એમેઝોન ઈન્ડિયાની પહેલ ‘ડબ્બાથી વધુ પહેલ’ વચન આપે છે કુંભમાં આરામદાયક રાતનો

Spread the love

  • ‘તમારી સુવિધા માટે, આરામની ડિલિવરી; એમેઝોન –ડબ્બાથી વધુ’: મહાકુંભ ખાતે આવનારા લોકોને આરામ આપવા માટે એમેઝોન ઈન્ડિયાની પહેલ
  • આ બેડ્સ કલાકો સુધી અનુકૂળતા અને આરામ પૂરા પાડશે
બેંગલુરુ 15 જાન્યુઆરી 2025: એમેઝોન ઈન્ડિયા એક નવા વિચારની સાથે પડકારો સામનો કરીને 2025ના મહાકુંભ મેળામાં આવનારા લોકોના અનુભવને વધુ સારો બનાવવા માટે તેયાર છે, આ મેળો દર 12 વર્ષે આયોજિત કરવામાં આવે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લાખો શ્રદ્ધાળુઓ 45 દિવસોના આ ઉત્સવ માટે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એકત્રિત થશે. આ આયોજન દરમિયાન આરામદાયક આરામ માટેની જરૂરિયાત પૂરી કરવા માટે એમેઝોન ઈન્ડિયાએ એક અનોખી પહેલ રજૂ કરી છે, જેમાં તે પોતાના સિગ્નેચર કાર્ડબોર્ડ પેકેજિંગ બોક્સને તેઓ પોર્ટેબલ બેડ્સ અપસાઇકલ કરશે, જેનો ઉદ્દેશ આવનારા લોકોને કલાકો સુધી આરામની ઊંઘ પૂરી પાડવાનો છે. સુલભતા સુનિશ્ચિત કરવા માટે આ અપસાઇકલ કરેલી પાથારીઓ આવનારા લોકોને નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવશે.
એમેઝોને ઉત્સવના સ્થળની અંદર એવા મુખ્ય ક્ષેત્રોની ઓળખ કરવા માટે મહાકુંભના સત્તાધિકારીઓ સાથે મળીને કાર્ય કર્યું છે, જ્યાં આ એમેઝોન બેડ્સ ખૂબ જરૂરી આરામ પૂરો પાડી શકે. આ બેડ્સનો એક મોટો હિસ્સો લોસ્ટ એન્ડ ફાઉન્ટ સેન્ટરને ફાળવવામાં આવશે, જ્યાં તેઓ સંકટમાં હોય એવા લોકોને સહાયતા કરશે, જ્યારે કેટલોક હિસ્સો જાહેર જનતા માટે ઉપલબ્ધ હશે. આ ઉપરાંત આમાંથી થોડાબેડ્સ કુંભ પોલિસના કર્મચારીઓ અને કુંભ હોસ્પિટલને પૂરા પાડવામાં આવશે.આ બેડ્સનો ઉદ્દેશ વિભિન્ન જરૂરિયાતોને પૂરી કરવા અને કાર્યક્રમમાં ઉપસ્થિત વધુમાં વધુ લોકોને ઉપલબ્ધ કરવાનો છે.
“એમેઝોન ઈન્ડિયા ખાતે નવીનીકરણ અમારા મિશનનાં કેન્દ્રમાં હોય છે, જેથી અમે જે સમુદાયોની સેવા કરીએ છીએ તેમના પર સકારાત્મક અસર પાડી શકીએ. મહાકુંભ મેળાની સાથે અમારું જોડાણ આ પ્રતિબદ્ધત્તામાંથી ઉદ્ભવ્યું છે. અમે અમારા પ્રતિષ્ઠિત અમેઝોન બોક્સ મારફતે દરેક દિવસે પોતાના ગ્રાહકોની સુવિધા, આરામ અને સંભાળ પૂરા પાડવાનો પ્રયત્ન કરીએ છીએ, જેને લાખો લોકો વિશ્વસનીય સેવાના પ્રતીક તરીકે ઓળખે છે. આ બોક્સની બેડનાં રૂપમાં કલ્પના કરીને, અમે આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોની વાસ્તવિક જરૂરિયાતોને સંબોધિત કરવાની તક જોઇ છે. આ માત્ર બોક્સની બહાર વિચારવા વિશે નથી – આ બોક્સને જ બદલવા અંગે વિશે છે, જેથી એક મૂર્ત બદલાવ લાવી શકાય.” એમ એમેઝોન ઈન્ડિયાના માર્કેટિંગ ડિરેક્ટર પ્રજ્ઞા શર્માએ જણાવ્યું હતું.
એમેઝોન ઈન્ડિયાએ પોતાના ક્રિએટિવ પાર્ટનર તરીકે ઓગિલ્વીની સાથે સહયોગ કર્યો છે, જેમણે આ નવીન અને મજબૂત બેડ્સ વિકસાવવા માટે વિશિષ્ટ ફેબ્રિકેટર્સની ટીમની સાથે કાર્ય કર્યું છે. સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે આ બેડ્સને સ્થાનિક પર્યાવરણમાં ઘસારા માટે નિષ્ણાતોની એક ટીમ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું છે.
એમેઝોન સમગ્ર ભારતમાં આનંદ, પ્રેમ, સહજતા પૂરા પાડવા માટેનો પર્યાય છે. અને મહાકુંભ ખાતે અમે એમેઝોન બોક્સના બેડ્સની સાથે ઉપસ્થિતિત રહેનારા લોકોનાં જીવનને સરળ બનાવવા માટે આરામ પૂરો પાડી રહ્યા છીએ. મહાકુંભમાં રાત્રે ખૂબ ઠંડી હોઇ શકે છે, અને ઓગિલ્વીમાં અમારી વિશેષ એક્ટિવેશન ટીમની સાથે મળીને કાર્ય કરીને અમે એક અનોખી નવીનતાની સાથે આ પડકારનો સામનો કરવાનો નિર્ણય લીધો છે. એમેઝોનના પરિચિત કાર્ડબોર્ડ પેકેજિંગ બોક્સને અપસાઇકલ કરવામાં આવ્યા છે, સ્તરોમાં કમ્પ્રેસ કરવામાં આવ્યા છે અને મજબૂતની સાથે સાથે આરામદાયક બેડ્સ બનાવવા માટે રિ-એન્જિનિયર કરવામાં આવ્યા છે.” એમ ઓગિલ્વી ઈન્ડિયાના ચીફ ક્રિએટિવ ઓફિસર સુકેશ નાયકે જણાવ્યું છે.
કાર્યક્રમ બાદ અમેઝોન ઈન્ડિયા બિનઉપયોગી બેડ્સનો નિકાલ કરશે, જ્યારે ઉપયોગ કરી શકાય એવા બેડ્સને શહેરની એનજીઓને દાન કરશે.

Spread the love

Check Also

તલગાજરડા ખાતે પુ.બાપુની પ્રેરણાથી 48 મા હનુમંત મહોત્સવનું મંગલાચરણ આજે ગુરુવારે રજૂ થયું પં.જયતીર્થનું શાસ્ત્રીય ગાયન

Spread the loveગુજરાત, અમદાવાદ ૧૦ એપ્રિલ ૨૦૨૫: તલગાજરડા (તખુભાઈ સાંડસુર દ્વારા) ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *