ભારતમાં પ્રાઈમ મેમ્બર્સને પ્રોડક્ટ્સના વિશાળ સિલેક્શનની એમેઝોને અગાઉ કદી ન કરાઈ હોય તે રીતે સેમ ડે અથવા ઝડપી ડિલિવરી કરી

Spread the love

એમેઝોન પ્રાઈમ હવે 10 લાખથી વધુ આઈટમની સેમ ડે અને 40 લાખથી વધુ આઈટમની નેક્સ્ટ-ડે ડિલિવરી કરવાની સાથે, વધુ સાતત્યપૂર્ણ ડિલિવરી પરત્વે પોતાની વચનબદ્ધતાને સુદૃઢ બનાવે છે.

ભારતભરના ગ્રાહકો માટે ઝડપી, આધારભૂત અને સુગમ ડિલિવરી માટે સૌથી-વિશાળ પસંદગીને લાગુ કરીને નવતર પ્રયોગો એમેઝોન ઈન્ડિયાએ ચાલુ રાખ્યા છે. ભારતમાં નેક્સ્ટ-ડે ડિલિવરીનો છેક 2014માં શુભારંભ કરવાથી લઈને, પ્રાઈમ મેમ્બર્સ માટે 2017માં સેમ-ડે ડિલિવરી લોંચ કરીને, અમે પ્રોડક્ટ્સની વિશાળ પસંદગી પર ઝડપી અને આધારભૂત ડિલિવરીને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખ્યું છે. ગ્રાહકોની સતત બદલાતી જરૂરિયાતોને પરિપૂર્ણ કરવાનું સુનિશ્ચિત કરવા, અમે સેમ-ડે અને નેક્સ્ટ ડે ડિલિવરી માટે ઉપલબ્ધ ચીજોની પસંદગીને સુદૃઢ બનાવી છે. આજે પ્રાઈમ મેમ્બર્સને Amazon.in પર 10 લાખ કરતા વધુ આઈટમ પર અનલિમિટેડ સેમ-ડે ડિલિવરી અને 40 લાખ કરતા વધુ આઈટમ પર નેક્સ્ટ-ડે ડિલિવરીનો લાભ મળે છે.

વિશ્વભરમાં, 2023માં સૌથી ઝડપી ડિલિવરીની અમારી સ્પીડે પહોંચ્યા પછી પ્રાઈમ મેમ્બર્સને સેમ અથવા નેક્સ્ટ ડે ડિલિવરીના 5 બિલીયનથી વધુ યુનિટ્સનું આગમન થયું છે, અમે અગાઉ આ વર્ષે નવો રેકોર્ડ નોંધાવ્યો છે. 2024માં અત્યાર સુધીમાં ભારતમાં, તમામ પ્રાઈમ મેમ્બર્સના આઈ લાઈનર્સથી માંડીને બેબી પ્રોડક્ટ્સ, ગાર્ડન ટૂલ્સથી લઈને ઘડિયાળો, ફોન વગેરે સુધીની રેન્જની પ્રોડક્ટ્સના આશરે 50% ઓર્ડર્સ નેક્સ્ટ-ડે, સેમ-ડે અથવા તેથી પણ ઝડપી આવી જાય છે.

પ્રાઈમ મેમ્બર્સની સંખ્યા આ વર્ષોમાં વધી છે જેથી એક જ મેમ્બરશીપમાં સેવિંગ્સ, સુગમતા અને એન્ટરટેઈન્મેન્ટને સામેલ કરી શકાય. પ્રાઈમ મેમ્બર્સ હવે પ્રાઈમ ડે અને એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ જેવી શોપિંગ ઈવેન્ટ્સ પર સ્પેશિયલ ડીલ્સનો આનંદ માણે છે. આ ઉપરાંત એમેઝોન મ્યુઝિક સાથે કરોડો ગીતો અને ટોપ પોડકાસ્ટ, પ્રાઈમ ગેમિંગ વડે ફ્રી ગેમ્સ, પ્રાઈમ રીડિંગ સાથે પુસ્તકો અને સામયિકો સુધી અમર્યાદિત જાહેરાત-મુક્ત પહોંચ મેળવવા, પ્રાઈમ વીડિયો સાથે એવોર્ડ-વિજેતા એન્ટરટેઈન્મેન્ટ તેમજ પ્રાઈમ ડે અને એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ્સ જેવી શોપિંગ ઈવેન્ટ્સ પર સ્પેશિયલ ડીલ્સનો આનંદ માણી રહ્યા છે તેમજ એમેઝોન પર શોપિંગની સાથે એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ પર 5% કેશબેક મેળવી રહ્યા છે. આ ઉપરાંત, મેમ્બર્સ ભારતભરના 35 શહેરોમાં, 100+ એમેઝોન પે પાર્ટનર મર્ચન્ટ્સ ખાતે પેમેન્ટ્સ પર અમર્યાદિત 2% રિવોર્ડ પોઈન્ટ્સ તેમજ અન્ય તમામ પેમેન્ટ્સ પર 1% રિવોર્ડ પોઈન્ટ્સ મેળવી શકશે.

અમે ઉત્ક્રાંતિ પામીને ગ્રાહકોના જીવનને વધુ સરળ બનાવવા તેમના માટે શોપિંગની પસંદગીની વ્યાપક શ્રેણીને સુનિશ્ચિત કરી છે જેથી તેઓ પોતાની પસંદગીની અને જોઈતી ચીજોને વધુ ઝડપથી મેળવી શકે. આ રીતે મેળવશેઃ

  • અમારા સેમ-ડે ડિલિવરી નેટવર્કના વિસ્તરણ સાથે પ્રાઈમ મેમ્બર્સ માટે ડિલિવરીની ગતિ પર અમારું ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખ્યું છે. આજે, 2023ની તુલનાના આ ગાળા કરતા પ્રાઈમ મેમ્બર્સના બે ગણા જેટલાને સેમ-ડે ડિલિવરી પ્રાપ્ત થઈ રહી છે.
  • અમારા ફૂલફિલમેન્ટ સેન્ટર્સ 15 રાજ્યના લાખો વિક્રેતાઓને સ્ટોરેજ સ્પેસ પૂરો પાડી રહ્યા છે. અમે 19 રાજ્યોમાં સોર્ટેશન સેન્ટર્સ ધરાવીએ છીએ, જે એમેઝોન તથા સ્થાનિક આંત્રપ્રેન્યોર્સ દ્વારા ઓપરેટ કરાતા 1,950 ડિલિવરી સ્ટેશન સાથે કામ કરે છે અને અમારા 28,000 થર્ડ પાર્ટી ડિલિવરી પાર્ટનર્સ દેશભરના ગ્રાહકોના ચહેરા પર સ્મિતની ડિલિવરી કરે છે. એમેઝોન ઈન્ડિયા 100% સર્વિસેબલ પિન કોડ્સ પર ડિલિવરી કરે છે.
  • AIની મદદથી, અમે ગ્રાહકોને મોટાપાયે ઝડપી સેવા પૂરી પાડી શક્યા છીએ. અમે પ્રોડક્ટ્સની પસંદગીને વિસ્તારવા મશીન લર્નિંગની શક્તિનો ઉપયોગ કર્યો છે, અને વિક્રાતાઓને ગ્રાહકોની નજીક પસંદગી પહોંચાડવા ભલામણ કરી છે જેથી તેઓ ઓર્ડર અને રિ-ઓર્ડર સતત આપતા રહે.
  • અમે અમારા પ્રાઈમ મેમ્બર્સને પ્રોડક્ટ્સની સૌથી મોટી અને સૌથી વ્યાપક પસંદગી પર ઝડપી ગતિએ ડિલિવરી કરી રહ્યા છીએ, અને સાથે અમારા કર્મચારીઓની એકંદર સુરક્ષાને પણ સુધારી રહ્યા છીએ. ઝડપથી પેકેજની ડિલિવરી કરવાનો મતલબ અમારી સુવિધાઓમાં જ પ્રોડક્ટને ઝડપથી ખસેડવાનો નહીં- પરંતુ તેનો અર્થ અમારા માળખા અને પ્રોડક્ટ ગોઠવણને સર્વોત્તમ બનાવવાનો છે. અમે અમારા કાર્યસ્થળને વધુ સુરક્ષિત, અને તેની સાથે ઝડપી બનાવવાનું જારી રાખીશું.

અમે સતત નવતર પ્રયોગો કરીને સુગમતા, મૂલ્ય અને ડિલિવરી વિકલ્પોના નવા સ્તર હાંસલ કરી રહ્યા છીએ જે અમારા ગ્રાહકો માટે શ્રેષ્ઠતમ કામગીરી કરે છે. કામગીરીને લગતા નવતર પ્રયોગો દ્વારા તેને વધારવા ઉપરાંત નેક્સ્ટ ડે ડિલિવરીને લાગુ કરીને, અમે અમારા ગ્રાહકની જરૂરિયાતોની પ્રોડક્ટ અને જરૂરિયાતને તેમના માટે બને તેટલી વધુ નિકટ લાવ્યા છીએ. અમને અત્યારસુધીની અમારી પ્રગતિ પર ખૂબ ગર્વ છે, પરંતુ અમે જાણીએ છીએ કે હજી લાંબી મજલ બાકી છે અને તેથી પણ આગળ વધવાનું છે જેથી અમે અમારા ગ્રાહકોને સ્મિતની ડિલિવરી કરવા નવતર પ્રયોગો જારી રાખીએ છીએ,” એમ એમેઝોન પ્રાઈમના ડિલિવરી એક્સપિરિયન્સ, ભારત ખાતેના ડાયરેક્ટર અને કન્ટ્રી હેડ અક્ષય સાહીએ કહ્યું હતું.

એમેઝોનની સ્થાપના વખતે જે સત્ય હતું તે આજે પણ સત્ય જ છેઃ ગ્રાહકોને જોઈએ છે વ્યાપક પસંદગી, નીચી કિંમતો અને ઝડપી ડિલિવરી. એમેઝોન પસંદગીને અગાઉ કરતા પણ વ્યાપક બનાવીને ડિલિવરીને વધુ ઝડપી બનાવી રહ્યા છીએ અને અમારા કોર ગ્રાહક મૂલ્યો પરત્વે કટિબદ્ધ રહ્યા છીએ.


Spread the love

Check Also

થમ્સ અપ દ્વારા અલ્લુ અર્જુન સાથે વર્ષની સૌથી યાદગાર ભાગીદારીનું ટીઝર રજૂ

Spread the loveટીઝર માટે લિંક – HERE નવી દિલ્હી 08મી નવેમ્બર 2024: ભારતની આઈકોનિક ઘરમાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *