એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ-2024 દ્વારા વિક્રેતાઓ માટે અસાધારણ આરંભઃ
પ્રથમ 48 કલાક દરમિયાન દર મિનિટે 1500 એકમોનું સેલિંગ કરતાં સમગ્ર ભારતમાં
નાના અને મધ્યમ વ્યવસાયો (SMBs)ની અવિશ્વસનીય વૃદ્ધિ
પ્રાઇમ-અર્લી એક્સેસ (PEA)ના પ્રથમ 24 કલાકમાં અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યામાં પ્રાઇમ મેમ્બરનું શોપિંગ
- એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ-2024માં પ્રથમ 48 કલાક દરમિયાન જ 11 કરોડ જેટલી વિક્રમી સંખ્યામાં ગ્રાહકો ઊમટી પડ્યા અને મુલાકાત લીધી. તેમાં 80 ટકા ગ્રાહકો ટાયર-ટુ તથા નાનાં શહેરોના હતા. પ્રાઇમ અર્લી એક્સેસના પ્રથમ 24 કલાક દરમિયાન સૌથી વધારે સંખ્યામાં પ્રાઇમ-મેમ્બરોએ વિવિધ કૅટેગરીમાં ખરીદી કરી હતી. સરેરાશ દૈનિક ખરીદી કરવામાં આવી, જેમાં એપેરલ, સ્માર્ટફોન, સૌંદર્યને લગતી ચીજો, રોજિંદી જરૂરિયાતની ચીજો તથા અન્ય વસ્તુઓ મળીને 3 લાખ કરતાં વધારે અનન્ય ઉત્પાદનોની ડિલિવરી એ જ દિવસે અથવા બીજા દિવસે કરવામાં આવી.
- એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલની પહોંચ અને અસર દૂરદૂર સુધી વિસ્તરી છે, જેમાં SMB, મહિલા ઉદ્યોગસાહસિકો, વણકરો અને કારીગરોનો સમાવેશ થાય છે. પ્રથમ 48 કલાક દરમિયાન દર મિનિટે 1500 એકમોનું વેચાણ કરે છે અને 8000 વિક્રેતાઓનું વેચાણ રૂ.એક લાખને વટાવી ગયું છે.
- ઓર્ડર મેળવનાર 65 ટકાથી વધારે વિક્રેતાઓ મુરાદાબાદ, સહારનપુર, ચુરુ, તિરુવલ્લુર, હરિદ્વાર, બિકાનેર, જોધપુર, જયપુર, સુરત અને પુણે જેવાં ટાયર-2 તથા ટાયર-3 શહેરોના હતા.
- SBIડેબિટ તથા ક્રેડિટ કાર્ડની આકર્ષક ઓફરો સાથે 15 લાખ ગ્રાહકોએ વેચાણના પ્રથમ 48 કલાકમાં પોતાની ખરીદી પર 240 કરોડ રૂપિયાની બચત કરી.
- ઈએમઆઈ દ્વારા કરાતી દરેક 5માંથી એક ખરીદી EMIદ્વારા અપગ્રેડ અને 5માંથી 4નો ખર્ચ નો-કોસ્ટ ઈએમઆઈ કરાય છે.
- UPI ગયા વર્ષની સરખામણીએ UPI-વપરાશ 16 ટકા વધ્યો છે. 4 ગ્રાહકો પૈકીના એકથી વધારે ગ્રાહકોએ ખરીદી કરવા માટે એમેઝોન-પેનો ઉપયોગ કર્યો. એમેઝોન-પે ICICI કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને 11 પૈકીના ગ્રાહકોમાંથી એકે ઓર્ડર કર્યો.
- એમેઝોન-બિઝનેસમાં સરેરાશ કામકાજના દિવસોની સરખામણીમાં પ્રથમ 24 કલાકમાં નવા ગ્રાહક સાઇન-અપમાં 5X નો ઉછાળો જોવા મળ્યો.
- ભારતે એમેઝોન-બજાર સાથે અલ્ટ્રા-એફોર્ડેબલ ઉત્પાદનોની ખરીદી કરી
બેંગાલુરુ 30 સપ્ટેમ્બર 2024: પ્રાઇમ મેમ્બરો માટે 24 કલાક વહેલા પ્રવેશ સાથે તા.27મી સપ્ટેમ્બરથી શરૂ થયેલા એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ-2024માં પોતાના વિક્રેતાઓ તથા ભાગીદારો માટે Amazon.inઉપર અત્યાર સુધીની સૌથી મોટી શરૂઆત જોવા મળી છે. દેશભરના લાખો ગ્રાહકો માટે ખુશીની સોગાત લાવતા, એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ-2024ના પ્રથમ 48 કલાક લગભગ 11 કરોડ ગ્રાહકોની મુલાકાતો અને 8000થી વધારે વિક્રેતાઓએ વેચાણમાં રૂ.એક લાખ વટાવીને ત્યાર સુધીની શ્રેષ્ઠતા દર્શાવી છે. ગ્રાહકોને લૅપટોપ, ટીવી, ફેશન અને બ્યુટી, હોમ ડેકોર, એપ્લાયન્સીસ, ફર્નિચર, સ્માર્ટફોન અને ટોચની બ્રાન્ડમાંથી કરિયાણાં જેવી સીરીઝમાં 25000થી વધારે નવી ચીજવસ્તુઓ-પ્રોડક્ટ્સ સુધી પહોંચવાની તક મળી છે.
આ અંગે બોલતાં એમેઝોન ઇન્ડિયાના કૅટેગરીઝના વાઇસ પ્રેસિડેન્ટ સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “Amazon Great Indian Festival 2024ના પ્રથમ 48 કલાક Amazon.in માટે ઐતિહાસિક અને અત્યાર સુધીના શ્રેષ્ઠ રહ્યા છે. અમે વિક્રમજનક 11 કરોડ ગ્રાહકોની વિઝિટ અને PEA દરમિયાન સૌથી વધારે સંખ્યામાં પ્રાઇમ મેમ્બરો દ્વારા ખરીદી સાથે અત્યાર સુધીમાં સૌથી મોટી શરૂઆત નિહાળીને રોમાંચ અનુભવીએ છીએ. અમે નાના અને મધ્યમ વ્યાવસાયો સહિત સમગ્ર ભારતમાં વેચાણકારોની અભૂતપૂર્વ ભાગીદારી પણ જોઈ છે અને AGIF ‘24ના પ્રથમ 48 કલાક દરમિયાન હજારો વિક્રેતાઓ લખપતિ બની ગયા છે. વળી, અમે અમારા મહિનાના એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલની આ પ્રોત્સાહક શરૂઆતથી ખૂબ જ ઉત્સાહ અનુભવીએ છીએ અને અમારા વિક્રેતાઓ, બ્રાન્ડ પાર્ટનરો, ડિલિવરી સહયોગીઓ તેમજ ટીમોનો ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ, જેઓ સમગ્ર ભારતમાં અમારા ગ્રાહકો માટે તહેવારનો ઉલ્લાસ અને ઉમંગ વહેલી તકે લાવી શક્યા છે.”
નાનું-મોટું ઘણું બધું ગ્રાહકો ખરીદી ગયા
- ગ્રાહકોએ તેમના મનપસંદ મોબાઇલ, વૉશિંગ મશીન, ટીવી, રેફ્રીજરેટરો, એસી, ગેમિંગ કન્સોલ પર અપગ્રેડ કર્યું છે, જેમાં એક્સચેન્જ, ઈએમઆઈ, બેંક ડિસ્કાઉન્ટ, કૅશબૅક, રિવોર્ડ્સ અને ડોર-સ્ટેપ ઇન્સ્ટોલેશન તથા સેટ-અપ (400થી વધારે શહેરોમાં) સહિતના વ્યાપક અને પરવડે તેવા વિકલ્પોના લાભ મેળવ્યા છે.
- in ઉપર બે લાખથી વધારે ગ્રાહકોએ પ્રથમ વાર મોબાઈલ ફોન ખરીદ્યો અને પ્રીમિયમ સ્માર્ટફોન (રૂ.30,000) એપલ, વનપ્લસ અને સેમસંગ સૌથી વધારે પસંદગીના પ્રીમિયમ હોવા સાથેની તમામ પ્રાઇસ-સેગ્મેન્ટમાં 30 ટકાથી વધારે વાર્ષિક વૃદ્ધિ જોવા મળી.
- સેમસંગ, Xiaomi, Sony & LG સાથે સૌથી વધારે પસંદગીની ટીવી બ્રાન્ડ તરીકે ઊભરી રહેલા ગ્રાહકોએ મોટી સ્ક્રીનવાળા ટેલિવિઝન સાથે મોટી સ્ક્રીન પર અપગ્રેડ કર્યું, જે લગભગ 50 ટકા વેચાણમાં કન્ટ્રીબ્યુટ કરે છે.
- ગ્રાહકોએ AGIF ‘24ના પ્રથમ 48 કલાક દરમિયાન સૌથી વધારે વેચાણ કરનારાઓમાં ફાયર ટીવી સ્ટિક અને રેડ-મી સ્માર્ટ ફાયર ટીવી-32 બનાવતી ફાયર ટીવી પ્રોડક્ટ પરના સોદાનો લાભ લીધો તથા એર-કન્ડિશનર્સ જેવાં મોટાં ઉપકરણોમાં 7X નો વધારો જોવા મળ્યો. એક્સચેન્જ ઓફરનો લાભ લેનારા ગ્રાહકો માટે 1.7X spike વિરુદ્ધ BAU વિનામૂલ્યે ઈએમઆઈ ઓફનો લાભ લેનારા ગ્રાહકો માટે ગ્રાહકોએ 35 ટકાથી વધારે ઘડિયાળો ખરીદી છે, જ્યારે પ્રીમિયમ ઘડિયાળોમાં વાર્ષિક ધોરણે 2Xથી વધારેનો સ્પાઇક જોવા મળ્યો છે.
- જ્યારે Guess, Davidoff, Calvin Klein, Janasya, Bibaતથા એવી જ બ્રાન્ડમાંથી લક્ઝરી ફ્રેગ્રન્સ અને મહિલાઓનાં વસ્ત્રોમાં વર્ષોવર્ષ 5X નું સ્પાઇક જોવા મળ્યું.
- ગોલ્ડ, ડાયમંડ (લૅબમાં બનાવાતા હીરા સહિત) જ્વેલેરીમાં BAU વિરુદ્ધ વાર્ષિક ધોરણે 5Xથી વધારે માંગ જોવા મળી.
- GenZ અને D2C બ્રાન્ડ્સની મજબૂત પસંદગીમાં બેવકૂફ, જુનબેરી, લેકોસ્ટે, પંત પ્રોજેક્ટ, સ્નિચ જેવી બ્રાન્ડની આગેવાની હેઠળ વરસોવરસ 5X નો વધારો જોવા મળ્યો.
- તો, કીચનનાં જરૂરી સાધનોમાં રસોડાનો સંગ્રહ દર વર્ષે 60 ટકાથી વધુ ધવાની સાથે વધતી જતી માંગ જોવા મળી છે, જ્યારે મિક્સર ગ્રાઇન્ડર્સ, પ્રેશર કૂકર 30 ટકા વધ્યા છે.
- સબ્સ્ક્રાઇબ અને સેવ પ્રોગ્રામ માટે નવા સાઇન-અપમાં 3Xની સૌથી મોટી સ્પાઇક જોવા મળી.
- તો, ગ્રાહકોમાં આરોગ્ય અને સુખાકારી પ્રાથમિકતા બની જતાં મોરિંગા અને ચ્યવનપ્રાશ તથા ખાંડના વિકલ્પો જેવા આહાર અને કુદરતી પૂરકની માંગમાં બે ગણો વધારો જોવા મળ્યો.
એમેઝોન બજાર પર અલ્ટ્રા-લો-કોસ્ટ પ્રોડક્ટ્ની ખરીદી કરતું ભારત
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલના પ્રથમ 48 કલાકમાં બજારના દૈનિક ખરીદદારોમાં પૂર્વ-ઇવેન્ટ દૈનિક સરેરાશની સરખામણીમાં 10 ગણો વધારો થયો છે. બજારના 50 ટકાથી વધારે દુકાનદારે પ્રથમ વખત અથવા 12 મહિનાથી વધારે સમય પછી ખરીદી કરી છે. એમેઝોન બજારને પ્રી-ઇવેન્ટ એવરેજની સરખામણીએ 11X યુનિટ/દિવસ પ્રાપ્ત થયા છે. આમ, અલ્ટ્રા-લો-કોસ્ટની પસંદગીના વિક્રેતાઓને તેમના વ્યવસાયો (વિક્રેતાઓ માટે દૈનિક એકમ વૉલ્યુમમાં -50 ટકાની વૃદ્ધિ) વધારવા સક્ષમ બનાવે છે.
સુવિધા આપના ઘરે
ગ્રાહકોએ સ્માર્ટફોન, ટીવી અને એપ્લાયન્સીસ સહિત વિવિધ ઉત્પાદનો પર આકર્ષક એક્સચેન્જ ડિસ્કાઉન્ટનો લાભ લીધો હતો, અને 400થી વધારે શહેરોમાં મફત ઇન્સ્ટોલેશન સેવાઓની પસંદગી કરી હતી. એમેઝોન પર ઉપકરણો ખરીદનારા દરેક ગ્રાહકને તેમની ખરીદી પર મફત વિસ્તૃત ગૅરન્ટી મળે છે. આ સીઝનમાં એમેઝોને અધિકૃત નિષ્ણાતોના 8000-મજબૂત કર્મચારીઓનું નિર્માણ કર્યું છે, જે ઘરની અંદર ઇન્સ્ટોલેશન, સેટ-અપ અને પ્રોડક્ટ-ડાયગ્નોસિસ સપોર્ટ પૂરાં પાડે છે.
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન આકર્ષક ડીલ અને ઓફર જોવા માટે here ઉપર ક્લિક કરો. અખબારી યાદી, ફોટા-ઇમેજ જોવા માટે તથા વધારે વિગતો માટે અમારા press centerની મુલાકાત લો.
ડિસ્ક્લેઇમરઃ Amazon.in ઉપર પ્રદર્શિત થતી ડીલ, ઓફર અને ડિસ્કાઉન્ટ સંબંધિત વિક્રેતાઓ અથવા બ્રાન્ડ દ્વારા પ્રદાન કરાય છે. Amazon.in એક ઓનલાઇન માર્કેટપ્લેસ છે, અને સ્ટોર શબ્દ વિક્રેતા દ્વારા ઓફર કરાયેલ પસંદગી સાથે સ્ટોરફ્રન્ટનો સંદર્ભ આપે છે.
અમારા નિયમો અને શરતો વાંચવા માટે here ઉપર ક્લિક કરો.