મક રોકાણ તરીકે જોઇ રહ્યા છે.

ગુજરાતભરમાં 100% સેવાયોગ્ય પિનકોડ્સમાં 20 મિલિયનથી વધુ પુસ્તકો અને 2 મિલિયનથી વધુ રમકડાઓની ડિલિવરી કરીને એમેઝોન આ પરિવર્તનને આગળ વધારી રહી છે, જેમાં 14થી વધુ ભારતીય ભાષાઓમાં 2 લાખથી વધુ પુસ્તકો અને એક દિવસમાં ડિલિવરીમાં 30,000થી વધુ રમકડાઓ સામેલ છે. અમદાવાદમાં એમેઝોન પ્રાઇમ સભ્યો દ્વારા ખરીદાયેલા દરેક 2 પુસ્તકો અને રમકડાંમાંથી 1 પુસ્તક બીજા દિવસે ડિલિવરી થાય છે. . આ ઝડપની ક્રાંતિ અમદાવાદમાં ભેટને સંબંધિત રમકડાની ખરીદીઓમાં 2 ગણી વૃદ્ધિને સક્ષમ બનાવી રહી છે, જે પરિવારોને ત્વરીત શીખવાની ક્ષણો અને અર્થસભર ભેટના અનુભવોનું સર્જન કરવા સક્ષમ બનાવે છે.

 


Spread the love

Check Also

1થી 5 જૂન, 2025 દરમિયાનAmazon.inના હૉમ શોપિંગ સ્પ્રીમાંથી ખરીદી કરીને તમારા ઘરને ઉનાળાનો સામનો કરવા માટે તૈયાર કરો

Spread the love 750થી વધારે સીઝનલ અને સદાબહાર બેસ્ટસેલર્સ પર સૌથી ઓછી કિંમતે પ્રાપ્ત થનારી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *