માઇનીંગ ક્ષેત્રની સુનિલ મહેતાની તસવીરોનું અદભુત પ્રદર્શન રવિશંકર રાવળ કલાભવન ખાતે યોજાયું

Spread the love

અમદાવાદમાં “ધ બિગ વિઝન” નામથી સુનિલભાઈ મહેતાએ કંડારેલી તસવીર થકી માઇનિંગ ફોટોગ્રાફીનું રેર કલેક્શન દર્શાવતું એક્ઝિબિશન રવિશંકર રાવળ કલા ભવન ખાતે શરૂ થયું છે. ફોટોગ્રાફીનો શોખ ધરાવતા સુનિલભાઈ મહેતાએ તેમના વિવિધ અસાઇમેન્ટ દરમિયાન માઈનીંગ ક્ષેત્રની ફોટોગ્રાફી કરી કમળના ફોટોગ્રાફ કેપ્ચર કર્યા હતા અને માઇનિંગ ના ચાર દાયકા જુના ફોટોગ્રાફ પણ આ એક્ઝિબિશનમાં જોઈ શકાશે. ફોટોગ્રાફર સુનિલ મહેતાની સામાન્ય વિષયો કરતાં અલગ એવા માઇનીંગની તસવીર જીવંતતા દર્શાવે છે.
ઉદ્યોગ અને ખાણ વિભાગ સાથે લાંબો સમય સેવા આપનારા નિવૃત આઇએએસ અધિકારી એમ શાહુએ આ ફોટો એકઝીબીશન “ધ બિગ વિઝન”ને  ખુલ્લું મુકતાં જણાવ્યું હતું કે આ ફોટોગ્રાફી માઈનીંગ ક્ષેત્રની બ્યુટીને વર્ણવે છે કેટલાક ફોટોગ્રાફ તો માઇનીંગ સેક્ટરના લોકો, ડિપાર્ટમેન્ટ માટે નોલેજ અને એજ્યુકેશન દષ્ટિએ પણ અલભ્ય છે.
સુનીલ મહેતા એટલે ઇન્ડસ્ટ્રીયલ અને એડવર્ટાઇઝિંગ ફોટોગ્રાફીમાં જાણીતું નામા ૧૯૬૦માં જન્મેલા સુનીલભાઈનું મૂળ વતન વઢવાણ પરંતુ જન્મથી જ તેઓનો ઉછેર અમદાવાદમાં થયો હતો. 
આ જ ક્ષેત્રમાં આગળ વધવું છે તેવો નિર્ણય કર્યા બાદ તેમણે ફોટોગ્રાફીની કળા શીખવા માંડી. તેમની શરૂઆત થઈ પ્રોડકટ ફોટોગ્રાફીના નાના પ્રોજેકટ્સથી. કામ નાનું હોય કે મોટું, તેઓ હંમેશા પિતાએ શીખવેલો મંત્ર યાદ રાખતા કે ‘ફોટોગ્રાફી માત્ર ડોક્યુમેંટેશન નથી. આ એક કળા છે. બસ આ મંત્રના આબાદ અમલીકરણથી તેમની ફોટોગ્રાફીની કળા નિખરવા માંડી. તેમની કારકિર્દીનો ટર્નિંગપોઈન્ટ આવ્યો જ્યારે તેમણે ઇન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફીની શરૂઆત કરી. તે સમયે ગુજરાત સરકારના લગભગ તમામ મોટા એકમો જીએમડીસી, જીએનએફસી, જીએસએફસી, જીઆઇડીસી, જીએસીએલ જેવા મોટાં એકમોની જે છબી સુનીલભાઈએ રજૂ કરી તે અભૂતપૂર્વ હતી. નિર્જીવ પ્લાન્ટ અને ઇમારતોમાં જાણે વાચા આવી ગયી હતી જેન પગલે તેમનું કામ ખૂબ વખણાયું .

Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *